Category: ગુડ મૉર્નિંગ classic

લેખક અને વાચક

ઓલિવર ગોલ્ડસ્મિથે ‘શી સ્ટૂપ્સ ટુ કૉન્કર’માં લખ્યું છે કે જૂનું સઘળું મને ગમે છે: જૂના મિત્રો, સમય, જૂની રીતભાતો, જૂનો દારૂ અને જૂનાં પુસ્તકો. લેખક લખે છે ત્યારે એની પાસે એનું એકાન્ત હોય છે. લખાણ પ્રગટ થયા પછી એનું એકાન્ત…

શોખીન હોવું એટલે શું

માણસ શા માટે પ્રવૃત્તિ કરે છે? એ નવરો બેઠો નખ્ખોદ ન વાળે એટલે? નખ્ખોદ વાળવું એ પણ એક પ્રકારની પ્રવૃત્તિ કહેવાય. સતત કામ કરતાં કંટાળો આવે એમ ખૂબ લાંબા સમય સુધી કામ ન કરવાનો પણ કંટાળો આવે. માણસ કંટાળો દૂર…

જીવનના સારાંશના દિવસો

લાંબું જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલા વર્ષના આયુષ્યને લાંબું કહેવું અને કેટલાને ટૂંકું ગણવું? રાજ કપૂર સિક્સ્ટી પ્લસની ઉંમરે ગુજરી ગયા ત્યારે લાગતું હતું કે આ કળાકારે હજુ એક દાયકો ફિલ્મજગતને આપ્યો હોત તો? એ પછી સત્યજિત…

મિચ્છામિ દુક્કડમ્: આપણને માફી માગતાં આવડે છે?

દિવાળી પછીના બેસતા વર્ષે આપણે જે મળે તેને, હાલતાં ને ચાલતાં, ‘સાલ મુબારક’ કહેતા ફરીએ છીએ. એક દિવસ નહીં, મહિનો નહીં, આખું વરસ મુબારક જાય એની શુભેચ્છા કેટલી કેઝયુઅલી આપતા ફરીએ છીએ. ફોનબુક અને વૉટ્સઍપ કૉન્ટેક્ટ્સના તમામને ન્યુ યર પ્રોસ્પરસ…

આત્માનું મમ્બો-જમ્બો

આ વિષય પર અગાઉ ઘણી વખત લખી ચૂક્યો છું. હવે, ફરી એક વાર, અને છેલ્લી વાર. વનસ્પતિ સજીવ છે છતાં ગુલાબનું ફૂલ કરમાઈને ખરી પડે છે ત્યારે બીજાં ગુલાબો એકબીજાંને પૂછતાં નથી કે પેલા ખરી પડેલા ગુલાબનો આત્મા ક્યાં ગયો.…

આજના જમાનામાં પુરુષને પચાસ વર્ષની ઉંમર પછી પણ નિરાંતે જીવી શકાય એવો ગૃહસ્થાશ્રમ નથી મળતો

ભગવાને મરવાનું ફરજિયાત ન રાખ્યું હોત તો આજે દાદાના દાદા સાથે બેઠાં બેઠાં તારક મહેતા કા ઊલટા ચશ્મા આપણે જોતા હોત. વિજ્ઞાને માણસનું આયુષ્ય વધારી મૂક્યું છે. એક જમાનામાં પચાસની ઉપર પહોંચેલો પુરુષ ખર્યું પાન ગણાતો. આજે સાઠ-સિત્તેર વર્ષની ઉંમરે…

માણસે શું કામ સારા બનવું જોઈએ

આજના સમયમાં સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યોની વાતો કરનાર કાં તો બેવકૂફ ગણાય અથવા દંભી. જડતાવાદીઓ નીતિમૂલ્યોની વાતો કરે કે મુખવટો પહેરીને બીજાને છેતરવાના આશયથી લોકો આવી વાતો કરે ત્યારે તેઓ અનુક્રમે બેવકૂફ કે દંભી ગણાય એમાં કશું ખોટું નથી. પણ…