વ્હાલું વતન: પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 3, બુધવાર, ૨૭ મે ૨૦૦૯: ગુડ મૉર્નિંગ ઑનલાઈન પંકજ ઉધાસ ‘નામ’માં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. હું દેશ છોડીને પરદેશ ગયો નથી —…

ગુજરાતી રંગભૂમિની આજકાલ

બુધવાર, ૨૭ મે ૨૦૦૯: પર્સનલ ડાયરી ૨ ગઈકાલે ‘લગે રહો, ગુજ્જુભાઈ’ની વાત શરૂ કરીને ગુજરાતી નાટકોની આજકાલ વિશે ઘણું કહેવાનું હતું પણ જગ્યા ઓછી પડી. આય મીન, મેં નક્કી કરેલી શબ્દ મર્યાદાની બહાર નીકળી જવાતું હતું. બાકી બ્લૉગ પર તમે…

સવાલ તમારા, જવાબ પણ તમારા

આજથી શરૂ થતા આ નવા વિભાગમાં તમારે જે સવાલો પૂછવા હોય તે પૂછો – તમને આમંત્રણ છે. આ સવાલોના (તમે પૂછેલા નહીં, બીજાઓએ પૂછેલા પ્રશ્નોના) જવાબો આપવાનું પણ તમને આમંત્રણ છે. આ કામકાજનું સંકલન કરવાની જવાબદારી તો મારી ખરી જ…

આષાઢસ્ય પ્રથમ દિવસે

Day 2, મંગળવાર, ૨૬ મે ૨૦૦૯ બળબળતા ઉનાળામાં આષાઢ! વેબસાઈટ પર બ્લૉગિંગના પ્રથમ દિવસનો અનુભવ મૌસમના પહેલા વરસાદ જેવો જ હતો. આહલાદક અને સુગંધીદાર. નવા વિશ્વનો પરિચય થયો. પ્રથમ પ્રેમ જેટલો જ મુગ્ધ, નિર્દોષ અને નિખાલસ.

લગે રહો, ગુજ્જુભાઈ!

ગુજ્જુ શબ્દ માટે મને અણગમો છે. બચ્ચનજીને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વપરાતા બોલીવુડ શબ્દ માટે અણગમો છે એવો જ. પણ સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, અભિનિત અને પ્રોડ્યુસિત (સૉરી, નિર્મિત, બસ) ‘લગે રહો, ગુજ્જુભાઈ’ જોયા પછી આ એક અણગમો ત્રણ કલાક પૂરતો…

ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

શુભારંભ દિવસ: સોમવાર, ૨૫ મે ૨૦૦૯ આજે પચ્ચીસમી મે. હરકિસન મહેતા હયાત હોત તો આજે એમણે ૮૧ વર્ષ પૂરાં કર્યાં હોત. ૨૫ મે ૧૯૨૮થી ૩ એપ્રિલ ૧૯૯૮ સુધીની જીવનયાત્રા કોઈ પણ પત્રકાર, લેખક માટે પ્રેરણાદાયી છે. ‘ચિત્રલેખા’ની સ્થાપના વજુ કોટકે…