મુસ્લિમોના વસ્તીવધારાની સામે શું શું કરવું પડશે

પ્રોબ્લેમ મુસ્લિમોની વસ્તીના વધારાનો નથી, મોટો પ્રોબ્લેમ એ વસ્તી વધી ગયા પછી એને તાબામાં રાખવાનો છે. હિન્દુ સંસ્કૃતિને તેઓ રગદોળી ન નાખે એની તકેદારી રાખવાનો છે. ભારતમાં મુસ્લિમોની વસ્તીના વધારાનો દર ક્ધટ્રોલમાં રાખવા માટે જે કંઈ થવું જોઈએ તે સરકારી ધોરણે તેમ જ બીજા તમામ પ્રયત્નો દ્વારા થવું જ જોઈએ. પણ એથી વધુ અગત્યનું કામ એ છે કે મુસ્લિમોની વસ્તી વધતી જાય એમ તેઓ પોતાની ઐતિહાસિક તથા ધાર્મિક પરંપરા મુજબ તમારા માથે ચડી ન જાય તે માટે શું કરવું?

સ્વામી સચ્ચિદાનંદે દુબઈના પ્રવાસવર્ણનમાં જે એક વાત લખી છે તેને ભારતમાં ઈમ્પ્લીમેન્ટ કરવાથી આનો ઉપાય મળી રહેશે એવું મને લાગે છે. તમે પણ જુઓ, તમને લાગે છે? જો લાગતું હોય કે આ ઉપાય સહી છે તો મોદીજીને પૂછી જુઓ કે એમને આ વાત કેવી લાગે છે.

‘મોરિશિયસ અને દુબઈનો પ્રવાસ’ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદે નોંધ્યું છે કે: ‘આરબો પાસેથી રાજ કરવાની મોટી શિખામણ તો એ લેવાની છે કે આરબ અમીરાતમાં માત્ર ૧૭% જ આરબો છે. બાકીની ૮૩% પ્રજા બહારની છે પણ વર્ષો સુધી આરબોનું જ શાસન રહે તેવી વ્યવસ્થા કરી છે. અહીં ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વગેરે દેશોમાંથી હજારો લોકો આવે છે. તેમને કામ કરવાની પરમિટ આપવામાં આવે છે. પરમિટ પૂરી થયા પછી પોતાના દેશ પાછા જવું પડે છે અને ફરીથી પરમિટ કઢાવીને પાછા આવી શકાય છે. કોઈ ગમે એટલાં વર્ષો સુધી અહીં રહે તો પણ કદી એ અહીંનો નાગરિક થઈ શકતો નથી. હા, કમાઓ, ખાઓ, આનંદ કરો અને પછી પોતાને દેશ ચાલ્યા જાઓ. આ કારણે ૧૭% આરબ પ્રજા જ રાજ કરે છે. તેમને ભવિષ્યની કોઈ ચિંતા નથી. આ ખરી બુદ્ધિમત્તા કહેવાય.’

દુબઈવાળું મૉડેલ કંઈ યથાતથ ભારતમાં લાગુ ન પાડી શકાય કારણ કે ભારતની સમસ્યા ઘણી જુદા પ્રકારની છે. પણ પહેલાં તમે જાણી લો કે સ્વામી સચ્ચિદાનંદે શું લખ્યું છે:

‘આપણે ત્યાં આઝાદી માટે લડનારો, કુરબાન થનારો વર્ગ દિનપ્રતિદિન ઘટી રહ્યો છે અને શાસનનાં સૂત્રો તેના હાથમાંથી છૂટી રહ્યાં છે. આઝાદીની લડતમાં જેમનું ખાસ મહત્ત્વનું કશું પ્રદાન ન હોય તેવા લોકોના હાથમાં સત્તાનાં સૂત્રો સરકી રહ્યાં છે. ઉપરથી બાંગ્લાદેશના ઘૂસણખોરો વગેરે અહીં ઘૂસી આવે છે. લાખોની સંખ્યામાં આવેલા આ વગર બોલાવ્યા મહેમાનોને રૅશનકાર્ડ, નાગરિકતા વગેરે કાઢી આપવામાં આવે છે. આ રીતે સત્તાનું બૅલેન્સ બગડી રહ્યું છે. ડાહ્યા માણસોને ચિંતા થાય છે કે ભવિષ્યમાં અમારું અને આ દેશનું શું થશે? આવી ચિંતા અહીંના દુબઈના અને સંયુકત આરબ અમીરાત – યુ.એ.ઈ.ના આરબોને નથી, કારણ કે સત્તામાં સૂત્રો તેમના હાથમાં જ રહેવાનાં છે. અહીં કોઈની ઘૂસણખોરી શક્ય નથી, સહ્ય નથી.’

આપણને સૌને ખબર જ છે અને સચ્ચિદાનંદજીએ પુસ્તકમાં નોંધ્યું પણ છે કે દુબઈમાં ધર્મપ્રચાર કે ધર્માંતરની સખત મનાઈ છે. હિન્દુઓ કહે છે કે જો દેવદેવીઓનાં ચિત્રોવાળું પાર્સલ વગેરે આવે તો આ લોકો તોડી નાખે છે. ઈસ્લામ સિવાયના કોઈ ધર્મપ્રચારક અહીં આવીને પ્રચાર કરી શકતા નથી. હા, પોતાના મંદિરમાં (બંધબારણે) કથાપ્રવચન કરી શકે, બહાર ખુલ્લામાં નહીં.

સ્વામીજી એક ઉદાહરણ આપે છે: એક વાર એક સદ્ગૃહસ્થ અહીં ભગવાં કપડાં પહેરીને આવેલા. શારજાહના હવાઈ મથકે તેમને રોકી દીધા અને કહ્યું કે સાદાં કપડાં પહેરો તો જ શહેરમાં જવા દઈએ. પેલો પણ અડી ગયો કે જવા દેવો હોય તો આ જ વસ્ત્રોમાં જવા દો, નહિ તો હું પાછો ચાલ્યો જઈશ. તે સજ્જનનો દીકરો આવ્યો અને તેમને સમજાવીને બજારમાંથી નવાં કપડાં લાવીને પહેરાવીને પછી માંડ લઈ જવાયા. આવી કડક વ્યવસ્થા છે. સ્વામીજી લખે છે: ‘આ કારણે કોઈનું પણ ધર્માંતર થઈ શકતું નથી. આપણે ત્યાં આપણે ધર્માંતરની પૂરેપૂરી છૂટ જ નહિ – ઉપરથી સગવડો પણ કરી આપી છે. પ્રતિવર્ષ હજારો-લાખો માણસો ધર્માંતર કરીને હિન્દુ પ્રજાની ટકાવારી ઘટાવે છે. ધર્માન્તરમાંથી સમાનાન્તર અને સમાનાન્તરમાંથી રાષ્ટ્રાન્તર થતું હોય છે. પાકિસ્તાન એનુું દૃષ્ટાંત છે.’

આવો જ કિસ્સો, જુદા સંદર્ભમાં તારક મહેતાની ઑટોબાયોગ્રાફી ‘ઍકશન રિપ્લે’માં પણ છે. એઈટીઝના અરસામાં એક વાચકે એમને દુબઈ તો બોલાવ્યા પણ પાસપોર્ટમાં ઓક્યુપેશન, રાઈટર, જર્નલિસ્ટ એવું લખ્યું હોવાથી તારક મહેતાનો દુબઈ પ્રવેશ શક્ય નહોતો. પછી યજમાને લેખિત બાંહેધરી આપવી પડી કે આ મોંઘેરા મહેમાન અહીં આવીને દુબઈ વિશે કંઈ નહીં લખે. જો શરતભંગ થશે તો યજમાન પર તવાઈ આવશે એવી શરતે એમને ચોવીસ કલાક એરપોર્ટ પર ગોંધાઈ રહ્યા પછી દુબઈમાં જવાનું મળ્યું. પાછા આવ્યા બાદ કોઈએ કહ્યું કે દુબઈ વિશે સારું સારું લખો તો ત્યાંની સરકાર થોડી કંઈ વાંધો લેવાની છે? તારક મહેતાએ જેઠાલાલ – ટપુડાની સવારી દુબઈમાં પહોંચાડી. એ હાસ્ય લેખોમાં ક્યાંય કરતાં ક્યાંય દુબઈ વિશે એક અડધો અક્ષર પણ ઘસાતું નહોતું લખાયું. પણ તારક મહેતા લખે છે કે એ છપાયા પછી શું થયું એની ખબર નથી પણ યજમાને (મુસ્લિમ વાચક હતા) એમની સાથે કાયમનો સંપર્ક તોડી નાખ્યો.

કાયદો એટલે કાયદો. એટલું આપણે આના પરથી તારણ કાઢવાનું. સ્થાનિક પ્રજા ઉપર બહારની પ્રજા હાવી ન થઈ જાય તે માટે આરબોએ શું કર્યું? સ્વામીજી લખે છે કે શેખે જોયું કે હું તો માલામાલ થયો, આવનારી પ્રજા પણ માલામાલ થઈ, પણ મારા આરબોનું શું? તેઓ તો બિચારા હતા તેવા ને તેવા જ રહી જશે. તેથી તેમણે કાયદો કર્યો કે બહારથી આવનાર વ્યાપારી કે ઉદ્યોગપતિઓ ૫૧% ભાગીદારી અહીંના કોઈ આરબની રાખવી પડશે. પણ સાથેસાથે એ પણ કર્યું કે ભલે ૫૧% ટકા ભાગીદારી હોય પણ (મૂડી વગરના) આરબ ભાગીદારને જો ઉચ્ચક ૩૦-૪૦ હજાર દીનાર જ આપી દીધા હશે તો એની કોઈ દખલ નહીં રહે. આ રીતે દરેક ધંધામાં મૂળ આરબને ભાગીદાર બનાવવો પડે. તેને ૩૦-૪૦ હજાર દીનાર આપી દીધા પછી બાકીની કમાણી તમારી. પછી ભલે તે લાખોની હોય. એક આરબ જો બેત્રણ પેઢીઓમાં ભાગીદાર થઈ જાય તો એને વધુ આવક થાય. આ રીતે શેખે પોતાના ૧૭% આરબોને પણ સુખી કરી દીધા.

સ્વામીજી અહીં વિશેષ ટિપ્પણી ઉમેરતાં નોંધે છે કે લગભગ આવો જ કાયદો આપણા કાશ્મીરમાં છે. પણ તેમને આવું કરતાં આવડતું નથી તેથી લાભ મેળવી શકતા નથી. ઉપરથી કાયદાની સ્થિતિ બહુ જ બગડેલી હોવાથી વ્યાપારીઓ તો શું પ્રવાસીઓ પણ કાશ્મીર જતાં ડરે છે જેથી કાશ્મીરીઓની આવક ઘટી ગઈ છે જે પોતે જ પોતાના પગ પર કુહાડો મારવા જેવી વાત થઈ.

હવે મેઈન વાત આવે છે. સચ્ચિદાનંદજી લખે છે કે શેખે કાયદો કર્યો કે જે કોઈ આરબ લગ્ન કરશે તેને સરકાર તરફથી વિલા મળશે. વિલા એટલે બંગલો. આવા તૈયાર બંગલા સામે જોયા, ખાલી પડ્યા છે. જેમ જેમ આરબો લગ્નો કરશે તેમ તેમ ભરાતા જશે. પણ આ નિયમ પ્રથમ લગ્ન માટે જ. બીજાં, ત્રીજાં કે ચોથાં લગ્ન માટે નથી. આ રીતે આરબો સુખી થાય છે. શેખે એવો પણ કાયદો કર્યો છે કે જે કોઈ આરબ ક્ધયા આરબ સિવાયના બીજા કોઈ મુસલમાન (કે પછી અન્ય ધર્મના પુરુષ) સાથે લગ્ન કરશે તો તેની નાગરિકતા સમાપ્ત થઈ જશે. અર્થાત્ તેને આરબ તરીકેના હક્કો નહીં મળે. આ નિયમથી આરબ ક્ધયાઓ આરબ બહાર લગ્નો નથી કરતી. સ્વામીજી નોંધે છે: ‘જોયોને પોતાની ક્ધયાઓને સાચવવાનો ઉપાય? ત્રણથી પાંચ ટકા ક્ધયાઓ વિધર્મીઓને પરણે છે. આપણે આપણી ક્ધયાઓને સાચવી શકતા નથી, એટલું જ નહીં, આવાં ધર્માંતર લગ્નોનો બચાવ અને પ્રોત્સાહન આપનારા આપણા જ ભાઈઓ આગળ આવતા હોય છે. વળી પાછું આ બધું વન-વે થાય છે. આપણી ક્ધયાઓ તો ધર્માંતર લગ્ન કરે છે પણ બીજા ધર્મની ક્ધયાઓ કાં તો ધર્માંતર લગ્ન કરતી નથી, કરી શકતી નથી, કાં પછી આપણે સ્વીકારી શકતા નથી. બોલો, હવે ભવિષ્ય કેવું હશે?’

હજુ એક વાત પર સ્વામીજી પ્રકાશ પાડે છે: ‘અહીંના આરબ પુરુષો આરબ સિવાયના મુસલમાનોની, ક્ધયા સાથે લગ્ન કરે તો તેમની નાગરિકતા છીનવાઈ જતી નથી પણ આવનારી ક્ધયાને પાંચ વર્ષ પછી નાગરિકતા મળે છે.’

દુબઈ, યુ.એ.ઈ.માં જે કાયદાઓ છે તે યથાતથ ભારતમાં ઘડવા શક્ય નથી, જરૂરી પણ નથી. પરંતુ એના પરથી પ્રેરણા લઈને ભારતની આ સમસ્યા માટે શું શું થઈ શકે તેનું ચિંતન જરૂર કરી શકીએ. પાયાની વાત. મન હોય તો માળવે જવાય. અત્યાર સુધીની સરકારોને આવું કોઈ મન જ નહોતું. મોદી પીએમ બન્યા પછી ખબર પડી, કે સરકારમાં આવું બધું કરવાનું મન છે અને યોગી આદિત્યનાથ સીએમ બન્યા પછી લાગી રહ્યું છે કે મોદીને માળવા સુધી પહોંચવાનો નકશો પણ મળી ચૂકયો છે.

આ નકશાની ઝાંખી કરી લઈએ. કાલે.

આજનો વિચાર

રાહુલ ગાંધીને સૂટબૂટની સરકાર સામે વાંધો હતો એટલે મોદીજી યુપીમાં ભગવાધારીની સરકાર લઈ આવ્યા. છેવટે વિરોધ પક્ષનું પણ માન તો જાળવવું જ જોઈએ ને.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો મંદિરમાં જઈને પ્રાર્થના કરવા લાગ્યો: ‘હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અલાવી દ્યો!’

ભગવાન (હસીને): ‘કેમ લ્યા, કેળાં – નારિયેળ – સફરજન – કાંય નથ્ય લાયવો!’

બકો: ભગવાન, તમતમારે કર્મ કરો, ફળની ચિંતા છોડી દયો…

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 24 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *