Month: April 2017

કોઈને મળવામાં ‘સમયનો અભાવ’ નડે છે ત્યારે

વાસ્તવિકતા* બહુ ક્રૂર હોય છે. ગઈ કાલે, રવિવારે, મારો એક લેખ મારા વૉટ્સએપ ગ્રુપના બધા વાચકો માટે પોસ્ટ કર્યો જેનું શીર્ષક હતું ‘એમને તમે છેલ્લે ક્યારે મળ્યા’. એફ. બી. પર સવારે નવ સવા નવ વાગ્યે પોસ્ટ થયો. અને દસને પાંચ…

મૃત્યુ વિશે વિચારવાનું બંધ કરીને માત્ર જીવો તમે

જેનું આગમન અનિશ્ર્ચિત હોય-ક્યારે આવશે ને ક્યારે નહીં તે નક્કી ન હોય અને જે અનિવાર્ય પણ હોય-આવવાનું તો ખરું જ, એના વિશે વિચારવાનું ન હોય, કારણ કે જ્યારે એને લગતી કોઈ પણ બાબત પર તમારો કાબૂ જ નથી તો એના…

સંઘર્ષ, સિદ્ધિ અને સેવા

માણસની પ્રવૃત્તિઓ ત્રણ તબક્કામાંથી પસાર થતી હોય છે. આરંભનો સમય સંઘર્ષનો હોય છે. કાંકરામાંથી હીરા છૂટા પાડવાનો એ સમય હોય છે. કઈ પ્રવૃત્તિઓમાં તમારે ડૂબી જવું છે અને કઈ ત્યજી દેવી છે તે નક્કી કરીને તમારો સમય, તમારી શક્તિ તથા…

સરદારથી સૉક્રેટિસ સુધી

જેટલા સારા વક્તા છે એટલા જ સારા એ શ્રોતા પણ છે. પૂજ્ય મોરારિબાપુની વાત કરું છું. અસ્મિતાપર્વના ત્રણ દિવસ દરમ્યાન બાપુ માત્ર સાંભળતા જ હોય છે. મંચ પરથી એક શબ્દ બોલવાનો નહીં. છેલભાઈ વ્યાસ અમરેલી રહે છે, ગુજરાતીના પ્રાધ્યાપક હતા.…

‘પાર્થભાઈ પાસે કરાવો તેવી રીતે આ છોકરાઓ પાસે કામ કરાવજો’

મહુવાનું કૈલાસ ગુરુકુળ પૂજ્ય મોરારિબાપુના વ્યક્તિત્વનું એક અભિન્ન પાસું છે. મહુવાની માલણ નદીના કાંઠે બાપુએ ૧૯૮૪માં વસાવેલા આ ગુરુકુળનો સમગ્ર કારભાર જયદેવ માંકડ સંભાળે છે. અલિયાબાડાસ્થિત ગંગાજળા વિદ્યાપીઠમાં શિક્ષણશાસ્ત્રનાં અધ્યાપિકાની ફરજ બજાવતાં રૂપલ માંકડ ‘આહુતિ’માં લખે છે એમ સમગ્ર સૌરાષ્ટ્રના…

કવિ કાગથી કિશોરી આમોનકર સુધી

‘હું તો દર નવ દિવસે મારું ઘર બદલી નાખું છું.’ એવું જ્યારે પૂજ્ય મોરારિબાપુએ ભોપાલની લેટેસ્ટ કથામાં કહ્યું ત્યારે તમને સ્ટ્રાઈક થાય કે આ સિલસિલો તો છેક પચાસ કરતાં વધુ વર્ષથી નિયમિત ચાલતો આવ્યો છે. સતત બહારગામ રહેવું, સતત ઘરથી…

મોરારિબાપુ: _થોડે મેં ગુજારા હોતા હૈ_ના માણસ

ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ જ્યારે કોઈનોય નિષેધ નહીં કરવાની, કોઈનેય બાકાત નહીં રાખવાની અને સૌને આવકાર આપવાની તથા સૌનો સમાસ કરવાની વાત કરે છે ત્યારે એ વાત વાંચવામાં બહુ રૂપાળી લાગે પણ એને જીવનમાં ઉતારવાનું કામ અત્યંત દુષ્કર છે. લગભગ અશક્ય…

અસ્મિતા પર્વ અને આહુતિ

‘હું નાણાંનો અને વ્યવસ્થાનો માણસ નથી’, આવું કહીને પૂજ્ય મોરારિબાપુએ તલગાજરડામાં યોજાયેલી ૬૦૦મી રામકથામાં જાહેર કર્યું હતું કે, ‘…સેવાકીય પ્રવૃત્તિઓનો ફેલાવો એટલો ન કરવો કે જેથી વ્યક્તિ પોતાનો આંતરિક વિકાસ ન કરી શકે.’ આજે તો હવે આ વાત કહ્યે પણ…

વાચકો, લેખકો અને પ્રકાશકોનો ત્રિવેણી સંગમ

‘ગુડરીડ્સ’ આમ તો અમેઝોનની માલિકીની છે પણ એમાં કમાણીનો કોઈ હેતુ નથી. વિશ્ર્વની કોઈ પણ ભાષાનાં પુસ્તકોના ચાહકોને એક છત્ર નીચે લાવતી આ વેબસાઈટમાં પુસ્તકરસિયાઓ માટે અખૂટ ખજાનો છે. ર૦૦૭માં શરૂ થઈ, બરાબર દસ વરસ થયાં એને. ક્યારેક ‘ટેડ ટૉક્સ’…

ફુલકા રોટલી અને બ્રેડ, ધર્મ અને રિલિજિયન, મંદિર અને મસ્જિદ

ઘણા વખતથી મનમાં એક વિચાર ઘૂમરાયા કરતો હતો. આપણી ફુલકા રોટલી, પુરી, આપણા પરાઠા, તંદુરી રોટી, નાન, કુલચા વગેરે માટે ફિરંગી પ્રજા બ્રેડ શબ્દ વાપરે છે. કારણ કે એમના કલ્ચરમાં ફુલકા રોટલી, પડવાળી રોટલી, સતપડી વગેરે જેવું કંઈ જ નહીં.…