Month: September 2017

બધી જાહોજલાલી હોય ત્યાં જ કાળું ડિબાંગ અંધારું છવાય ત્યારે

મુુંબઈની ડૉન, શ્રીરામ અને સોલાપુરની લક્ષ્મી કૉટન મિલ્સના સ્થાપક લખમીદાસ ખીમજી મોરારજી મિલમાં પણ શેઠ મોરારજી ગોકુળદાસ જોડે શરૂમાં હતા. તેજપાલ હૉલ જેમના વારસદારોએ બાંધ્યો અને જી.ટી. સ્કૂલ, જી.ટી. હૉસ્પિટલ સહિતની અનેક સખાવતો જેમણે કરી તે શેઠ ગોકળદાસ તેજપાલે પોતાના…

પહેલાં સવાલ તો પૂછો

સવાલ કરો, પ્રશ્ર્ન પૂછો: વડીલો કહી કહીને થાકી ગયા, શિક્ષકો કહી કહીને કંટાળી ગયા કે ન્યુટનના માથા પર સફરજન પડ્યું ત્યારે એને સવાલ થયો કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું અને એમાંથી એણે ગુરુત્વાકર્ષણનો નિયમ…

કૅલેન્ડરમાં રવિવારો હોવા જોઈએ? કેટલા?

સોમવારની સવારથી જ રવિવારની રાહ જોવાનું શરૂ થઈ જાય છે. મન્ડે બ્લુઝને ભગાવવાનો આ જ એક ઈલાજ છે કે છ દિવસ પછી રવિવાર આવવાનો છે. ભલું થજો અંગ્રેજોનું જેમણે અઠવાડિયાનો એક દિવસ એમના ભગવાનની પૂજા કરવા માટે કામકાજ બંધ રાખવાનો…

કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું

માર્કેટિંગના જમાનામાં કેટલા લોકો આ વાત સાથે સહમત થશે કે કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું? અત્યારનો વખત તો એવો છે કે ખુદ અમિતાભ બચ્ચન અને આમિર ખાને પણ પોતાની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે કપિલ શર્મા કે તારક મહેતાના…

મૉડર્ન સ્કૂલ, ગોલ્ડન ભેલ અને સિક્કાનગર: એક જમાનાનો ચીનાબાગ બંગલો

‘જૂની મુંબઈના વિકાસમાં પારસી, ખોજા, ઈઝરાયલી (અર્થાત્ યહૂદીઓ-જ્યુઝ, તળ મુંબઈમાં મસ્જિદ બંદર-વેસ્ટમાં સ્ટેશનની નજીક જ ઈઝરાયલ મહોલ્લા નામની ગલી છે. પિન કોડ: ૪૦૦૦૦૯ લાગે.-સૌ.શા.), તે જ પ્રમાણે હિંદુઓમાં ભાટિયા, વાણિયા, લુહાણા, કચ્છી કોમોનો મોટો ફાળો હતો. ભાટિયાઓ મૂળ પંજાબ-જેસલમેર ભણીના.…

જૂનું મુંબઈ અને સ્વામી આનંદ

ગવલી અને ખટાઉના સંદર્ભમાં સ્વામી આનંદની ‘કુળકથાઓ’માંથી મુંબઈના ખટાઉ કુટુંબના ઈતિહાસનો અછડતો ઉલ્લેખ કર્યો. મુંબઈનું ગજબનું આકર્ષણ છે. જૂના મુંબઈનું, જે મુંબઈ જોયું જ નથી તે મુંબઈનું પણ ગજબનું ફેસિનેશન છે. વીસમી સદીની શરૂઆતનું મુંબઈ, વર્લ્ડ વૉર-ટુ સમયનું અને આઝાદી…

મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં તેને ઝળઝળીયાં સાથે અરજ કરી કે…

ટેક એટલે નિશ્ર્ચય, સંકલ્પ અને ટેકીપણું એટલે વચનબદ્ધતા, સંકલ્પબદ્ધતા. નર્મદ જ્યારે ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’ કહે છે ત્યારે ટેકીપણાનો ચોથો ગુણ એના જીવનમાં કઈ રીતે વણાયેલો છે તે આ સિરીઝના ચોથા તથા અંતિમ લેખમાં જોઈ…

ગેબમાંથી ઉપરવાળો જે મોકલે છે તે જ વિષયો સાચા

મારે ‘બ્લ્યુ વ્હેલ’ ગેમ વિશે લખવું જોઈએ? ફ્રેન્ક્લી આ મીડિયાએ ઉપજાવી કાઢેલી સનસનાટી છે. ગૌરી લંકેશની હત્યા કે મ્યાનમાંથી આવી ચડેલા રોહિન્ગ્યા મુસલમાનોની સમસ્યા કે પછી વિકાસ ગાંડો થયો છેની ટીકાઓ આ બધા જ મુદ્દાઓને જેટલું મહત્ત્વ અપાવું જોઈએ એના…

મિલો અને ગૅન્ગ વૉર: મુંબઈની સિકલ કેવી રીતે બદલાઈ

સુનીત ખટાઉની હત્યાના સંદર્ભે મુંબઈ પોલીસે વિજય અહિરની શોધ ચલાવી જે લાપતા હતો. સચિન અહિરની ધરપકડ થઈ પણ હત્યામાં તો સચિન અહિર અને અરુણ ગવળીના દુશ્મનોનો હાથ હતો, અમર નાઈકની ગૅન્ગનો હાથ હતો. શહેરની ક્રાઈમ બ્રાન્ચના બારેબાર યુનિટ્સ ચોવીસ કલાક…

હિંદી ફિલ્મોના પ્લૉટ કરતાં પણ ફેસિનેટિંગ એવા અંડરવર્લ્ડે ખટાઉ, સચિન અને સાલસકર આપ્યા

હિંદી ફિલ્મોમાં તમે કોર્ટમાં થતા ગોળીબારનાં દૃશ્યો જોયાં હશે. ફિલ્મી શૂટિંગમાં આવાં શૂટિંગનાં સીન ભજવવાનું ક્યારે શરૂ થયું એ વિશે ખાતરીપૂર્વક કોઈ જાણકાર જ રિસર્ચ કરીને કહી શકે. રિયલ લાઈફમાં ૧૮ એપ્રિલ ૧૯૯૪ના રોજ આવો સીન ભજવાયો જેમાં અરુણ ગવળીની…