Author: સૌરભ શાહ

જીવનના અંતે લાખના બાર હજાર બતાડતી બૅલેન્સશીટ જોવા મળે ત્યારે

પીએમનું સ્વચ્છતા અભિયાન ગજબનું છે અને દિમાગ પર છવાઈ ગયું છે. ખરેખર! રોજ ઝાડુપોતું કરીને ઘર સાફ રાખીએ છીએ, મન કેમ નહીં? બેચાર છ મહિને ગાડીને સર્વિસ સેન્ટરમાં મોકલી દઈએ છીએ, મનને કેમ નહીં? વરસમાં એક વાર ફેક્ટરી બે દિવસ…

તસવીરોના ટુકડાને ટુકડારૂપે જોઈને જ સંતોષ માનવાનો

આભાર મોદીજીના સ્વચ્છતા અભિયાનનો કે અમે શરૂઆત ઘરમાં સાફસૂફી કરવાથી કરી અને જૂની કૅસેટ્સ અને સીડીના ખોખામાંથી એક વિસરાઈ ગયેલું અણમોલ રતન હાથ લાગ્યું. શૅર કરું તમારી સાથે. મિર્ઝા ગાલિબ સિરિયલ વખતે એ બે ભેગા થયા હતા. ગુલઝાર અને જગજિત…

વેસ્ટર્ન મીડિયા અને ઈન્ડિયન મીડિયા: એમનો ડ્રોઇંગરૂમ અને આપણા બાથરૂમની ગટર?

છત્તીસગઢમાં પ્રેગ્નન્સી ન આવે તે માટે થતી સ્ત્રીઓની સ્ટરિલાઈઝેશનની સર્જરી પછી ૧૪ સ્ત્રી ગુજરી ગઈ અને બીજી અનેક જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે. ભારત માટે આ માઠા સમાચાર છે અને દેશના મીડિયા માટે આ ફ્રન્ટ પેજ સમાચાર છે, પ્રાઈમ ટાઈમ…

“આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને”

એક વાક્યથી આખી જિંદગી બદલાતાં તો બદલાશે પણ જિંદગીનો એકાદ અંશ પણ જો બદલાઈ શકતો હોય તો એ વાક્ય સોનાનું. વાંચન જેના માટે પૅશન છે એનું સૌથી મોટું સદ્ભાગ્ય એ કે વખત જતાં એ સોનાની ખાણનો માલિક બની જાય છે…

અતીતની કસોટીઓ અનિવાર્ય હતી

કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને જે નાચ્યો હોવાનું કહેવાય છે તે જર્મન મહાકવિ ગટે લખે છે: ‘કુદરતની એક ખૂબ મોટી કૃપા એ છે કે જિંદગીમાં ખાલી પડતી જગ્યાઓ હંમેશાં પુરાઈ જતી હોય છે.’ અવકાશો વારંવાર સર્જાતા રહે છે જીવનમાં. કોઈકના જવાથી,…

સ્મૃતિ વિના માણસની આજ અધૂરી છે

સ્મૃતિ ન હોત તો? વીતી ગયેલા સમયની કોઈ યાદ ચિત્તમાં સંઘરાતી ન હોત તો? અતીતનાં સારાં-માઠાં તમામ સ્મરણો માણસ ભૂલી જતો હોત તો? તો એ અત્યારે છે એના કરતાં થોડોક વધારે સુખી હોત, થોડોક વધારે દુખી હોત. કુદરતે સ્મૃતિ આપી…

બ્લૉટિંગ પેપર અને ડકબૅક

ગાલિબના એક શેરનો મિસરા છે: બાઝીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે. આ દુનિયા મને બાળકોને રમવાના મેદાન જેવી ભાસે છે. દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો…

શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે?

એક સવાલ રહી રહીને થયા કરે છે. શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે? ફૉર ધૅટ મેટર શું દરેક સ્ત્રીએ સંસાર માંડવો જરૂરી છે? ઈન્ટરનેશનલી ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને એ હવા આજે નહીં તો કાલે ઈન્ડિયામાં પણ આવવાની. માણસ…

સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ ન લેવું જોઈએ

સેક્સ એક ટ્રિકી સબ્જેક્ટ છે. તમે ધારો તો પ્રચ્છન્નપણે આ વિષય દ્વારા વાચકોને ગલગલિયાં કરાવી શકો અને ધારો તો નિર્ભેળ વૈજ્ઞાનિક શાસ્ત્રીય હકીકતો જણાવી એમના અંગત જીવનને ઉપયોગી પણ થઈ શકો. સેક્સ શબ્દ હવે નાકનું ટોચકું ચડાવવું પડે એટલો, છોછવાળો,…

ફોર ડોર ફ્રિજ અને સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ વિનાની જિંદગી

જાહેરખબરોની ભરમારના આ જમાનામાં જીવવું દુષ્કર છે. એક તરફ એક એકથી ચઢિયાતી જાહેરખબરો ટીવી પર જુઓ અને બીજી તરફ જીવ બળે કે આમાંની કોઈ ચીજ તમારા માસિક અંદાજપત્રમાં ફિટ બેસે એમ નથી. જાહેરખબરો જોઈને ક્યારેક એવી ચીજો ખરીદવાનું મન થઈ…