Category: ફિલ્મ રિવ્યુ

ઢેન્ટેણેન…! ‘કમીને’નો એક ઓર રિવ્યુ!

મારી તો ભઈ, એક પોલિસી છે. મને મળતો આનંદ હું બધા સાથે વહેંચું. ‘લવ આજ કલ’નો ઉલ્લાસ સાત દિવસ સુધી વહેંચતો રહ્યો. તો પછી મારા દુખમાં તમને કેમ સહભાગી ના કરું! દુખમાં અને મેં ભોગવેલા ટોર્ચરમાં પણ! એટલે જ આ…

‘કમીને’: ફાહિદ કપૂર અને વિફાલ ભારદ્વાજનું ફુરફુરિયું

‘મકબૂલ’, ‘બ્લ્યુ અમ્બ્રેલા’ અને ‘ઓમકારા’ જેવી અબોવ એવરેજ ફિલ્મના સર્જક અને આલા દરજ્જાના સંગીતકાર વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મ ‘કમીને’ અંડરવર્લ્ડની આંટીઘૂંટીમાં અટવાતા બે જુડવા ભાઈઓ (શાહીદ કપૂર)ની કહાની છે. બેમાંનો એક ચાર્લી ‘સ’ની જગ્યાએ ‘ફ’ બોલે છે અને બીજો ગુડ્ડુ…

‘અગ્યાત’ અને ‘તેરે સંગ’ : ફિલ્મ રેટિંગ્સ

‘તેરે સંગ’ એક એવા વિષય પરની ફિલ્મ છે જેના પર કલાકો સુધી ચર્ચા કરી શકાય. ‘કિડલ્ટ’ પાત્રો ધરાવતી આ ફિલ્મ માત્ર સીધીસાદી ટીન એજ લવ સ્ટોરી કરતાં કંઈક વિશેષ છે. સતીષ કૌશિક લિખિત-દિગ્દર્શિત ‘તેરે સંગ’માં કિશોર અવસ્થાના પ્રેમનાં અનેક પાસાં…

‘લવ આજકલ’: મૅન્ગો પીપલની પ્રતિગ્યા !

પ્રેમ એટલે શું? એ ક્યારે શરુ થાય? ક્યારે પૂરો થઈ જાય? લગ્ન પહેલાં જ? કે લગ્ન પછી? અને લગ્ન પછી પણ (એટલે કે એકબીજાની સાથેનાં લગ્ન પછી નહીં, કોઇક ત્રીજાની સાથે લગ્ન થયા પછી પણ) એ જૂનો પ્રેમ ચાલુ રહે…

‘લક’: કમનસીબીની બલિહારી

સંજય દત્ત સોનાના સ્મગલિંગ જેવી જરીપુરાણી રીતરસમોથી પૈસાદાર થવા નથી માગતો. એને રસ છે લોકોના નસીબથી પૈસા કમાવવામાં. ડેની દ્વારા એ નસીબદાર લોકોને શોધે છે- મિથુન ચક્રવર્તી, ઈમરાન ખાન (‘જાને તુ યા જાને ના’ ફેઈમ), શ્રુતિ હસન (ઈન્ટ્રોડ્યુસિંગ!), રવિ કિશન…

‘જશ્‍ન’: વાર્તાવાળી ફિલ્મ

આજકાલ ફિલ્મોમાં વાર્તા કે કથા ઓછી જોવા મળે છે. ઝાકઝમાળ, મોટી સ્ટારકાસ્ટ અને હિટ મ્યુઝિક હોય અને સ્ટોરી ના હોય તો ચાલી જાય એવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મોભીઓ તેમ જ નવોદિતો માનતા થઈ ગયા હોય એવો માહોલ છે. ‘જ્શ્‍ન’ આમાં…

‘શૉર્ટકટ’:પતલી ગલીની તકલાદી સફળતા

શેખર (અક્ષય ખન્ના) એક સ્ટ્રગલિંગ ફિલ્મદિગ્દર્શક છે અને રાજુ (અર્શદ વારસી) એનો મતલબી દોસ્તાર તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જુનિયર આર્ટિસ્ટ છે જેને અભિનયનો ‘અ’ આવડતો નથી છતાં ખ્વાબ જુએ છે સુપરસ્ટાર બનવાના. માનસી (અમૃતા રાવ) સુપરસ્ટાર છે. રાજુ ટૂંકા રસ્તે મોટી…

કમબખ્ત ઈશ્ક: ઝીરો ફિગર,માઇનસ સ્ટોરી

હિંદી સિનેમા જોવાના અને બનાવવાના અનેક હેતુઓમાંનો એક છે- મનોરંજન, અઢી કલાકનો પલાયનવાદ, ટાઈમપાસ (આ ગુજરાતી શબ્દ છે, મૂળ અંગ્રેજી પાસ ટાઈમ). `કમબખ્ત ઈશ્ક’ આ જ હેતુથી બનેલી ફિલ્મ છે. હેતુ કંઈ ખોટો નથી.  ખાટલે મોટી ખોડ એ છે કે…

‘ન્યુ યોર્ક’: 9/11 પછીના આ અમેરિકન શહેરની ઈમોશનલ થ્રિલર

એક મુસલમાન શા માટે ટેરરિસ્ટ બને છે અને કોઈ પણ મુસલમાને ગમે તેવાં દેખીતાં નક્કર કારણો હોય તો પણ, શા માટે ટેરરિસ્ટ ન જ બનવું જોઈએ – આ બે પૅરેલલ મૅસેજ આ ફિલ્મમાં છે. તમે વાડની ( કે ‘વાદ’ની )…