Category: પર્સનલ ડાયરી

સાલ મુબારક

સૌ બ્લોગમિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને પ્રભુ આપને તથા આપના પરિવારને સુખ, સમૄધ્ધિ તથા શાંતિ આપતા રહે એવી પ્રાર્થના! મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend

દિગંત ઓઝાના ઇન્ટરવ્યુની વીડિયો

મિત્રો, ગુજરાતીના સિનિયર મોસ્ટ પત્રકારોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં મૂકાતું એવા લેખક-નવલકથાકાર-તંત્રી અને આલા દરજ્જાના જાંબાઝ રિપોર્ટર (યાદ છે પાકિસ્તાન સરહદપાર કરીને  આપેલો એક્સક્લુઝિવ રિપોર્ટ) દિગંત ઓઝાના આઘાતજનક અવસાનને ત્રણ અઠવાડિયાં થયાં. મેં ઈ ટીવી પર દિગંતભાઈની જે મુલાકાત લીધી…

ઉપવાસનાં પારણાં થઈ ગયાં?

તો લો, હવે જુઓ આ રસોઈ શો! અને નક્કી કરો કે મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં? કઈ વાનગી બનાવી રહ્યો છું? વેલ, ૧ ઓક્ટોબરે મારા મિત્રો આતિશ કાપડિયા અને જે.ડી. મજીઠિયાની  કઈ ફિલ્મ આવે છે…બસ, તે  જ !…

દિગંત ઓઝા : બિછડે સભી બારી બારી

ઇન્ડિબ્લોગર્સની મુંબઈ મીટ વિશેની પોસ્ટનો ભાગ બીજો લખતા પહેલા આ એક અરજન્ટ પોસ્ટ: સુધીર માંકડના અવસાન સમયે ’સમકાલીન’માં લખેલા લેખમાં આ જ મથાળું મૂક્યું હતું. સુધીરભાઈનું એ ફેવરીટ ગીત હતું. દિગંતભાઈનું પણ હતું કે નહીં એનો ખ્યાલ નથી. આ બંને…

મુંબઈમાં ’ઇન્ડિબ્લોગર’ના બ્લોગર્સનો ફાઇવસ્ટાર મેળાવડો

’હું દસમા ધોરણમાં ફેલ થઈ પછી વેકેશનમાં ઈટલી ગઈ. ત્યાં ૬૦ વર્ષનાં એક ઈટાલિયનના પ્રેમમાં પડી અને અમે લગ્ન પણ કરી લીધાં. પણ થોડા જ વખતમાં એ મૃત્યુ પામ્યો. પછી હું રશિયા જઈને વસી. ત્યાં એક મોટું કૌભાંડ કરતા પકડાઈ…

પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૨

જો વાદા કિયા વો નિભાના પડેગા. નિભાયેંગે, પાકે પાયે નિભાયેંગે, જિલ્લે ઇલાહી. કાલે પ્રોમિસ આપ્યું હતું. આજે રેસિપી આપું છું. પાણીપુરીનો આત્મા એનું પાણી છે જે અમર છે. પુરી, મગ, ચણા, બુંદી,બટાટા, મીઠી ચટણી એ બધું જ ક્ષણભંગુર છે. પાણી…

પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૧

આજે એક કરન્ટ ટોપિક લેવો છે. પાણીપુરી મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા છે. મુંબઈમાં બાબુલનાથની પાણીપુરી સાથેની મારી મહોબ્બતનો નાતો ત્રણ દાયકા જૂનો. પાંચેક વર્ષ પહેલાં એ પાણીપુરીવાળાની ત્યાંના ટ્રાફિક પોલીસવાળાઓ સાથેની દોસ્તી તૂટી અને એ ગાયબ થઈ ગયો.…

‘લવ આજકલ’ ફરી એકવાર-૭

‘જિંદગીમાં શું કરવું છે તે નક્કી કરવું જેટલું અગત્યનું છે એટલું જ મહત્વનું એ છે કે જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે’ હવે તમને મારા પાગલપન વિશે વાત કરું. રક્ષાબંધનની સવારે બીજી વાર ‘આખું થિયેટર ભાડે…

`લવ આજકલ’ ફરી એકવાર-૬

`મોડું થઈ ગયું છે પણ… ઝિંદગી ખતમ નહીં હુઈ’ ‘યે ઈતને સાલોં સે મુઝસે દૂર જા રહી હૈ યા ઔર કરીબ આ રહી હૈ મેરે…’ વિક્રમને પરણ્યાના બીજા જ દિવસે દીપિકાને રિયલાઈઝ થાય છે કે ઇટ વૉઝ અ મિસ્ટેક. ‘લવ…

‘લવ આજકલ’: ફરી એકવાર-૫

‘મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે…’ સૈફને લંડનથી દિલ્લી જવાનું બહાનું મળી જાય છે. નવી ગર્લફ્રેન્ડ જો ઈન્ડિયા અને ‘તાજ મહાલ જેવા ઈન્ડિયન ટેમ્પલ્સ’ જોવા માગે છે. દિલ્લીમાં દિપીકાનું પુરાના કિલ્લાને રિસ્ટોર કરવાનું કામ શરૂ…