તૂ મેરા સહારા હૈ મૈં તેરા સહારા હૂં

‘મેરા ગાંવ મેરા દેશ’નું ગીત ફીમેલ વૉઈસમાં ગવાશે એવું અનાઉન્સ થાય એટલે તમારું ગેસ વર્ક શરૂ થઈ જાય. કુછ કહતા હૈ યે સાવન તો ડ્યુએટ છે. તો પછી સોના લૈ જા રે હશે. ના, ના આયા આયા અટરિયા પે કોઈ ચોર હશે. અરે યાર, એ નહીં હાય શરમાઉં કિસ કિસ કો બતાઉં ઐસે કૈસે મૈં સુનાઉં સબ કો અપની પ્રેમ કહાનિયાં (માર્ક કરજો કહાની નથી, બહુવચન છે) બાલમા કી તીન નિશાનિયાંવાળું ગીત હશે જેમાં લક્ષ્મી છાયા ધર્મેન્દ્રને ડાકુ જબ્બરસિંહ (વિનોદ ખન્ના) મેળામાં ગુપ્તવેશે ક્યાં ઊભો છે એની ક્લ્યુઝ આપે છે. કુર્તા હૈ નીલા રંગ પઘડી કા પીલા… અને પછી… વહાં પીપલ કે નીચે મેલે મેં સબસે પીછે… પણ રિયલ ક્લ્યુ તો ધર્મેન્દ્રને કાનમાં કહી દે છે: કાલા કંબલ, કાલી પઘડી…

પણ ત્યાં જ ખંજરીનો અવાજ સંભળાય છે, તરત જ ઢોલક ઉમેરાય છે અને તમને સ્ટ્રાઈક થાય છે અરે, પાગલ આ જ ગીત હોય ને, કેમ ભૂલી ગયા:

માર દિયા જાય કે છોડ દિયા જાયે
બોલ તેરે સાથ કયા સુલૂક કિયા જાયે
જામ દિયા જાય કે ઝહર દિયા જાયે
બોલ તેરે સાથ કયા સુલૂક કિયા જાયે

કાંચ કી ચૂડિયા ભી મૈંને ખનકાઈ
અપની ઝુલ્ફેં ભી મૈંને તો બિખરાઈ
તુઝ કો ઝંઝીરે લેકિન પસંદ આયે
કૈદ કિયા જાયે કે છોડ દિયા જાયે
બોલ તેરે સાથે કયા સુલૂક કિયા જાયે

૧૯૭૧માં રિલીઝ થયેલી ‘મેરા ગાંવ મેરા દેશ’ના વિલનના નામ પરથી ઈન્સ્પાયર થઈને અમે ‘શોલે’ના વિલનનું નામ રાખ્યું હતું એવું જાવેદ અખ્તરસા’બે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે.

ઈન્ટરવલ આવી રહ્યો છે અને સમસ્ત બ્રાસ સેક્શનના વાદ્યકારો ઊભા થઈને માત્ર ચાર સેક્ધડનો ટુકડો વગાડે છે અને તમે બોલી ઊઠો છો: તુમને કભી કિસીસે પ્યાર કિયા? ઑડિયન્સમાં ટોટલ ધમાલ. જાણે કે રિશી કપૂર જાતે પોતે સ્ટેજ પર ગોળ ગોળ ફરતી ચકરડી પર હાથમાં ગિટાર લઈને ઝગમગ ઝગમગ થતા ફૂલ સિલ્વર ડ્રેસમાં ડાન્સ કરીને તમારા દિલ પર કબજો જમાવી રહ્યા છે. રિશી પણ રિશી હતા. એમની આગળ તો રણબીરનો પણ કોઈ ક્લાસ નહીં. કપૂર ફેમિલીની કેવડી મોટી લેગસી. ફર્સ્ટ જનરેશનમાં પૃથ્વી રાજ કપૂર. સેક્ધડ જનરેશનમાં રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર. થર્ડ જનરેશનમાં રણધીર કપૂર અને રિશી કપૂર. આટલું ઓછું હોય એમ ફોર્થ જનરેશનમાં કરિશ્મા, કરીના અને રણબીર. સલામ.

દસ જ મિનિટના ઈન્ટરવલ પછી પડદો ખૂલે છે ‘ઈમ્તિહાન’ના રૂક જાના નહીં તૂં કહીં હાર કે…થી અને એ પછીનું ગીત તમને ફરી સિક્સ્ટીઝમાં લઈ જાય છે: ‘નાઈટ ઈન લંડન’નું આ ગીત: નઝરના લગ જાયે કિસી કી રાહોં મેં, છુપા કે રખ લૂં આ તુઝે નિગાહોં મેં, તૂ ખો ન જાયે, ઓ માય લવ… મોહમ્મદ રફીસા’બનો અવાજ અને પડદા પર માલા સિન્હા અને બિશ્ર્વજીત.

લક્ષ્મીકાંત પ્યારેલાલે ‘ઈમ્તિહાન’માં જ એક યુનિક રિધમવાળું ગીત બનાવ્યું હતું. તનુજા પર ફિલ્માવાયેલું: ‘રોજ શામ આતી થી મગર ઐસી ન થી, રોઝ રોઝ ઘટા છાતી થી મગર ઐસી ન થી, યે આજ મેરી ઝિંદગી મેં કૌન આ ગયા…’

આ ગીત પછી લક્ષ્મી-પ્યારેની જોડીના સંગીતવાળી ઔર એક સુપરહિટ ફિલ્મનું યુગલ ગીત: સુન જા આ ઠંડી હવા, આહા થમ જા ઐ કાલી ઘટા… કૅન યુ ઈમેજિન કે અલમોસ્ટ ચાર મિનિટ લાંબું ગીત શરૂ થાય છે ત્યારે હીરોહીરોઈન ગાર્ડનમાં બે ઝાડ વચ્ચે બાંધેલા અલગ અલગ હેમોકમાં લાંબા થઈને ઝૂલે છે, આખું ગીત પૂરું થાય છે ત્યાં સુધી ઝૂલતા જ રહે છે. બીજી કોઈ એક્શન નહીં, કોઈ સ્ટેપ્સ નહીં. વચ્ચે વચ્ચે ફૂલ, ઝાડ, આકાશ બે-ચાર સેક્ધડ માટે દેખાય અને તરત પાછાં હેમોકમાં ઝૂલતાં રાજેશ ખન્ના અને તનુજા. કેવો લેઈડ બૅક જમાનો હતો.

ના, જો કે સાવ એવું નહોતું. ‘પથ્થર કે સનમ’ના તૌબા યે મતવાલી ચાલ પછી ‘ફર્ઝ’ના આ ગીત પરથી લાગે કે સાવ કંઈ આળસુ નહોતા આપણા હીરો હીરોઈનો. જિતેન્દ્રને મસ્ત બહારોં કા મૈં આશિક ગાતા જુઓ તો એમની દોડાદોડી અને ઉછળકૂદ જોઈને આપણને પરસેવો વળી જાય. આ ગીતની એક યુનિકનેસ એની શરૂઆતમાં અને વચ્ચે આવતું ‘ઉ…ઉ…ઉ…’ આ ‘ગાવા’ માટે મેલ લીડ સિન્ગરની સાથે કોરસ સિન્ગરને સામેલ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ હવે ક્લાઈમેક્સ તરફ જઈ રહ્યો છે. ‘ફર્ઝ’નાં ગીત કરતાં પણ ફાસ્ટ ધમાલ ગીત ‘અનહોની’નું પેશ થાય છે: મૈંને હોઠોં સે લગાઈ તો હંગામા હો ગયા… માય, માય શું ગીત છે. બિંદુજી (લક્ષ્મીકાન્તજીનાં તેઓ સાળી થાય એ તો તમને ખબર જ હશે. બેઉ બહેનો ગુજરાતી) અને આશા ભોસલેએ આ ગીતને અમર બનાવી દીધું તે છેક ત્રણ વર્ષ પહેલાં કંગના રાણાવત માટે ‘ક્વીન’માં પણ રિમિક્સ કરીને વાપરવામાં આવ્યું. બટ મસ્ટ સે કે ઓરિજિનલ ઈઝ ઓરિજિનલ.

અને હવે બાવીસમું ગીત એ આવે છે જેનાથી મેં આ ત્રણ લેખની શ્રેણીનો ઉપાડ કર્યો હતો: છુપ ગયે સારે નઝારે ઓયા કયા બાત હો ગઈ. ત્રેવીસમું ગીત ‘ઉત્સવ’નું. એક બીજાની પ્રિય સખીના પાત્રમાં રેખાજી અને અનુરાધા પટેલે આ ગીત ગાયું ત્યારે બેમાંથી કોઈનેય ખ્યાલ નહીં હોય કે થોડાંક જ વર્ષ પછી એ બંનેએ ગુલઝારસા’બની ‘ઈજાઝત’માં ટોટલી ડિફરન્ટ રોલ કરવાના આવશે. લતા મંગેશકર અને આશા ભોસલેએ એક જ ગીત માટે અવાજ આપ્યો હોય એવી ફિલ્મો કેટલી? કોઈ સંશોધક કહી શકે. મારે હિસાબે આંગળીના વેઢે ગણાય એટલી. આ ગીતમાં બેઉ બહેનોએ તથાકથિત કૉમ્પીટિશનને બાજુએ રાખી, એકબીજાની ચડસાચડસી કર્યા વિના, એકમેકને કૉમ્પ્લીમેન્ટ કરે અને સપ્લીમેન્ટ કરે એ રીતે ગાયું છે: વસંત દેવના શબ્દો છે:

મન ક્યું બહકા રે બહકા આધી રાત કો
બેલા મહકા રે મહકા આધી રાત કો
કિસને બંસી બજાઈ આધી રાત કો
જિસને પલકેં ચુરાઈ આધી રાત કો

અને કાર્યક્રમની ક્લાઈમેક્સ આવે એ પહેલાં ક્રેસેન્ડોનું ગીત: જુમ્મા ચુમ્મા દે દે. ‘હમ’ વખતે મહાન બચ્ચનજીનો પડતીનો કાળ શરૂ થઈ ગયો હતો છતાં સાહેબે શું જોરદાર, ભરપૂર એનર્જીથી સુદેશ ભોસલેના અવાજમાં પડદા પર આ ગીત ગાયું છે હેટ્સ ઑફ. જે માણસ શિખર પરથી ગબડ્યા પછી ખીણમાં પણ પોતાનું મનોબળ ટકાવી રાખે એ આજે નહીં તો કાલે વધુ ઊંચા શિખરે પહોંચે જ છે એ વાત મહાન બચ્ચનજી એ પુરવાર કરી આપી.

અને કાર્યક્રમનો અંત આવે છે. પ્યારેલાલજી કોટ ઉતારીને હાથમાં એમનું ગ્રીન વાયોલિન લઈને ખુરશી પર બેસી જાય છે. (અત્યાર સુધી, સાડા ત્રણ કલાક સુધી ઊભા ને ઊભા જ છે, સાહેબ). તમે જાણો છો કે ક્યું ગીત આવવાનું છે. વાયોલિનના સૂર સાથે જોડાયેલું એ તમારું ફેવરિટ ગીત છે. કોરસ પણ ફુલ ફોર્મમાં આવી ગયું છે. પ્યારેલાલજીની નમ્રતા જુઓ. વાયોલિન પર બો મૂકતાં પહેલાં ‘રેડી?’ એવું લીડ સિંગર્સને પૂછી લે છે, જાણે પરવાનગી માગતા હોય – તમે કહો તો શરૂ કરું. પ્યારેલાલના વાયોલિન વાદન સાથે ગીત શરૂ થાય છે અને થોડીક મિનિટો પછી પડદો પડે છે:

એક પ્યાર કા નગ્મા હૈ, મૌજોં કી રવાની હૈ
ઝિંદગી ઔર કુછ ભી નહીં, તેરીમેરી કહાની હૈ

કુછ પાકર ખોના હૈ, કુછ ખોકર પાના હૈ
જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ
દો પલ કે જીવન મેં એક ઉમ્ર ચુરાની હૈ
જિંદગી ઔર કુછ ભી નહીં…

તૂ ધાર હૈ નદિયા કી મૈં તેરા કિનારા હૂં
તૂ મેરા સહારા હૈ મૈં તેરા સહારા હૂં
આંખો મેં સમંદર હૈ આશાઓં કા પાની હૈ
ઝિંદગી ઔર કુછ ભી નહીં…

તૂફાન તો આના હૈ, આકર ચલે જાના હૈ
બાદલ હૈ યે કુછ પલ કા, છાકર ઢલ જાના હૈ
પરછાઈયાં રહ જાતી રહ જાતી નિશાની હૈ
ઝિંદગી ઔર કુછ ભી નહીં…

હાય, હિંદી ફિલ્મોનાં ગીતો ન હોત તો તો ક્યારનો આપઘાત કરી નાખ્યો હોત આપણે સૌએ.

આજનો વિચાર

મને તો પેલેથી જ ખબર હતી…

…કે એલઈડીના જમાનામાં ‘ટ્યુબલાઈટ’ ચાલે જ નહીં!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બૉયફ્રેન્ડ: આજે હું બહુ ટેન્શનમાં છું. મારી નોકરી જતી રહી છે. ભાડાનું મકાન પણ છોડવું પડ્યું છે. મૂડ જ નથી.

ગર્લફ્રેન્ડ: એ બધું જવા દે… અહીં જો.. મારા નવાં ચંપલ…

( મુંબઇ સમાચાર : સોમવાર, 26 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *