સાવધાન! ભારતમાં હિન્દુઓની વસ્તી ઝડપભેર ઘટી રહી છે

યુપી અને ઉત્તરાખંડમાં ભાજપની જબરજસ્ત જીત અને ગોવા-મણિપુર માટે કૉંગ્રેસે ઊભા કરેલા કૃત્રિમ વિવાદ વચ્ચે જે એક મેજર ન્યૂઝ આવ્યા તેના તરફ પ્રેક્ટિકલી કોઈનું ધ્યાન ગયું નથી. ટીવી પર જેના વિશે દરેક ચેનલે પ્રાઈમ ટાઈમમાં ચર્ચાઓ કરવાની હોય અને અંગ્રેજી સહિત દરેક ભાષાના વર્તમાનપત્રે જે સમાચારને ફ્રન્ટ પેજ પર આઠ કૉલમના બૅનર સાથે છાપવાના હોય તે સમાચાર છે કે ભારતમાં હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહિરે લોકસભામાં આપેલી લેખિત માહિતી મુજબ ૧૯૭૧માં ભારતમાં ૮૨.૭ ટકા વસ્તી હિન્દુઓની હતી જે ચાળીસ વર્ષમાં ઘટીને, ૨૦૧૧માં ૭૯.૮ ટકા થઈ ગઈ છે.

હિન્દુઓ વિધર્મીઓને પોતાના ધર્મમાં ક્ધવર્ટ કરતા નથી અને વિધર્મીઓ (માત્ર મોટા ભાગના મુસ્લિમો જ નહીં, કેટલાય ખ્રિસ્તીઓ પણ) સંતતિનિયમન કરવાને બદલે આડેધડ બચ્ચાંઓ જણ્યે જ જાય છે- આ બે કારણ છે હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટવા પાછળ.

૧૯૭૧માં ભારતમાં ૪૫.૩૩ કરોડ હિન્દુઓ હતા જે ચાળીસ વર્ષમાં વધીને ૨૦૧૧માં ૯૬.૬૨ થઈ ગયા એવા આંકડા કંઈ આશ્ર્વાસનરૂપ નથી, કારણ કે વસ્તીના આંકડાની ધર્મવાર ગણતરીનો વાસ્તવિક અંદાજ ટકાવારીથી જ આવી શકે, કુલ સંખ્યાથી નહીં.

ચાળીસ વર્ષમાં અલમોસ્ટ ત્રણ ટકા વસ્તી હિન્દુઓની ઘટી. આગામી વર્ષોમાં આ ટકાવારી ઔર ઘટતી જવાની. હિન્દુઓની ટકાવારી ન ઘટે એ માટે ન તો હિન્દુઓએ પોતે વધારે બાળકો પેદા કરવાનો વિકલ્પ છે ન આપણે બીજાઓને વટલાવવાનો ધંધો શરૂ કરીએ એ વિકલ્પ છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એટલો જ છે કે જે ધર્મો એમના અનુયાયીઓને આડેધડ બચ્ચાં પેદા કરવાની પ્રેરણા તેમ જ સગવડ (ચાર લગ્નોની) આપે છે તેની રીતરસમો પર અંકુશ આવે. સ્વૈચ્છિક રીતે આવે તો તો સારું જ છે અને નહીં તો સરકારી ધોરણે આવે. બે કે ત્રણથી વધુ બાળકો ધરાવનારાઓએ તથા એકથી વધુ પત્ની ધરાવનારાઓએ કેટલાક દેશોમાં (જેમાં અમુક પ્રોગેસિવ ઈસ્લામિક દેશોનો પણ સમાવેશ થઈ જાય છે) અમુક સરકારી હક્કોથી વંચિત રહેવું પડે છે. જતે દહાડે ભારતમાં પણ આવું કરવું જ પડશે.

બીજું. ધર્માંતરણ પરનાં અંકુશો ભારતમાં યોગ્ય રીતે જ વધી રહ્યાં છે, પણ આમ છતાં જે અસરકારક પગલાં લેવાં જોઈએ તે લઈ શકાતાં નથી, તે લેવાવા જોઈએ.

ત્રીજું. પાડોશી દેશોમાંથી ઘૂસી આવતા વિધર્મીઓને મતદાતા ઓળખપત્રક, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે આપીને વોટ બૅન્ક વધારવાની પ્રાદેશિક રાજનીતિ સામે હવે કેન્દ્રે કડક પગલાં લેવાં જોઈએ. અગાઉની (કે અત્યારે કેટલાંક રાજ્યોની) સેક્યુલર સરકારોએ આવા લોકોને ગેરકાનૂની તરીકાથી આપેલા નાગરિક તરીકેના હક્ક ઝૂંટવી લેવા જોઈએ અને એમને પોતાને વતન પાછા મોકલી દેવા જોઈએ. આટલું થવાથી કમસેકમ નવા આવનારાઓ પર તો રોક લગાવી શકાશે.

હિન્દુઓની વસ્તી જ્યારે ૮૩ ટકા કે તેથી વધુ હતી ત્યારે કૉંગ્રેસ સહિતની કેટલીક પોલિટિકલ પાર્ટીઓ સેક્યુલરગીરીના નામે મુસ્લિમો તથા ખ્રિસ્તીઓની કેટલી આળપંપાળ કરતી હતી તે આપણને બધાને ખબર છે. (આ દેશની લઘુમતીઓની વાત થતી હોય ત્યારે શીખ કે જૈન કે બૌદ્ધ ધર્મની આપણે વાત કરતા નથી, કારણ કે ઈન્ડાયરેક્ટલી એ ત્રણેય આપણી સનાતન પરંપરાના, હિંદુ ધર્મના જ ફાંટા છે જેના માટે આપણને સૌને ગૌરવ છે. રહી વાત પારસીઓની તો એમની તો વસતી જ આખા વિશ્ર્વમાં એક લાખની આસપાસ છે અને પારસીઓ આ દેશની પ્રગતિમાં ફાળો આપવા માટે હિંદુઓની પડખે રહ્યા છે, એટલું જ નહીં ક્યારેક તો સવાયા હિંદુ બનીને એમણે મુસ્લિમોનો વિરોધ કર્યો છે. એટલે ફોર ઑલ પ્રેક્ટિકલ પર્પઝ આપણી વાતચીતમાં લઘુમતી એટલે મુસ્લિમો તથા ખ્રિસ્તીઓ).

હિન્દુઓ જો ૮૩ ટકા હોય ત્યારે મુસ્લિમો-ખ્રિસ્તીઓની આટલી આળપંપાળ કૉંગ્રેસ ઈત્યાદિઓએ કરી હોય તો કલ્પના કરો હિન્દુઓની વસ્તી ત્રણ ટકા ઘટે, કે પછી ભવિષ્યમાં એથીય વધુ ઘટે તો કૉંગ્રેસ-સામ્યવાદી-સમાજવાદી વગેરેઓ લઘુમતીને કેટલી માથે ચડાવે. મનમોહનસિંહજી વડા પ્રધાન હતા ત્યારે એમનું એક શરમજનક વિધાન યાદ આવે છે: ‘આ દેશના સિસોર્સિસ પર સૌથી પહેલાં હક્ક મુસલમાનોનો છે.’ હા, આવું તેઓ બોલ્યા હતા. કૉગ્રેસ સત્તામાં હતી ત્યારે એ ભારતીય સંરક્ષણ દળોમાં કેટલા ટકા મુસ્લિમો છે એવો સર્વે કરાવવા માગતા હતા જેથી દેશની વસ્તીમાં જેટલા મુસ્લિમો હોય એના પ્રમાણમાં લશ્કર, નૌકાદળ, હવાઈદળમાં પણ એમને સ્થાન મળે. સારું છે કે કૉંગ્રેસના કમઅક્કલ શાસકોને તે વખતે એવી દુર્બુદ્ધિ ના સૂઝી કે ભારતની જેલોમાં પચાસ ટકાથી વધુ ગુનેગારો મુસ્લિમ છે તો વસ્તીના પ્રમાણમાં સરકારે જેલોમાં ૧૫ ટકા જ મુસ્લિમોને રાખીને બાકીનાને છોડી દેવા જોઈએ અને હિન્દુઓને પકડી પકડીને જેલમાં પૂરતા જવું જોઈએ, કારણ કે દેશની વસ્તી પ્રમાણે જેલમાં પણ ૮૦ ટકા જેટલા હિન્દુઓ હોવા જ જોઈએ.

સિત્તેર સિત્તેર વર્ષ સુધી પંડિત નહેરુ અને તેમના કુટુંબીજનોએ આ દેશના જે હાલહવાલ કર્યા છે તે આપણે સહન કરીએ છીએ. મુસ્લિમોને-ખ્રિસ્તીઓને લાડ લડાવીને જ રાજ કરી શકાય એવું ગઈ કાલ સુધી મનાતું હતું અને આપણે પણ માની લીધેલું. ચૂંટણીઓ આવે એટલે રમજાન મહિનો હોય તો ઇફ્તાર પાર્ટીઓમાં હિન્દુ રાજનેતાએ જવું જ પડે ને વાટકા ટોપી માથે મૂકવી જ પડે એવી જડબેસલાક માન્યતા હતી. ખુદ વાજપેયીજીએ જ પણ ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી વખતે લીલી વાટકા ટોપી પહેરીને ફોટા પડાવ્યા હતા (અને હારી ગયા!).

આની સામે નરેન્દ્ર દામોદારદાસ મોદી નામનો ભડવીર આ દેશમાં છે જે મુસ્લિમ મતદારોથી છલકાતા ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે એક પણ (રિપીટ એક પણ) બેઠક પરથી મુસ્લિમને ટિકિટ આપતા નથી અને ક્યારેય ઇફ્તારીઓ અટેન્ડ કરતા નથી, વાટકા ટોપી પહેરતા નથી એટલું જ નહીં ન્યૂઝ કૅમેરાની સામે (ગુજરાતમાં સદ્ભાવના યાત્રા વખતે, સીએમ હતા ત્યારે) કેટલાક મુસ્લિમોએ એમને ખભા પર ઈસ્લામિક પરંપરાનું ચોકડાવાળું ઉપરણું ઓઢાડવાની જુર્રત કરી ત્યારે એમણે હસતાં હસતાં પણ દૃઢતાપૂર્વક ધસીને ના પાડી દીધી. મહારાષ્ટ્રમાં ચૂંટણીસભા વખતે મરાઠા પાઘડી, કચ્છી પાઘડી, શીખોની પાઘડી, નોર્થ-ઇસ્ટ રાજ્યોનાં જાતજાતની વિચિત્ર દેખાતી ટોપીઓ પહેરનારા નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મતદારોને આકર્ષવા ક્યારેય વાટકા ટોપી નથી પહેરી તેનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. ભારતની હિન્દુ વસ્તી છેલ્લાં ચાળીસ વર્ષમાં જે ઘટી તે ઘટી, હવે પછી, ૨૦૨૧ની કે તે પછીની વસ્તી ગણતરીમાં આવા અશુભ આંકડાઓ ન આવે તેના ઈલાજો લેખના આરંભે લખ્યા પણ મારે હિસાબે એનો ઈલાજ બે જ શબ્દમાં લખી શકાય! નરેન્દ્ર મોદી.

વધુ કાલે.

આજનો વિચાર

યુપીમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા લાલુના બચ્ચાંઓ કરતાં પણ ઓછી થઈ ગઈ છે.

– વૉટ્સ ઍપ પર વાંચેલું.

એક મિનિટ!

મૅડમ: ભૈયાજી, ૪૦ કે છે નહીં, આઠ કેલે દેના…

કેળાવાળો: મૅડમ, ઐસા બાર્ગેનિંગ આપ પિત્ઝા ઑર્ડર કરતે વક્ત ક્યોં નહીં કરતી?

મૅડમ: મૈં તો વહાં ભી છ કે બજાય આઠ પીસ હી કરવાતી હૂં.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 16 માર્ચ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *