હિમોગ્લોબિન અને એટમોસ્ફિયરિક પ્રેશર વચ્ચે શું સંબંધ છે!

એ વર્ષ હતું જ્યારે દિગ્ગજ સંગીતકારોનાં આ ગીતો બિનાકા ગીતમાલામાં સરતાજ થયાં હતાં: દિલ એક મંદિર હૈ, ઈન હવાઓં મેં, ચલો એક બાર ફિર સે, આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મુઝકો અપને ગલે લગા લો, ઓ જાનેવાલે હો સકે તો, એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને, અય ગુલબદન ફૂલોં કી મહક કાંટોં કી ચુભન, રૂક જા રાત ઠહર જા, યે વાદિયાં એ ફિઝાયેં, પાંવ છૂ લેને દો ફૂલોં કો ઈનાયત હોગી, મેરે મહેબૂબ તુઝે મેરી મહોબ્બત, તુમ અગર મુઝ કો ન ચાહો, ઝરૂરત હૈ ઝરૂરત હૈ, ઝરૂરત હૈ, લાગા ચુનરી મેં દાગ, તેરા મેરા પ્યાર અમર.

આટલું ઓછું હોય એમ આ તમામ ગીતો જ્યારે બિનાકા ગીત માલાના ૧૯૬૩ના વર્ષના છેલ્લા બુધવારના કાર્યક્રમમાં વાગ્યા ત્યારે ચોટીનું ગીત હતું: જો વાદા કિયા વો નિભાના પડેગા અને છેલ્લેથી બીજી પાયદાન પર હતું: ગોવિંદા આલા રે આલા જરા મટકી સમ્હાલ બ્રિજબાલા, હજુય સાંભળો: ૧૭મા સ્થાન પર એક નવા ગીતકાર નામે ગુલઝારનું આ ગીત હતું: મોરા ગોરા અંગ લૈ લે.

સુપરહિટ સૉંગ્સની આ ધક્કામુક્કીમાં તમારે પણ તમારા ગીતને પ્રવેશ અપાવવો હોય તો કેવું ગીત સર્જવું પડે?

હંસતા હુઆ નૂરાની ચહેરા
કાલી ઝુલ્ફેં રંગ સુનહરા
તેરી જવાની તૌબા તૌબા રે
દિલરૂબા… દિલરૂબા… દિલરૂબા… દિલરૂબા

પહલે તેરી આંખોંને લૂટ લિયા દૂર સે
ફિર યે સિતમ તન તન કે દેખના ગુરૂર સે
ઓ દીવાને તૂ ક્યા જાને દિલ કી બેકરારિયાં હૈ ક્યા

જી ભર કે તડપા લે જી ભર વાર કર
સબ કુછ ગંવારા હૈ થોડા સા પ્યાર કર
તુ હૈ દિલ મેં, દિલ મુશ્કિલ મેં
અબ ના દિલ કી મુશ્કિલેં બઢા

૨૩ વર્ષના પ્યારેલાલ અને ૨૬ વર્ષના લક્ષ્મીકાંતે આ ૧૯૬૩માં ‘પારસમણિ’ માટે ફારૂક કૈસરના આ શબ્દોને સંગીતબદ્ધ કરીને લતા મંગેશકર તથા કમલ બારોટના અવાજમાં રેકૉર્ડ કર્યું. બિનાકા ગીત માલામાં વર્ષનું છઠ્ઠું સર્વશ્રેષ્ઠ ગીત ગણાયું.

ગુરુ કલ્યાણજીભાઈ પાસેથી વારસામાં મળેલો ઢોલકનો ઠેકો આ ગીતનો ટ્રેકમાર્ક છે અને પ્યારેલાલજીના પિતા રામપ્રસાદ મિશ્રાએ આપેલા વાયોલિનના આશીર્વાદ આ ગીતની જાન છે. એક વાત નોંધી લેજો તમે. ‘પારસમણિ’ તે વખતેય જૂના જમાનાની કે જુનવાણી લાગે એવી કોશ્ચ્યુમ ડ્રામા ફિલ્મ હતી. ધાર્મિક ફિલ્મોના અને સ્પેશ્યલ ઈફેકટ્સના બેતાજ બાદશાહ બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ હતી. છતાં લક્ષ્મીકાંત પ્યારેલાલે એક મૉડર્ન ફિલ્મમાં મ્યુઝિક આપતા હોય તે રીતે જાન રેડીને સંગીત સર્જ્યંુ. ‘હંસતા હુઆ નૂરાની ચહેરા’ની સુપરહિટ તર્જ ઓછી હોય એમ એ જ વર્ષે બિનાકામાં ૧૫મું ગીત પણ ‘પારસમણિ’નું જ, અસદ ભોપાલીના શબ્દો:

વો જબ યાદ આયે બહોત યાદ આયે
ગમ-એ-ઝિન્દગી કે અંધેરે મેં હમને
ચરાગ-એ-મોહબ્બત જલાયે બુઝાયે
આહટેં જાગ ઉઠી રાસ્તે હંસ દિયે
થામકર દિલ ઉઠે હમ કિસી કે લિયે
કઈ બાર ઐસા ભી ધોખા હુઆ હૈ
ચલે આ રહૈ હૈં વો નઝરેં ઝુકાયે
દિલ સુલગને લગા અશ્ક બહને લગે
જાને ક્યા ક્યા હમેં લોગ કહને લગે મગર રોતે રોતે હંસી આ ગયી હૈ
ખ્યાલોં મેં આકર વો જબ મુસ્કુરાયે
વો જુદા ક્યા હુએ ઝિંદગી ખો ગયી
શમ્મા જલતી રહી રોશની ખો ગયી
બહોત કોશિશેં કી મગર દિલ ના બહલા
કઈ સાઝ છેડે કઈ ગીત ગાયે
વો જબ યાદ આયે, બહોત યાદ આયે

લક્ષ્મી-પ્યારેની જેમ આર. ડી. બર્મને પણ એ જ કર્યું. કેટલી બધી એવી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું જે ફિલ્મ ભુલાઈ ગઈ પણ મ્યુઝિક યાદ રહ્યું. આજે પણ એ ફિલ્મનાં ગીતો જીવે છે. મદનમોહને પણ એ જ કર્યું. આ બધા પરથી શીખવાનું એ કે તમે ગમે ત્યાં કામ કરતા હો, રિલાયન્સ જેવી મલ્ટિનૅશનલમાં કે પછી કરિયાણાની દુકાનમાં – તમારા માલિકને કોઈ યાદ કરે કે ન કરે પણ તમને – તમારા કામને – સૌ કોઈ યાદ કરે. તમારા મર્યા પછી પણ યાદ કરે.

બીજે જ વર્ષે, ૧૯૬૪માં ‘દોસ્તી’નાં ગીતો માટે એલપીને પ્રથમ ફિલ્મફેર અવોર્ડ મળ્યો. ૧૯૬૪માં એક ઔર ફિલ્મમાં આ યુવાન સંગીતકાર જોડીએ મ્યુઝિક આપ્યું: ‘સંત જ્ઞાનેશ્ર્વર’. લતાજી અને મુકેશજી બેઉના સોલો વોઈસમાં ગવાયેલું આ પ્રાર્થનાગીત હજુય તમારા કાનમાં ગુંજે છે: જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો.

અને ૧૯૬૪માં જ હજુ એક ફિલ્મમાં લક્ષ્મી-પ્યારેનું સંગીત હિટ થયું: ‘મિસ્ટર એક્સ ઈન બૉમ્બે’. કિશોરકુમારે ગાયેલું કિશોરકુમાર પર જ ફિલ્માવેલું ગીત:

મેરે મહેબૂબ કયામત હોગી
આજ રુસ્વા તેરી ગલીયોં મેં મોહબ્બત હોગી
મેરી નઝરેં તો ગિલા કરતી હૈ
તેરે દિલ કો ભી સનમ તુઝ સે શિકાયત હોગી
તેરી ગલી મૈં આતા સનમ
નગમા વફા કા ગાતા સનમ
તુઝસે સુના ના જાતા સનમ
ફિર આજ ઈધર આયા હૂં મગર
યહ કહને મૈં દીવાના ખત્મ બસ આજ યે વહ રાત હોગી
આજ રુસ્વા…
મેરી તરહ તૂ આહેં ભરે
તૂ ભી કિસી સે પ્યાર કરે
ઔર રહે વો તુઝસે પરે
તૂને ઓ સનમ ઢાયે હૈં સિતમ
તો યે તૂ ભૂલ ના જાના
કિ ના તુઝપે ભી ઈનાયત હોગી
આજ રુસ્વા તેરી ગલીયોં મેં મોહબ્બત હોગી
મેરે મહેબૂબ કયામત હોગી

લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનાં ગીતોનો લાઈવ શો જોતાં જોતાં આવી તો અનેક માહિતીઓ, સ્મૃતિઓ દિમાગમાં અને દિલમાં સળવળી ઊઠે. ‘મિલન’ના મુબારક હો સબકો સમા યે સુહાના પછી ‘દાગ’નું સોલો ગીત અનાઉન્સ થાય છે. બીજું કયું ગીત હોઈ શકે? આ જસ્તો વળી:

મેરે દિલ મેં આજ ક્યા હૈ
તૂ કહે તો મૈં બતા દૂં
તેરી ઝુલ્ફ ફિર સંવારું
તેરી માંગ ફિર સજા દૂં
મુઝે દેવતા બનાકર તેરી ચાહતોંને પૂજા
મેરા પ્યાર કહ રહા હૈ મૈં તુઝે ખુદા બના દૂં
કોઈ ઢૂંઢને ભી આયે તો હમેં ન ઢૂંઢ પાયે
તૂ મુઝે કહીં છૂપા દે મૈં તુઝે કહીં છૂપા દૂં
મેરે બાઝુઓં મેં આકર તેરા દર્દ ચૈન પાયે
તેરે ગેસુઓમેં છૂપકર મૈં જહાં કે ગમ ભૂલા દૂં
મેરે દિલ મેં આજ ક્યા હૈ
તૂ કહે તો મૈં બતા દૂં

સાહિર લુધિયાનવીસા’બના શબ્દોએ લક્ષ્મીજી-પ્યારેજીએ કેવા દિલથી સજાવ્યા છે.

લેટ સિક્સ્ટીઝ અને સેવન્ટીઝમાં એલપી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર છવાઈ ગયા. કોઈ સંગીતકારે ન કરી હોય એટલી ફિલ્મો કરી. ૬૦૦થી પણ વધુ. અને એક-એક પ્રોડ્યુસર સાથે ક્યારેક તો ડઝન-ડઝન ફિલ્મો કરી. સુભાષ ઘાઈના એ ફેવરિટ સંગીતકાર. ‘કર્ઝ’ની પેલી ગિટારની ધૂન યાદ છે? (કાશ, અહીં યુ ટ્યુબની લિન્ક દરેક ગીતમાં મૂકવાની તસદી લેવાતી હોત). ગોરખ શર્મા નામના પીઢ ગિટારિસ્ટે એ ધૂન રેકોર્ડિંગ વખતે વગાડી હતી. પ્યારેલાલજી સ્ટેજ પર ગોરખ શર્માને આ કાર્યક્રમના લીડ ગિટારિસ્ટ તરીકે પેશ કરે છે. પબ્લિકની ફરમાઈશથી ‘કર્ઝ’ની એ ધૂન તેઓ શરૂ કરે છે અને તમને બધું જ યાદ આવી જાય છે; તમારો પુનર્જન્મ યાદ આવે તે પહેલાં ‘શાગીર્દ’નું જાઝ આધારિત સોફ્ટ રોમાન્ટિક ગીત શરૂ થઈ જાય છે: વો હૈ ઝરા ખફા ખફા, તો નૈન યૂં ચુરાયે હૈં… અને તરત જ ‘રોટી કપડા ઔર મકાન’નું ડ્યુએટ: મૈં ના ભૂલુંગા, મૈં ના ભૂલુંગી… ઈન રસમોં કો, ઈન કસમોં કો ઈન રિશ્તે-નાતોં કો… મૈં ના ભૂલૂંગા…

એ જમાનામાં દૂરદર્શન નવું નવું હતું અને મનોજકુમારે દૂરદર્શનના કેમેરાઝની સામે આ ગીતનું શૂટિંગ કર્યું હતું – દિલ્હીના ડી.ડી.ના સ્ટુડિયોમાં.

અને એ જમાનામાં ગૂગલ તો નહોતું. એટલે હિંદી ફિલ્મોમાંથી આપણને આ જ્ઞાન મળી રહેતું કે: યુ સી, ધ કોએફિશ્યન્ટ ઑફ ધ સિનિયર ઈઝ જક્સ્ટાપોઝિસન્ડ બાય ધ હિમોગ્લોબિન ઑફ ધ એટમોસ્ફિયરિક પ્રેશર ઈન ધ ક્ધટ્રી!

સમજ પડી? પણ મઝા તો આવી ને! બીકૉઝ યુ આર અ સોફિસ્ટિકેટેડ વિક્ટોરિયન ઈન્ટોકિસકેટેડ બાય ધ એક્ઝુબરન્સ ઓફ યૉર ઓન વર્બોસિટી!

યસ. ફિલ્મ ‘અમર અકબર એન્થની’ જેમાં લક્ષ્મીકાંત પ્યારેલાલજીના ગુરુ અને મહાન અરેન્જર એન્થની ગોન્સાલ્વિસને યાદ કરવામાં આવ્યા છે એ એન્થની ગોન્સાલ્વિસ થોડા વર્ષ પહેલાં જ ગુજરી ગયા.

‘ધરતી કહે પુકાર કે’નું ‘જે હમતુમ ચોરી સે, બંધે એક ડોરી સે, જઈયો કહાં એ હજૂર…’ અને ‘જીવનમૃત્યુ’નું ‘ઝિલમિલ સિતારોં કા’ રજૂ થયા પછી વારો આવે છે શિરડીવાલે સાંઈબાબાનો. બે અઠવાડિયા પહેલાં ‘મુંબઈ સમાચાર’ના અમારા તંત્રી નીલેશ દવેએ રવિવારની પૂર્તિમાં રાઈટલી લખેલું કે ભગવાનને પણ પી.આર. (પબ્લિક રિલેશન્સ)ની જરૂર પડે છે. ‘અમર અકબર એન્થની’ના આ ગીતે શિરડીના સાંઈબાબાના મુલાકાતીઓમાં સેંકડોગણો વધારો કરી આપ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક મનમોહન દેસાઈ પણ લાજવાબ સ્ટોરી ટેલર હતા. દીકરો રિશી કપૂર સાંઈબાબાની આગળ માગણી કરે છે અને તરત જ ચમત્કાર બને છે. મા નિરૂપા રૉય તરફ બે જ્યોત દોડી જાય છે અને માતાજીની દૃષ્ટિ પાછી આવે છે. ચમત્કારો આજે પણ બને છે! આ ગીત પૂરું થયું કે તરત જ મારા ચશ્માંના નંબર ઊતરી ગયા!

આજનો વિચાર

બંધ ઘરમાં એ જુઓ નખશીખ ભીંજાઈ ગયા
પત્રમાં મેં મોકલી’તી એક વરસાદી ગઝલ.

– ભાર્ગવ ઠાકર

એક મિનિટ!

એક છોકરીએ સાસરેથી એની મમ્મીને ફોન કર્યો.

‘મમ્મી, કાલે તારા જમાઈ સાથે ઝઘડો થઈ ગયો.’

‘હશે, બેટા! કોઈ વાંધો નહીં. પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરે.’

‘હા, મમ્મી. પણ હવે લાશનું શું કરું?’

( મુંબઇ સમાચાર : શનિવાર, 24 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *