બેસ્ટ ઑફ સૌરભ શાહ

કેટલાંય લગ્નો ત્રીજા દિવસની શાકભાજી જેવાં હોય છે. કાછિયો એના પર ગમે એટ્લું પાણી છાંટે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો મળતો નથી… બે વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે, તૂટ્યા પછી પણ જે ટકી રહે તે સંબંધ નહીં, વ્યવહાર છે…

નિર્ણયો પછીના અફસોસ

June 26, 2009

નિર્ણય લેતી વખતે કોઇપણ માણસ માનતો નથી કે પોતે ઉતાવળિયું પગલું ભરે છે. એવી ખબર હોત તો એણે એવો નિર્ણય લીધો જ ન હોત (આ લેખ ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’માં અને ત્યાર બાદ મારા પુસ્તક ‘કેમ છો પુછાય છે ત્યારે તમે ખરેખર...

Read more »

ચાણક્ય કહી ગયો કે શત્રુ મદદ કરવા આવે તો સ્વીકારવી નહીં

June 24, 2009

બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય....

Read more »

જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો

June 23, 2009

જીવનના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? આ જિન્દગી તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ. વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં...

Read more »

બ્રાહ્મમુહૂર્તનો સમય શહેરમાં વેડફાઈ જાયછે

June 23, 2009

રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, સાધુપુરુષને સૂઈ ન રહેવું… કવિ રઈશ મનીઆરનો એક શેર છે: પડી સાંજ તો એટલી હાશ છે કે/કશુંક કાયમી મેં સવારે લખ્યું છે... રોજ સવારે એક સૂરજ ઊગે છે ત્યારે એના ઊગતાં પહેલાં દુનિયામાં ઘણું બધુ બની ચૂક્યું હોય છે. મધ્યરાત્રિ પછી કૅલેન્ડરમાંનો દિવસ...

Read more »

કોઈ તમારી પાસે સલાહ માગે ત્યારે

June 22, 2009

સલાહ માગનાર વ્યક્તિ તમારા કરતાં સમજમાં, અક્કલમાં, પુખ્તતામાં કે અનુભવમાં ઊણી છે એવુ માનવાની ભૂલ ક્યારેય ન કરવી સામે ચાલીને તો ન જ આપવી પણ કોઈ માગણી કરે તોય શિખામણ આપતા પહેલાં બે વાર વિચાર કરવો. સલાહ, અભિપ્રાય અને માર્ગદર્શન પણ શિખામણના ભાઈભાંડુ છે, ફરક એટલો કે તેઓ થોડા...

Read more »

દોસ્ત એ કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય

June 19, 2009

જેમની પાસે મિત્રોનું સુખ નથી તેઓ સમજવા તૈયાર નથી કે સોદાબાજી વગરના સંબંધોનું પણ અસ્તિત્વ છે આ જગતમાં દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમે એને બદલવાની કોશિશ નથી કરતા, તમારું એના પ્રત્યેનું વલણ બદલી...

Read more »

તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર

June 13, 2009

કોઈ પણ સંબંધનું ખરું મૂલ્ય પ્રથમ નહીં, અંતિમ મુલાકાતને આધારે નક્કી થતું હોય છે. પેઈન્ટિંગમાં પીંછીનો પહેલો લસરકો સૌથી મહત્વનો અને લેખ, વાર્તા કે કવિતામાં પ્રથમ વાક્ય કે પ્રથમ પંક્તિ સૌથી મહત્વનાં. પ્રથમ બ્રશ સ્ટ્રોક પછી જ બાકીના સ્ટ્રોક્સ કેવા આવશે તે નક્કી થાય છે. પહેલો જ લસરકો કે પહેલું...

Read more »

બેસ્ટ ઑફ સૌરભ શાહ

June 12, 2009

તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર કેટલાંય લગ્નો ત્રીજા દિવસની શાકભાજી જેવાં હોય છે. કાછિયો એના પર ગમે એટ્લું પાણી છાંટે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો મળતો નથી… બે વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે, તૂટ્યા પછી પણ જે ટકી રહે તે સંબંધ નહીં, વ્યવહાર...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME