Month: March 2017

વૉટ્સએપનાં ‘મંગળ સૂત્રો’ : તમારું સ્ટેટસ તમારી આજ છે કે આવતી કાલ!

[Read this article and see if I have quoted yours or your friends’ WhatsApp status!] આ અઠવાડિયે મને એકસાથે સેંકડો વોટ્સએપનાં સ્ટેટસ વાંચવાં મળ્યાં. સ્ટેટસનું ગુજરાતી શું કરીશું? એ સુવાક્યોને કે જીવનને મંગળ કરી બનાવતાં પ્રેરણાત્મક સૂત્રોને ‘મંગળ સૂત્ર’ કહી…

પંડિત રવિશંકર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનું બનારસ

પંડિત શિવકુમાર શર્મા પર્સનલી અમારા માટે શાસ્ત્રીય સંગીતનો કક્કો ઘૂંટાવનાર સંગીતકાર છે. હાલાં કિ હજુય અમે આ ક્ષેત્રે કક્કાથી સહેજ પણ આગળ નથી વધ્યા પણ એમના સંતુરવાદનથી શાસ્ત્રીય સંગીત સાંભળવાની અમે શરૂઆત કરી ત્યારે જઈને હવે અમે કાનસેન બની શક્યા…

કાળ ભૈરવનાં દર્શને

બનારસી પાન જેટલું જ જગમશહૂર છે બનારસી સંગીત. બીએચયુની મુલાકાત પછી રાત્રે સંગીતના જલસામાં જવાનું છે. આજે સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્મા પધારવાના છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી (બી.એચ.યુ.)માં હિંદીના પ્રૉફેસરની મુલાકાત નક્કી હતી પણ હવે સમય રહ્યો નહોતો. આવતી કાલે મહાશિવરાત્રિ…

મારો આશય મારી જાત સિવાય કોઈને ભૂંડા ચીતરવાનો નહોતો : તારક મહેતા

‘સફળ માણસો જ આત્મકથા લખતા હોય છે. મને ઘણી લોકપ્રિયતા મળી છે છતાં હું મને સફળ માણસ ગણતો નથી, કારણ કે મારે જે બનવું હતું તે હું બની શક્યો નથી. તો મારે મારી નિષ્ફળતાઓ વિશે શા માટે ન લખવું?’ તારક…

બચ્ચનજી અને સચિનના બનારસી ગુરુજી

આજે બનારસ શહેરની નહીં પણ એક એવા બનારસીબાબુની વાત કહું જે જગમશહૂર છે. વેલ, અલમોસ્ટ. અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકરના જ્યોતિષ ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયનો ઉલ્લેખ સિરીઝના આરંભે જ કર્યો. ઉપાધ્યાય ગુરુજીને મળવા જતાં પહેલાં જ્યોતિષ વિશેના મારા અંગત અભિપ્રાયોને મેં…

મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની

વારાણસી શહેરનો નકશો જુઓ તો નીચે દક્ષિણ તરફના લંકા વિસ્તારનો એક ખાસ્સો મોટો એવો ચન્ક તમને બનારસ હિન્દુ યુનિવર્સિટી-(બીએચયુ)નો દેખાય. આ યુનિવર્સિટી ફરતે બાઉન્ડરી વૉલ બનાવવાનો ખર્ચ જ ઘણો મોટો થયો હતો. પંડિત મદન મોહન માલવીય આ કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાપીઠના…

ટમાટર, ટિકિયા, ગોલગપ્પા, મલાઈ ટોસ્ટ અને જલેબી-કચૌડી

કાશી વિશ્વનાથનાં દર્શન કરીને અમે સીધા ભાગ્યા નજીકના લક્સા વિસ્તારમાં. અહીં દીના ચાટ અને કાશી ચાટ બેઉ અતિપ્રસિદ્ધ જગ્યાઓ છે. આજના માટે અમે દીના ચાટ પસંદ કરી. કાશી ચાટનો સ્વાદ કાલે કે પરમ દિવસે. દીના ચાટમાં સૌથી વધુ વખણાતી વાનગીનું…

હર હર ગંગે, હર હર મહાદેવ

ગંગોત્રી સેવા સમિતિના વડા પૂજારીના નેતૃત્વ હેઠળ વેદ તથા ઉપનિષદનો ઉચ્ચ અભ્યાસ કરી રહેલા પાંચ-પાંચ યુવાનો પિતાંબર પહેરીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવના શ્ર્લોક સાથે દીર્ઘ સમય સુધી શંખનાદ કરે છે. વારાણસીના દશઅશ્ર્વમેધ ઘાટ અને ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ પર સાંજની…