Category: ગુડ મૉર્નિંગ

હમ જિસે ગુનગુના નહીં સકતે વક્તને ઐસા ગીત કયોં ગાયા

ફિલ્મોમાં ન જામ્યું એટલે જગજિત સિંહે નાના મોટા કાર્યક્રમોમાં ભજન, ગઝલ અને શાસ્ત્રીય સંગીત ગાઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. પેડર રોડના ઘરમાં અમારી સાથે વાતચીતનો દૌર લંબાવતા જગજિતજી કહે છે: ‘તે વખતે મારો ઉદ્દેશ માત્ર ગઝલ જ ગાવી છે એવો નહોતો.…

કિસ મોડ સે શુરુ કરેં: જગજિત સિંહની જીવનયાત્રા

જિંદગીમાં સતત આગળ વધવા માગતો માણસ સ્મૃતિની સાથે શા માટે હંમેશાં પાછળ જવા આતુર રહેતો હશે. કદાચ કલ્પના કરતાં સ્મરણોમાં સલામતી વધારે લાગતી હશે. કલ્પનાઓ તૂટી શકે છે. આજે એવી વ્યક્તિ સાથે અતીતની યાત્રા કરવી છે જેમનો જાહેર ચહેરો એમના…

સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો?

સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો અને એ વાતનેય બે દાયકા વીતી ગયા. રાઈટ? રૉન્ગ. ગયા મહિને જ મુંબઈમાં અમારા ઘરથી બે મિનિટના અંતરે એક સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ખુલી: ‘જસ્ટ બુક્‌સ’ નામની. ગઈ કાલે અંદર જઈને નિહાળી અને આજે એની સભ્ય ફી ભરી.…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૯

ત્રાજવાનો કાંટો બરાબર મધ્યમાં આવે અને બેઉ પલ્લાં સમતોલ રહે એવું દાંપત્યજીવન અશક્ય છે અને શક્ય હોય તો પણ અનિચ્છનીય છે કારણ કે સમતુલા રાખવાના પ્રયત્નોમાં વહેલીમોડી કૃત્રિમતા ભળી જતી હોય છે. લગ્નજીવનમાં સતત રોમાન્સ શોધતાં પતિપત્નીને ટૂંક સમયમાં જ…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૮

લગ્નેતર સંબંધો ન જન્મે અને એ માટેની પૂર્વશરતરૂપે સંબંધેતર લગ્નો ન સર્જાય તેવી પરિસ્થિતિ ક્યારે શક્ય બને? સંબંધેતર લગ્ન ન સર્જાય એની તકેદારી લેવા માટે સાત મુદ્દા છે. ચાહો તો એને સપ્તપદી કહી શકો, ચાહો તો એને કુન્દનિકાબહેન કાપડિઆને યાદ…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૭

૪. લગ્નમાં સલામતીનું વળગણ માણસને પરવશ બનાવી દે છે. એ સલામતી પૈસા સંબંધી હોય, શરીર સંબંધી હોય કે પછી લાગણી સંબંધી. સલામતીની ઇચ્છા ન રાખવી એટલે લાપરવાહી કે બેજવાબદારીથી વર્તન કરવું એવું નહીં. પાછલી ઉંમરે પૈસા નહીં હોય તો શું…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો: ૬

૨. સંબંધેતરલગ્નના બીજા કારણના બે પેટાવિભાગ. એક તો, જેની સાથે પ્રેમ થયો એને પરણવું જ જોઈએ એવી માન્યતાઅને બે, રોમાન્સની-પ્રેમની પરાકાષ્ઠારૂપે લગ્ન જ હોઈ શકે એવી માન્યતા. આ બેઉ માન્યતા એકબીજા સાથે જોડાયેલી છે. લગ્નજીવન એટલે શું– એની અધકચરી સમજને…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૫

ફૅક્ટરીઓથી માંડીને હૉટેલ-રેસ્ટોરાં શરૂ કરવાનું લાયસન્સ લીધા પછી દર વર્ષે તમારા પ્રિમાઇસીસ પર ફૅક્ટરી ઇન્સ્પેક્ટરો ઇત્યાદિની અવરજવર શરૂ થઈ જાય છે. નિશ્ચિત ધોરણો મુજબનો તમારો કારભાર ચાલે છે કે નહીં તેની તપાસ થાય છે. ગુણવત્તાથી લઈને સલામતીનાં ધોરણો અમુક હદથી નીચે…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૪

સંબંધેતર લગ્નોનાં કારણો તરફ જતાં પહેલાં એક ઝડપી નજર લગ્નેતર સંબંધોનાં કારણો તરફ નાખી લેવી જરૂરી છે. આ બેઉ પરિસ્થિતિઓને એકબીજા સાથે સીધો સંબંધ છે. લગ્નેતર સંબંધોનાં કારણો તપાસતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીં મુદ્દો લગ્નેતર સંબંધોનો…

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૩

૧. પ્રથમ સ્તર તે માનસિક સ્તર. મનોમન એકબીજાની હાજરીની ઝંખના રહે કે એકબીજાની તસવીર આંખ સામે આવતી રહે  એ પછી આ સ્તર સર્જાય છે. રૂબરૂ મળ્યા વિના તમે જેની નિકટતાનો અહેસાસ કરી શકો એવી વ્યક્તિ સાથે માનસિક સ્તરે ખાસ્સા એવા…