Month: February 2017

જબલપુરમાં રહેતા રજનીશજીની પહેલી ફિયાટ

ચાંદાથી, જબલપુર જતી વખતે રજનીશજીએ ટ્રેનમાં રેખચંદ (રિખવચંદ ગલતીથી લખાયું છે) પરીખે એટેચીમાં મૂકેલી ભેટોની સાથે એક દસ હજાર રૂપિયાની એક થપ્પી જોઈ જેમાં એક પત્ર પણ હતો: ‘આ તુચ્છ ભેટ એટલા માટે છે કે તમારે મહિનામાં વીસ દિવસ પ્રવાસ…

રજનીશે એક કરોડપતિ કંજૂસની આગતા સ્વાગતા માણી

રજનીશજીના નામે પ્રગટ થયેલા સૌથી પહેલા કે બીજા જ પુસ્તકનું નામ હતું ‘ક્રાન્તિબીજ’. આ પુસ્તકમાં ૧૨૦ પત્રોનો સંગ્રહ છે. રજનીશજીએ જેમને સંબોધીને આ પત્રવ્યવહાર કર્યો તે મદનકુંવર પરીખની વાત આપણે ગઈ કાલે શરૂ કરી કે કેવી રીતે એમની સાથે પ્રથમ…

મુંબઈ, મુનિ ચિત્રભાનુ, જુહુ હૉટેલ, જમનાલાલ બજાજ અને રજનીશ

૧૯૬૪ની ત્રીજી જૂને રાજસ્થાનના જૈન તીર્થસ્થળ રાણકપુરમાં રજનીશજીએ પાંચ દિવસની સાધનાશિબિર કરી હતી. (શ્રીજીબાવાનાં દર્શન કરવા નાથદ્વારા જાઓ ત્યારે યાત્રામાં એક દિવસ ઉમેરીને રાણકપુર રાત રોકાવું જોઈએ. શાંતિ અને એકાન્તનો યાદગાર અનુભવ મળશે). દૂર દૂરથી સાઠ જેટલા સાધક-સાધિકાઓ આવ્યાં હતાં.…

જે શસ્ત્ર વડે વસ્તુ લેવાય તે જ શસ્ત્ર વડે એ સચવાય

ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે ગયા અઠવાડિયે શરૂ કરેલી ગાંધીજી અને એમના સત્યાગ્રહોની વાત આજે આગળ લંબાવીએ. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ જેટલું જ મહત્ત્વનું એમનું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ છે એવું હું દૃઢપણે માનું છું, દાયકાઓથી કહ્યા કરું છું અને…

રજનીશજીએ આઠ-આઠ વર્ષ નોકરી કેમ કરી હશે

કહે છે રજનીશજી એકવીસ વર્ષના હતા ત્યારે એમને આત્મજ્ઞાન થઈ ગયું હતું. અંગ્રેજીમાં જેને સ્પિરિચ્યુઅલ એન્લાઈટન્મેન્ટ કહે છે તે એમને ૧૯૫૩ની ૨૧ માર્ચે પ્રાપ્ત થઈ ગયું હતું એવું એમણે જ કહ્યું છે. જબલપુરના ભંવરતાલ ગાર્ડનમાં એક ઝાડ નીચે બેસીને આ…

યુનિવર્સિટીમાં લેક્ચરર રજનીશનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ

જે લોકોની આજ નીરસ હોય છે તેઓ હંમેશાં વિચારતા રહે છે કે આવતીકાલે મઝા કરીશું, એવું કહીને રજનીશજી ઉમેરે છે: વર્તમાનને માણી નહીં શકનારા લોકો પોતાના આનંદને ભવિષ્ય પર મુલતવી રાખે છે. રજનીશજીએ ૧૯૫૮ની સાલમાં જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકેની નોકરી…

ઔરંગઝેબ ‘ઘેર’ ગયો કે ઔરંગઝેબ ‘ઘરે’ ગયો?

‘મુંબઈ સમાચાર’ની આજની ભાષાથી વાચકો વાકેફ છે. અલમોસ્ટ ૨૦૦ વર્ષ પહેલાં, ટુ બી પ્રિસાઈસ ૧૮૨૨ની પહેલી જુલાઈએ આ પત્રના સ્થાપક – તંત્રી મોબેદ ફરદુનજી મરજબાંનજીની ભાષા કેવી હતી? ‘શરવે લોકોને પરગટ છે જે શ્રી હિનદોશતાંન મધે પહેલી શંશકરૂત ભાશા હતી…