Month: August 2017

સિંઘાનિયા વર્સીસ સિંઘાનિયા

ખરેખર તો શું મામલો હશે એની આપણને ખબર ક્યાં હોય પણ જાહેરમાં જેટલી વાતો બહાર આવે છે એના પરથી એટલું તારણ નીકળે છે કે એક જમાનામાં ફલેમબોયન્ટ લાઈફસ્ટાઈલ ધરાવતા, પોતાનાં પ્રાઈવેટ વિમાનો ઉડાડતાં અને દેશનું સૌથી શ્રેષ્ઠ, સૌથી મોંઘું સૂટનું…

જવાબદારીઓ અને દલીલો

આપણે પોતે જ્યારે જવાબદારી લેવા તૈયાર નથી હોતા અને બીજાનો વાંક કાઢવા આતુર હોઈએ છીએ ત્યારે આવું જ થાય છે. કેવું? એક સરસ કાર્યક્રમમાં પ્રવચન કરીને બહાર નીકળ્યો ત્યારે ફોયરમાં ઘણા બધા શ્રોતાઓને મળવાનો મોકો મળ્યો. સૌ પ્રસન્ન હતા અને…

જીવનમાં ‘પ્લાન બી’ની નહીં, યા હૉમ કરીને ઝંપલાવવાની જરૂર છે

આમ તો વૈકલ્પિક વ્યૂહરચનાને પ્લાન બી કહેવાય. આ સ્ટ્રેટેજિ ફેઈલ ગઈ તો એની અવેજીમાં તૈયાર રાખેલી બીજી સ્ટ્રેટેજિ અમલમાં મૂકવાની- લશ્કરથી માંડીને બિઝનેસ સુધીનાં ક્ષેત્રોમાં- પ્લાન બી હાથવગો રાખવાનું કૉમન છે, પણ જિંદગીમાં પ્લાન બી હાથવગો રાખનારાઓ પ્લાન એને અમલમાં…

સારા શ્રોતા, સારા દર્શક, સારા વાચક, સારા ભાવક હોવાની નિશાનીઓ

સૌથી પહેલી નિશાની તો એ કે ખોડખાંપણ કાઢવાનું ટાળીએ. પ્રવચન સારું હતું પણ માઈકમાં જરા ગરબડ હતી કે નાટક સારું હતું પણ પેલું પાત્ર નકામું હતું, નવલકથા સારી હતી પણ બાઈન્ડિંગ નબળું હતું, બાંસુરીવાદનમાં હરિપ્રસાદ ચૌરસિયા બેજોડ છે પણ હવે…

વૉટ્સઍપ, પુસ્તકો અને ભજિયાં

જેમણે જિંદગી આખી બે નંબરનો જ ધંધો કર્યો છે એમના માટે નોટબંધી અને જીએસટી પછી માર્કેટમાં મંદી છે. જે લોકોને સ્ટોરી-સ્ક્રીનપ્લેમાં ઈન્વેસ્ટ કર્યા વિના માત્ર માર્કેટિંગના હાઈપ પર ફર્સ્ટ વીકએન્ડમાં સો કરોડનો ધંધો કરી લેવો છે એમના માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં…

મેરા ભારત મહાન પાછળનાં કેટલાંક કારણો

સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડાંઓને ભારતમાં ભેળવી દેવાની કાર્યવાહી શરૂ કરી અને જ્યારે એક પછી એક સફરજન એમની ટોપલીમાં આવવા લાગ્યાં ત્યારે વિશ્ર્વની મહાસત્તાઓના પેટમાં કેવી ફાળ પડી હશે? અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન વગેરે બધાએ માની લીધું હશે કે ભારત…

ઈન્ડિયા, તિરંગો અને જનગણમન કે પછી ભારત, ભગવો અને વંદે માતરમ્

હિન્દુ ધર્મનો એક ફાંટો જ્યારે જુદો થઈને બૌદ્ધ ધર્મરૂપે પ્રસરવા લાગ્યો ત્યારે હિન્દુઓ પોતાને છોડીને નવા ધર્મમાં પ્રવેશનારાઓને ‘બુદ્ધુ’ અને ‘લુચ્ચા’ તરીકે ઓળખતા. માથાના કેશનું ‘લુંચન’ કરે તે ‘લુચ્ચા’ અને બૌદ્ધ ધર્મ અપનાવે તે ‘બુદ્ધુ’ વખત જતાં આ બેઉ શબ્દો…

જતાં જતાં લાત મારતાં જવાની કળા શીખવાડી, તમે

દસ-દસ વર્ષ સુધી ૮૦ ટકા હિન્દુ વસ્તીવાળા દેશના ઉપ-રાષ્ટ્રપતિ પદેથી કોઈ મુસ્લિમ વ્યક્તિ નિવૃત્ત થઈ રહી હોય ત્યારે એ જતાં જતાં તમને મોઢા પર કહી દે કે આ દેશમાં તો મુસ્લિમ લઘુમતી થર થર કાંપતી જીવે છે, ત્યારે તમને કેવું…

ગઈ કાલના સૌથી મોટા સમાચાર કયા હતા

ગઈ કાલ (બુધવાર)ના છાપામાં છપાયેલા, મંગળવારે બનેલા સૌથી મોટા ન્યૂઝ કયા? તમે તરત કહી દેશો કે અહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન વખતે થયેલો ડ્રામા. ના. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત. ના. પાંચસો અને બે હજારની નવી નોટોના બનાવટી ચલણ…

એક અતરંગી વિચાર

ક્યારેક મને લાગે કે કંઈક બનવાના, કંઈક કરી નાખવાના ધખારા છોડીને દુનિયામાં ઑલરેડી જે કંઈ છે એને માણવામાં જ સમય વિતાવવો જોઈએ. કેટલું બધું છે જેને માણવાનું તમે ગુમાવી દો છો. તમારા કરતાં લાખ દરજ્જે સારું લખનારા કેટલાય થઈ ગયા.…