Category: બેસ્ટ ઑફ સૌરભ શાહ

કેટલાંય લગ્નો ત્રીજા દિવસની શાકભાજી જેવાં હોય છે. કાછિયો એના પર ગમે એટ્લું પાણી છાંટે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો મળતો નથી… બે વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે, તૂટ્યા પછી પણ જે ટકી રહે તે સંબંધ નહીં, વ્યવહાર છે…

તમારું જ છે, તમને અર્પણ

લેખકો માટે પોતાના પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં સ્વજનો યાદ આવે કે સમજ ન પડે કોને અર્પણ કરવું પુસ્તકોનાં અર્પણની પણ એક સૃષ્ટિ હોય છે. આખા કોરા પાના પર ક્યારેક એક જ શબ્દ હોય- અમુકને, અને…

વરસાદ તમને નડે છે કે તમે વરસાદને

મુંબઈનો વરસાદ માણવો હોય તો છત્રી ઘરે મૂકી દેવાની. એક વિન્ડચીટર સાથે લઈ લેવાનું અને ગોલ્ફ શૉર્ટ્સ અથવા બર્મ્યુડા પહેરીને નીકળી પડવાનું. બાબુલનાથથી ચોપાટી આવીને ક્વીન્સ નૅકલેસના છેક છેવાડે દેખાતી ઑબેરોય તરફ ચાલ્યા કરવાનું. ન તો આ પ્રત્યક્ષ મિલનની ઝંખનાની…

માબાપ બનવાની કળા

આદર્શ સંતાનોની વ્યાખ્યાઓ બહુ સરસ રીતે બંધાઈ. પણ આદર્શ મા-બાપની વ્યાખ્યાનું શું? ભૂલો ભલે બીજું બધું મા–બાપને ભૂલશો નહીં એવાં ભજનો ગાઈને સંતાનો સમક્ષ માતાપિતાનો મહિમા તો આપણે ગાયો. પરંતુ શું ક્યારેય એક સારાં મા-બાપ થવાનો સભાન પ્રયત્ન આપણે કર્યો?…

જીવનના સારાંશના દિવસો

સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેર-બ્યાં‍શી-બાણુંનું , કશો ફરક પડતો નથી. લાંબુ જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલાં વર્ષના આયુષ્યને લાંબુ કહેવું અને કેટલાંને ટૂંકુ ગણવું? રાજ કપૂર સિક્સટી માઈનસની ઉંમરે ગુજરી જાય છે ત્યારે લાગે છે…

જૂનું ઘર ખાલી કરતાં

કશુંક છૂટે છે ત્યારે જે છૂટે છે તેની યાદ સતાવતી રહે છે, પણ બદલામાં જે મળે છે તેની પ્રાપ્તિની ઘોર અવગણના થાય છે.. કવિએ જૂનું ઘર ખાલી કરવાની વેદના ગાઈ છે. નવું ઘર વસાવવાના ભોગે એ વેદના ગવાઈ છે. અહીં…

બહુ બિઝી છો, આજકાલ?

જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે,જે ખરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનું ગમતું હોય છે. કામમાં ગળાડૂબ ખૂંપી જવા કરતાં કામમાં ગળાડૂબ ખૂંપેલા છીએ એવું માનવું ગમે. આજકાલ શ્વાસ લેવાનીય ફુરસદ નથી એવું કોઈકને…

તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી

રાખનાં રમકડાંને રામે, મારા રામે રમતાં રાખ્યાં રે ગીત કોણે લખ્યું ? ચરર ચરર મારું ચકડોળ ચાલે, કોણે ગાયું ? મીઠી યાદોમાં ખોવાઈ જવાય એવા સવાલો છે. હવે થોડાં થોડાં થાઓ વરણાગી, ઓ ભાભી તમે….. આ ગીત કઈ ફિલ્મમાં હતું…

ફરિયાદ: જ્યાં કરવાની છે ત્યાં થતી નથી

ફરિયાદ : જ્યાં કરવાની છે ત્યાં થતી નથી અને જ્યાં નથી કરવાની ત્યાં થતી રહે છે વાતવાતમાં ફરિયાદ કરીને પોતે સંપૂર્ણતાના કેટલા મોટા આગ્રહી છે એવું સ્થાપવાનો મોહ ઘણા લોકોને હોય છે. એક જમાનામાં મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમા રમાતી કોમનવેલ્થ ગેમ્સમાં…

કઈ જમીન પર કેવી ખેતી કરવી?

‘શેક્સપિયર સૈનિક બનવા ગયો હોત તો પહેલી જ લડાઈમાં કમોતે મર્યો હોત અને નેપોલિયન નાટક લખવા ગયો હોત તો પહેલા જ શોમાં પ્રેક્ષકોએ એનો હુરિયો બોલાવ્યો હોત’ શું કરવું છે આ જીવનમાં એ નક્કી કરવાનું કામ સહેલું લાગતું હોય કે…

ક્યાં છે મારા સોટીપોઠી, છેલછબો ને છકોમકો

રૂપાની ઘંટડી જેવો અવાજ ધરાવતી રાજકુમારી અને બત્રીસલક્ષણો રાજકુમાર રેલવે સ્ટેશન પર ન મળે.એમને મળવા બાળવાર્તાઓ સુધી જવું પડે ખાઈ પીને રાજ રાજ કરવું ગમે છે, પણ ગમતું બધું જ જીવનમાં થતું નથી. વાર્તાઓ, ખાસ કરીને બાળવાર્તાઓ, કદાચ એટલે જ…