Month: September 2017

ખટાઉ પરિવાર અને ગવળી કુટુંબ

એનું નામ સચિન આહિર. ઉંમર વર્ષ ૪૫. પહેલાં મામાને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં સાથ આપ્યો. ર૦૦૪ની સાલ. અને પછી ર૦૦૯માં પોતે ચૂંટણી લડીને એમએલએ બન્યો. મામાનું નામ અરુણ ગવળી. દગડી ચાલનો ડૉન. અરુણ ગવળીને ત્રણ ભાઈ અને બે બહેન.…

પોલિટિશ્યન, પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટરગુડ

પોલિટિશ્યનો ગુંડા હોય એવી છાપ હિન્દી ફિલ્મોએ જે ઊભી કરી છે તે કંઈ બેબુનિયાદ નથી. અંડરવર્લ્ડના તાકાતવર ગૅન્ગસ્ટર્સ પોતાનું કામકાજ પોલિટિશ્યન, પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટર્સની મહેરબાની વિના બેરોકટોક ચલાવી જ ન શકે. પબ્લિક પ્રોસિક્યુટર્સ એટલે સરકારી વકીલો. ગૅન્ગસ્ટર્સને પોતાનો કેસ…

ગૅન્ગસ્ટર કે રૉબિનહૂડ

રિચર્ડ એટનબરોએ ગાંધીજી વિશે ફિલ્મ બનાવવી હોય તો એમણે નક્કી કરી લેવાનું હોય કે પોતે કોના પૉઈન્ટ ઑફ વ્યૂથી ફિલ્મ બનાવવા માગે છે – ગાંધીજીના કે અંગ્રેજોના. એ જ રીતે ભવિષ્યમાં કોઈ નેહરુના પૉઈન્ટ ઑફ વ્યૂથી ફિલ્મ બનાવે તો સરદાર…

‘…તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો’

રસિક એટલે જીવનને ભરપૂર જીવનાર. આ અંગત વ્યાખ્યા છે. બાકી સાર્થ જોડણીકોશ પ્રમાણે રસિક એટલે ભાવુક માણસ અથવા રસજ્ઞ. અને ભગવદ્ગોમંડળ મુજબ તો રસિકનાં ડઝનબંધ અર્થ છે જેમાંના કેટલાંક છે: રહસ્યને જાણનાર -મર્મજ્ઞ, સ્વાદ અને લાગણીવાળો માણસ, ઈશ્કની વાતોથી પોતાનું…

જેમ રડવાની મઝા હોય એમ ક્ન્ફ્યુઝ થવાની મઝા હોય

દુનિયાના જે વિદ્યમાન એવા ઉત્તમોત્તમ અભિનેતાઓ છે તેમાંના એક નસિરુદ્દીન શાહ ભારતના નિ:શંક સર્વશ્રેષ્ઠ અભિનેતા છે. એમને ફિલ્મમાં જોવા તો એક લહાવો છે જ, રંગમંચ પર સદેહે જોવાનો લહાવો વિશેષ છે. અને એમાંય ‘પૃથ્વી’ કે તાતા ‘એક્સપરિમેન્ટલ’ના સ્ટેજ પર તમારાથી…

કહેવાનું ઘણું હો ને કશું યાદ ના આવે

સ્મૃતિઓ સતાવતી હોય, અકળાવતી હોય ક્યારેક ત્યારે વિચારવું જોઈએ કે જ્યારે કશું યાદ નહીં રહે કે પછી સિલેક્ટિવલી યાદ રહેશે ત્યારે તમારી શું હાલત હશે. અલ્ઝાઈમર્સ પાછલી અવસ્થાનો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી. ડિમેન્શ્યિા એટલે સ્મૃતિભ્રંશ. ઉંમર વધતી જાય…

મોઢા પર સંભળાવી દેવું એટલે સાચેસાચું કહી દીધું એવું નહીં

મેં તો એમને મોઢા પર સંભળાવી દીધું એવું કહીને તમને ઈમ્પ્રેસ કરનારાઓ ઘણી વખત હિંમત બતાવનારા નહીં પણ ભવાડો કરનારા હોય છે એવું વિચાર્યું છે ક્યારેય? વિખ્યાત પત્રકાર એમ. જે. અકબર અત્યારે પોલિટિશ્યન તરીકે વધારે જાણીતા છે. મોદીસરકારમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી…

હિન્દુબાબાને ખુલ્લા પાડો તો સેક્યુલરવાદી, પાદરીબાબાને ખુલ્લા પાડો તો કોમવાદી?

૨૦૧૬ની ૯મી ડિસેમ્બરે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ની સ્થાનિક આવૃત્તિમાં ૪ ફકરાના (ચાર જ ફકરાના) સમાચાર છપાયા જેનું મથાળું હતું: ‘સગીર બાળા પર બળાત્કાર કરવા બદલ કેરળના કેથલિક પ્રીસ્ટને ‘પોસ્કો’ હેઠળ ડબલ જન્મટીપની સજા.’ આટલા મોટા સમાચાર. એક જ ફકરામાં સુવડાવી દેવામાં…

મિડિયાને ખબર છે કે કયા ધર્મના લોકોને ‘સાચવી’ લેવાના

આ વાંચશો ત્યારે તમને પહેલીવાર ખબર પડશે કે જેમ બાબા રામરહીમને બળાત્કાર બદલ સખત મજૂરી સાથેની જેલની સજા થઈ એમ જસ્ટ ગયા વર્ષે જ, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ફાધર સ્ટીફન જોસેફ નામના ૫૭ વર્ષના પાદરીબાબાને એક કરતાં વધારે સગીર બાળકો…

‘તરત લખાયછ ને તરત છપાયછ’

‘વીર, સત્ય ને રસિક, ટેકીપણું’. નર્મદના આ ચાર ગુણમાંથી વીરતા વિશે ગયા અઠવાડિયે વાત કરી. બાકીના ત્રણ વિશે આજે. નર્મદની સત્યપ્રિયતાનો ગુણ એની પોતાના માટેની સભાનતામાં પણ પ્રગટ થાય છે. ‘ડાંડિયો’માં એણે બીજાઓ વિશે તો જે લખવાનું હતું તે લખ્યું…