Month: May 2017

કોણ સારું? આપણે કે રાજકારણીઓ? અને કોણ વધારે ખરાબ?

સમાજમાં તમને જે પ્રકારની વ્યક્તિઓ જોવા મળે છે તેના કરતાં રાજકારણમાં શું વધારે ખરાબ કે વધારે સારી વ્યક્તિઓ જોવા મળે છે? મારું નિરીક્ષણ છે કે બેઉ જગ્યાએ એકસરખી સારી અને એક સરખી વ્યક્તિઓ જોવા મળે છે. જે લોકો માને છે…

જીવન = મન + તન + સંજોગો

માણસનું જીવન જે ત્રણ બાબતોથી ઘડાય છે તેમાંની પહેલી ચીજ એનું મન છે અને આ મનને ઘણેબધે અંશે આપણે આપણું કહ્યાગરું કરી શકીએ છીએ, જો ધારીએ તો, દૃઢ સંકલ્પ કરીને મનને સતત હુકમો આપીને અંકુશમાં રાખીએ તો. બીજી બાબત છે…

તમારું જ મન તમારું કહ્યું કેમ નથી કરતું

માણસનું જીવન ત્રણ બાબતોને આધારે ઘડાતું હોય છે એવું મારું માનવું છે. આ ત્રણેય બાબતો વત્તેઓછે અંશે માણસના કાબૂમાં હોય છે અથવા એને કાબૂમાં લેવાનો એ પ્રયત્ન કરી શકે એવી હોય છે. આપણે માની લીધું છે કે ભગવાને આપણા માટે…

આબરૂ બચાવવા જતાં અંતરાત્માના અવાજને ખોઈ બેસતા લોકો વિશે

માણસની આબરૂ, એની શાખ, એની છાપ કે એના વિશે લોકો શું બોલે છે તેના પર બહુ મોટું વજન મૂકવામાં આવ્યું છે. આબરૂનું મહત્ત્વ એ હદ સુધી વધારી દેવામાં આવ્યું છે કે માણસ પોતાની આબરૂ સાચવવા ગમે તે કરવા તૈયાર થઈ…

ટ્રિપલ તલાક, ટ્રિપલ તલાક અને ટ્રિપલ તલાક

ત્રણ વાર તલાક બોલ્યા પછી છૂટાછેડા થઈ જાય એવી પ્રથાને કાયદો ગણવાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના અનેક ઈસ્લામી દેશોએ ત્યજી દીધું છે અને અહીં ભારતમાં મુસ્લિમો કરતાં વધુ સેક્યુલરિયાઓ ટ્રિપલ તલાકની તરફેણમાં વધારે લખે છે, બોલે છે. આ સેક્યુલરિયાઓ કહેતા…

લખે તે લેખક નહીં, વંચાય તે લેખક

જે લખે તે લેખક એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેનું લખાણ લોકો વાંચતા હોય તેને લેખક કહેવાય. જે અભિનય કરે તે અભિનેતા એવું ના હોય. અરીસા સામે ઊભો રહીને હું બચ્ચનજીની અદામાં એમના ફેમસ ડાયલોગ બોલતો હોઉં તો મને…

સરળતાથી મળે તેની લોકોને કિંમત નથી હોતી

સંતોષ અને અસંતોષ બેઉ જરૂરી છે જીવનમાં. લજ્જા અને નફ્ફટાઈ એ બંને પણ જરૂરી. ચાણક્ય સમજાવે છે કે ક્યારે શું જરૂરી છે. ‘ચાણક્યની વ્યવહાર-નીતિ’ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદ ચાણકયનીતિના આઠમા અધ્યાયના ૧૮મા શ્ર્લોકની સમજૂતી આપતાં ૪ વાત લખે છે. ૧. અસંતુષ્ટ…

કોઈએ તમારું અપમાન કર્યું હોય તો ગામ આખાને કહેવાનું નહીં

‘વિદુરનીતિ’ની જેમ સ્વામી સચ્ચિદાનંદે ‘ચાણક્યની વ્યવહારનીતિ’ નામનો ગ્રંથ પણ લખ્યો છે. સત્તર અધ્યાયના આ ગ્રંથના આરંભે સ્વામીજીએ નોંધ્યું છે કે ચાણક્યે પાંચ વ્યવહારોને આ ગ્રંથમાં સાંકળી લીધા છે: ૧. રાજવ્યવહાર, ૨. ધર્મવ્યવહાર, ૩. સમાજવ્યવહાર, ૪. અર્થવ્યવહાર અને ૫. કામવ્યવહાર. પ્રથમ…

અવાસ્તવિક વિચારોવાળા અને તરંગી કાર્યો કરનારાને યમદૂત લઈ જાય

વિદુરનીતિના પાંચમા અધ્યાયના આરંભે ૧૭ પ્રકારના માણસો બતાવવામાં આવ્યા છે જેમને યમદૂતો પાશમાં બાંધીને નરકમાં લઈ જતા હોય છે. અહીં સમજવાનું એ કે આ સત્તર પ્રકારના લોકોએ જીવતેજીવ નર્ક જેવું દુ:ખ ભોગવવું પડતું હોય છે. સ્વામી સચ્ચિદાનંદે આ શ્ર્લોકોનો સરળ…

સતત સંતાપ કરવાથી રૂપ નષ્ટ થઈ જાય

સંતાપ એટલે ખૂબ તાપ, ગરમી. કામ, ક્રોધ અને લોભ વગેરેથી ઊપજતો મનસ્તાપ. પીડા, દુ:ખ, પશ્ર્ચાતાપ, ઉદ્વેગ, કલેશ. સંતાપવું એટલે પીડા આપવી, દુ:ખ દેવું, હેરાન કરવું, પજવવું, વિતાડવું, બાળવું, ઉત્તાપ કરાવવો, કોચવવું, શોક કરવો. ભૂતકાળના પ્રસંગોને યાદ કરી કરીને લોહી બાળવાનો…