મુસ્લિમ પૉપ્યુલેશન બૉમ્બને ડિફ્યૂઝ કરવાના ઉપાયો

મુસ્લિમોના વસ્તીવધારાનો દર જે રીતે વધતો જાય તે માત્ર ચિંતાજનક જ નથી, આ દેશની પ્રજાના અસ્તિત્વ સામે વાગતી ખતરાની એવી ઘંટડી છે જેને સાંભળ્યા પછી પણ આ દેશના શાસકો આગામી દસ વર્ષમાં કંઈ નહીં કરે કે નહીં કરી શકે તો ભારતનું પતન નિશ્ર્ચિત છે.

દરેક દેશની પોતાની આગવી કાયદા વ્યવસ્થા છે. આ દેશમાં આવું તે કંઈ થઈ શકતું હશે એમ કહીને ચિલ્લાચિલ્લી કરી મૂકનારાઓને અવગણીને ગંભીર બનીને કેટલાક વિકલ્પો વિચારવા જોઈએ. ખૂબ મોટો વિષય છે આ, અહીં માત્ર એની ઝલક આપીને શ્રેણીની પૂર્ણાહુતિ કરીએ:

૧. સ્વામી દયાનંદ સરસ્વતીએ ‘શુદ્ધિ કાર્યક્રમ’ની ક્ધસેપ્ટ આપી હતી. જે લોકો હિન્દુમાંથી બીજા ધર્મમાં ક્ધવર્ટ થયા હોય કે પછી જેમના બાપદાદા કે પરદાદાના પરદાદા હિન્દુમાંથી ઈસાઈ કે મુસ્લિમ થયા હોય એમને જો પાછા હિન્દુ બનવું હોય કે ઈવન જે લોકો પહેલેથી જ હિન્દુ સિવાયના ધર્મોમાં હોય અને એમને હિન્દુ થવું હોય તો એમનું ‘શુદ્ધીકરણ’ કરીને, (એમના પર ગંગાજળ છાંટીને કે એમને ગાયત્રીમંત્ર કે કોઈપણ મહામંત્રનો જાપ આપીને) હિન્દુ તરીકે અપનાવી લેવા આ એક ઉપાય છે. ખોટેખોટા બૉમ્બ બ્લાસ્ટ્સ કેસોમાંથી સાતેક વર્ષે ફાઈનલી નિર્દોષ પુરવાર થયેલા સ્વામી અસીમાનંદજીએ ડાંગમાં મિશનરીઓ દ્વારા “ક્ધવર્ટ કરવામાં આવેલા વનવાસીઓને ખ્રિસ્તીમાંથી પાછા એમના મૂળ ધર્મમાં લાવવાનું અભિયાન આદર્યું હતું. લગભગ ૨૫-૩૦ હજાર લોકોને ફરી હિન્દુ બનાવ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ પણ આ અભિયાનને સમર્થન આપીને ડાંગના જિલ્લા મથક આહવામાં ‘શબરી કુંભ’નું આયોજન કરીને પોતાના તરફથી ખૂબ મોટો ટેકો આપ્યો હતો આ ઝુંબેશને. સ્વામી અસીમાનંદજીને સોનિયા ગાંધીની કૉન્ગ્રેસ સરકારે જે રીતે ઘાલી દીધા એ પછી આ ઝુંબેશ સહેજ મોળી પડી. મોદીના રાજમાં અસીમાનંદજી હેમખેમ બહાર આવી ગયા છે. હવે પાછી આ ઝુંબેશ જોર પકડશે. દસ-બાર વર્ષ પહેલાં વલસાડમાં યોજેલા એક કાર્યક્રમમાં અમે અસીમાનંદજીને પ્રમુખપદે નિમંત્ર્યા હતા અને એમણે જે ચોટદાર ભાષણ કર્યું હતું તે વખત આવ્યે યુટ્યુબ પર મૂકીશું. રિવર્સ ધર્માંતરણ એક ઉપાય થયો મુસ્લિમોની વસ્તીની ટકાવારી વધવાને લીધે જે ન્યુસન્સ ઊભું થશે તેને રોકવાનો.

૨. ગઈકાલે સ્વામી સચ્ચિદાનંદને કવૉટ કરીને દુબઈ-યુ.એ.ઈ.માં આરબોનું આધિપત્ય ઓછું ન થાય તે માટે બીજા મુસ્લિમો સહિત બિનઆરબો તરફ કેવો ભેદભાવ રાખવામાં આવે છે એની વાત કરી તેના સંદર્ભમાં એક વાચકે મને જણાવ્યું છે કે એ દેશોમાં બિનઆરબને ત્યાં બાળકનો જન્મ થાય તો એને આપમેળે એ દેશની સિટિઝનશિપ મળે જાય એવું નથી હોતું. બાળકનાં માતાપિતા જે દેશનાં હોય તેની કોન્સ્યુલેટ કે એમ્બસીમાં જઈને એ લાગતાવળગતા દેશની નાગરિકતા લઈને એ દેશનો પાસપોર્ટ કઢાવી લેવાનો, નહીં કે જે દેશમાં જન્મ થયો હોય તે દેશનો. આવા નાનામોટા અનેક કાયદાઓ ભારતમાં કરવા પણ જરૂરી છે અને હવે તો એ શક્ય પણ છે. આ થઈ બહારથી આવીને અહીં વસતી પ્રજાને મળનારા ખોટેખોટા હક્કો પરના ક્ધટ્રોલની વાત.

૩. અહીંના રહેવાસી હોય, ભારતના નાગરિક હોય એવા મુસ્લિમ સહિતના તમામ ધર્મોના લોકો પર અમુક બાળકોથી વધુ પરની પાબંદીનો કાયદો લાવવાનું કામ અઘરું છે, અશક્ય નથી. સરકાર તરફથી જાત જાતની જે સબ્સિડીઓ અને મદદો મળે છે તેના પર પણ અમુકથી વધુ બાળક ધરાવશો તો પાબંદી આવી જશે એવા કાયદા તો ચોક્કસ જ લાવી શકાય. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના અઢી લાખ રૂપિયા બેથી વધુ સંતાનો ધરાવનારાઓને ન મળે, સબ્સિડાઈઝ્ડ ગેસ સિલિન્ડર ના મળે કે પછી અનામત પ્રથા હેઠળ મળતા લાભો કે પછી હજયાત્રા માટે મળતી મદદ ન મળે એવું ઘણું ઘણું કરી શકાય અને દરેક કોમના નેતાઓને વિશ્ર્વાસમાં લઈને એ કરવું જ જોઈએ.

૪. મદરેસાઓ વગેરેમાં અપાતા ધાર્મિક શિક્ષણના નામે જ્યાં જ્યાં પ્રજાની ઉશ્કેરણી કરવાના ધંધા ચાલતા હોય, ધાર્મિક પ્રસંગોએ જ્યાં જ્યાં પોતાની કોમની સમૃદ્ધિ માટે બને એટલાં વધારે બચ્ચાં પેદા કરો – એવા ઉપદેશો અપાતા હોય એ બધાને દેશહિત વિરુદ્ધનાં ગણીને એ પ્રકારની પ્રવૃત્તિને એન્ટિ નૅશનલ તથા આતંકવાદી ગણવી જોઈએ અને એ મુજબનાં પોલીસ પગલાં પણ લેવાવાં જોઈએ. દરેકને પોતાનો ધર્મ પાળવાની છૂટનો મતલબ કંઈ એ નથી થતો કે ધર્મના નામે રાષ્ટ્રની પત્તર ખાંડવાની તમને છૂટ મળી જાય. સાથોસાથ કૉમન સિવિલ કોડ અને શરિયતનો કાયદો – આ બે વચ્ચેની મુસ્લિમ પ્રજાને સામૂહિક પસંદગી કરવાની છૂટ મળવી જોઈએ. જો રેફરેન્ડમમાં તેઓ કૉમન સિવિલ કોડની ના પાડે અને શરિયતનો કાયદો પસંદ કરે તો એમને ચાર બૈરાં કરવાની છૂટની સાથોસાથ રેપ બદલ શરીરના પૃષ્ઠ ભાગે પચાસ ફટકા ખાવાની, ચોરી બદલ કાંડા કાપવાની અને એવી બધી જ સજાઓ થવી જોઈએ. ટ્રિપલ તલાકની છૂટ માગનારાઓએ ઈસ્લામમાં જે જે કંઈ હરામ છે (દા.ત. શરાબ, સંગીત, સજાતીય સેક્સ) તે બધા બદલ શરિયત મુજબની પથ્થર મારીને મોત નિપજાવવાની કે પછી એવી જ બધી સજાઓ પોતાને થઈ શકશે એવું સ્વીકારી લેવું પડે. હસવું અને લોટ ફાકવું – બેઉ સાથે ના બને. ઈસ્લામિક દેશોમાં પણ જો એ શક્ય ન હોય તો ભારતમાં કેવી રીતે શક્ય બને?

૫. અને છેલ્લે, સેક્યુલરિઝમના નામે છાતી કૂટનારાઓને ઉત્તેજન આપવાનું બંધ થવું જોઈએ એટલું જ નહીં, એમની પ્રવૃત્તિઓ પર પાબંદી આવવી જોઈએ. આમાં હિન્દુ કુટુંબોમાં જન્મેલા સેક્યુલરિસ્ટો સૌથી મોટા ન્યુસન્સમેકર્સ હોય છે. પોતાની જાતને સવાયા મુસ્લિમ ગણતા આ રાજદીપો – બાપાઓ વગેરેઓ (ગુજરાતીમાંય ઘણા જ છે આવા)ની પ્રવૃત્તિઓ પર લગામ નાખવા જઈશું તો તેઓ ફ્રીડમ ઑફ પ્રેસ અને ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના નામે જગત આખું માથે લેશે. ભલે લે. તમારે જગતને કહી દેવું જોઈએ કે જ્યાં સુધી અમારા રાષ્ટ્રની એકતા અને અખંડતાનો સવાલ છે ત્યાં સુધી આવા કોઈપણ પ્રકારનાં અસામાજિક તત્ત્વોને અમે મનફાવે તે રીતે વર્તવાની છૂટછાટો આપી શકીએ નહીં. અમેરિકા તમારા સુપરસ્ટારને અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને પણ અલમોસ્ટ નાગા કરીને તપાસ્યા પછી જ એમના દેશમાં પ્રવેશ આપે છે ને તમે કંઈ બોલી શકતા નથી, કારણ કે એ એમનો દેશ છે, એમને એમના કાયદા બનાવવાનો હક્ક છે, એમ આ આપણું રાષ્ટ્ર છે, આપણને આપણી સુરક્ષા માટે, આપણા દેશને વિભાજિત થતો રોકવા માટે જે પગલાં લેવાં જરૂરી લાગે તે લેવાનો હક્ક છે. આમાં ક્યાંય ‘આ તો કટ્ટર હિંદુવાદ છે’ કહીને રાડારાડ કરવાની જરૂર નથી.

આપણા દેશની ભવ્ય પરંપરા અને સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ કરતાં વધારે જૂની. દુનિયામાં બહુ ઓછી સભ્યતાઓ આટલો લાંબો ઈતિહાસ ધરાવે છે. સનાતન ધર્મની વ્યવસ્થામાં આપણે સૌ ઊછર્યા છીએ, જીવ્યા છીએ અને સમૃદ્ધ થયા છીએ. તેન ત્યકતેન ભૂંજિથા:માં માનતી આપણી પ્રજા પોતાની સમૃદ્ધિને સૌની સાથે વહેંચીને જીવવામાં માને છે, પરંતુ જે ઘડીએ કોઈ આ સમૃદ્ધિ આપણી પાસેથી છીનવી લઈને આપણને જ આપણા દેશમાં સેક્ધડ ક્લાસ સિટીઝન બનાવી દેવાની વાત કરશે તે જ ઘડીએ આ દેશના સૈનિકો જ નહીં આ દેશના ઋષિમુનિઓએ પણ પરશુરામ – દ્રોણ બનીને શસ્ત્રો ઉઠાવવાં પડશે અને આ દેશના રાજાઓ – મોદી-યોગી ઈત્યાદિ-એ પણ સુદર્શન ચક્ર, ખડગ અને ધનુષ્યબાણ ચલાવવાં પડશે.

હિન્દુઓને ઉતારી પાડવામાં આ દેશના સેક્યુલર મીડિયાએ બહુ ભૂંડી ભૂમિકા ભજવી છે. (આવતી કાલે, સન્ડે મૉર્નિંગના લેખમાં, જુદા સંદર્ભમાં મેં એ જ વાત લખી છે જે આ સિરીઝના અનુસંધાનમાં વાંચવાનું ભૂલતા નહીં). આપણને આપણી જાત માટે શરમ આવે એવી રીતે આ સેક્યુલર બદમાશો આપણને હીન ચીતરી રહ્યા છે. પંડિત નેહરુના એ વારસાને મોદીએ આવીને થોડોઘણો રોક્યો છે પણ નેસ્તનાબૂદ નથી કરી શક્યા. જો કરી શકશે તો ભારતનો સુવર્ણકાળ પાછો આવશે.

આજનો વિચાર

તુમ હર ઘર સે અફઝલ નિકાલને કી બાત કર રહે થે. હમ કુછ ના બોલે. હમને એક યોગી ક્યા નિકાલા, આપ તો બુરા માન ગયે!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

મુલાયમ સિંહે નરેન્દ્ર મોદીને કાનમાં શું કહ્યું?

‘આપ કી ચાય કી દુકાન ખાલી હૈ ક્યા? અખિલેશ કો બૈઠા દેતે હૈં…’

( મુંબઇ સમાચાર : શનિવાર, 25 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *