Month: May 2017

બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈક અભાવનું સૂચક છે

ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા નવલકથાકારો એવા છે જેઓ રૂઢિવાદી બન્યા વિના પરંપરા સાથે અનુસંધાન રાખતા હોય, અને દેખાડો કર્યા વિના આધુનિકતાના સંપર્કમાં રહેતા હોય. એટલું નહીં, નીવડેલી નવલકથાઓ આપ્યા પછી પણ સતત નવાં ફલક ધરાવતી નવલકથાઓ લખતા રહ્યા હોય. વૅકેશનમાં…

‘હું શાંતિથી મરીશ, મેં જીવનને ચાહ્યું છે’

૭ મે ૧૮૬૧ના રોજ એમનો જન્મ. એંશી વર્ષ પછી ૭ ઑગસ્ટ ૧૯૪૧ના દિવસે એમણે વિદાય લીધી. આ આઠ દાયકામાં રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય કળા અને સાહિત્ય જગતમાં જે ઉમેરો કર્યો છે તે કરવા માટે અન્ય કોઈ પણ સમર્થ સર્જકે ઓછામાં ઓછા…

કહેવાની વાત, કહેવાની રીત

સંગીતની જેમ ભાષામાં પણ નિશ્ર્ચિત નિયમો હોય છે. સંગીતની જેમ ભાષામાં પણ સર્જકતા ઉમેરવા માટે ક્યારેક આ નિયમોને ઓળંગવા પડે છે, ઉવેખવા પડે છે. સ્થાપિત નિયમો તૂટ્યા પછી થતું સર્જન સાંભળીને કે વાંચીને કોઈ નવોદિત એમ કહે કે આજથી હું…

આંખ મીંચી દસ્તખત જ્યાં જ્યાં કહ્યા ત્યાં ત્યાં કર્યા, મેં જ લૂંટાવ્યું ઉઘાડેછોગ અજવાસે બધું

ક્યારેક થાય કે પુત્રકામેષ્ઠિ યજ્ઞ કરનારાઓ માટે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના ગઝલસંગ્રહ ‘મળેલાં જ મળે છે’નું વાચન કમ્પલસરી હોવું જોઈએ. આઈવીએફ વગેરે કૃત્રિમ ગર્ભાધાનથી સંતાન મેળવવા ઈચ્છતા દંપતીઓથી માંડીને પુત્ર માટે જાતજાતની બાધા માનતા માનનારાં પતિપત્નીઓએ પણ આ ગઝલસંગ્રહનું દિલથી પઠન…

ને પછી દિવસો સુધીની કરકસર, ભૂલથી તહેવારનું જીવી લીધું

તમે જ્યારે એવું માનવા લાગો છે કે હવે જિંદગીમાં બધું ગોઠવાઈ ગયું છે, ધાર્યું તમામ થઈ રહ્યું છે ત્યારે જ એક વાવંટોળ આવીને બિછાવેલી બાજી બગાડી નાખે છે. બધું જ વેરવિખેર થઈ જાય છે. તમે ઊંડી ખાઈમાં ધકેલાઈ જાઓ છો…

ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે

માબાપ ગુજરી જાય પછી એમની સ્મૃતિને વાગોળવાની મઝા આવતી હોય છે, પણ એમની હયાતી દરમ્યાન એમના અસ્તિત્વને માણવાની મઝા કેટલા લોકોને આવતી હોય છે? જાત સાથે હન્ડ્રેડ પર્સેન્ટ નિર્વસ્ત્ર થઈને આ પ્રશ્ર્નનો જવાબ કોઈ સાંભળે નહીં એ રીતે પોતાને આપવાનો.…

ધર્મદલાલો અને તબીબી બહારવટિયાઓ

ભગવાનને વેચવાનો અને તબિયત માટેની તમારી ચિંતાને વેચવાનો ધંધો આજની તારીખે ધમધોકાર ચાલે છે. તમારી આસ્થા ધર્મગુરુઓના બાપની જાગીર બની ગઈ છે. તમારા આરોગ્ય માટેની તમારી કાળજી ફાર્માસ્યુટિકલ્સ બનાવતી મલ્ટિ નૅશનલ કંપનીઓ માટે તમને ઈમોશનલ બ્લૅકમેલ કરવાનું કારણ બની ગઈ…

ભણવાની ઉંમર કામ કરવાની ઉંમર

વૅકેશન શરૂ થઈ ગયું છે અને દસમા પછી શું કરવું કે બારમા પછી શું કરવું એ વિશે કરિયર ગાઈડન્સ આપતા મોટિવેશનલ સ્પીકર્સમાં સલાહ-સૂચન-ઉપદેશો સાંભળવા ગાડરિયા પ્રવાહ ધસમસતો પહોંચી જવાનો. પૉલ આર્ડન ‘વૉટેવર યુ થિન્ક, થિન્ક ધ ઑપોઝિટ’ પુસ્તકમાં બહુ ઓછા…