ગુડ મૉર્નિંગ

“આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને”

એક વાક્યથી આખી જિંદગી બદલાતાં તો બદલાશે પણ જિંદગીનો એકાદ અંશ પણ જો બદલાઈ શકતો હોય તો એ વાક્ય સોનાનું. વાંચન જેના માટે પૅશન છે એનું સૌથી મોટું સદ્ભાગ્ય એ કે વખત જતાં એ સોનાની ખાણનો માલિક બની જાય છે…

અતીતની કસોટીઓ અનિવાર્ય હતી

કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને જે નાચ્યો હોવાનું કહેવાય છે તે જર્મન મહાકવિ ગટે લખે છે: ‘કુદરતની એક ખૂબ મોટી કૃપા એ છે કે જિંદગીમાં ખાલી પડતી જગ્યાઓ હંમેશાં પુરાઈ જતી હોય છે.’ અવકાશો વારંવાર સર્જાતા રહે છે જીવનમાં. કોઈકના જવાથી,…

સ્મૃતિ વિના માણસની આજ અધૂરી છે

સ્મૃતિ ન હોત તો? વીતી ગયેલા સમયની કોઈ યાદ ચિત્તમાં સંઘરાતી ન હોત તો? અતીતનાં સારાં-માઠાં તમામ સ્મરણો માણસ ભૂલી જતો હોત તો? તો એ અત્યારે છે એના કરતાં થોડોક વધારે સુખી હોત, થોડોક વધારે દુખી હોત. કુદરતે સ્મૃતિ આપી…

બ્લૉટિંગ પેપર અને ડકબૅક

ગાલિબના એક શેરનો મિસરા છે: બાઝીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે. આ દુનિયા મને બાળકોને રમવાના મેદાન જેવી ભાસે છે. દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો…

શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે?

એક સવાલ રહી રહીને થયા કરે છે. શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે? ફૉર ધૅટ મેટર શું દરેક સ્ત્રીએ સંસાર માંડવો જરૂરી છે? ઈન્ટરનેશનલી ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને એ હવા આજે નહીં તો કાલે ઈન્ડિયામાં પણ આવવાની. માણસ…

સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ ન લેવું જોઈએ

સેક્સ એક ટ્રિકી સબ્જેક્ટ છે. તમે ધારો તો પ્રચ્છન્નપણે આ વિષય દ્વારા વાચકોને ગલગલિયાં કરાવી શકો અને ધારો તો નિર્ભેળ વૈજ્ઞાનિક શાસ્ત્રીય હકીકતો જણાવી એમના અંગત જીવનને ઉપયોગી પણ થઈ શકો. સેક્સ શબ્દ હવે નાકનું ટોચકું ચડાવવું પડે એટલો, છોછવાળો,…

ફોર ડોર ફ્રિજ અને સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ વિનાની જિંદગી

જાહેરખબરોની ભરમારના આ જમાનામાં જીવવું દુષ્કર છે. એક તરફ એક એકથી ચઢિયાતી જાહેરખબરો ટીવી પર જુઓ અને બીજી તરફ જીવ બળે કે આમાંની કોઈ ચીજ તમારા માસિક અંદાજપત્રમાં ફિટ બેસે એમ નથી. જાહેરખબરો જોઈને ક્યારેક એવી ચીજો ખરીદવાનું મન થઈ…

સચિન તેન્ડુલકર અને બાળપણના વાનરવેડા

સચિન તેન્ડુલકર પાસે આજે શું નથી કે એને પોતાની આત્મકથા વેચીને પૈસા કમાવામાં રસ હોય. અને એક પુસ્તકના વેચાણમાંથી રાઈટરને મળી મળીને કેટલી રૉયલ્ટી મળે. સચિન જેવી સેલિબ્રિટીને અમુક લાખ સહેલાઈથી મળી જાય. જોકે, પોતાની રૉયલ્ટીની તમામ રકમ ‘અપનાલય’ નામની…

તમારી પાસે કઈ કાર છે, તમારું ઘર ક્યાં છે

એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં ભારતના ટોચના સ્ટેટસ સિમ્બોલ્સ ક્યા છે એની તપાસ કરવામાં આવી. તપાસમાં માલૂમ પડ્યું કે તમારું ઘર શહેરના ક્યા લત્તામાં છે એના પરથી તમારું સ્ટેટસ નક્કી થાય છે. (જાણે અત્યાર સુધી તમને ખબર જ નહોતી). અગાઉ પણ આવો…

અંતરાત્માની કોઈ સ્ટેટસ વેલ્યુ હોતી નથી

કન્ઝયુમર ગુડ્સના માર્કેટિંગની બોલબાલાના યુગમાં તમે પોતાની રીતે સુખી થવા માગતા હો તો એમને એ મંજૂર નથી કારણ કે તેઓ તમને પોતાની શરતે સુખી બનાવવા માગે છે. તેઓ એટલે ઉત્પાદકો અને એમની શરત કઈ? જે ઈચ્છાઓ નથી જન્મી એને જન્મ…