Month: February 2017

અસીથી મણિકર્ણિકા વાયા દશઅશ્વમેધ

ન મુઝે કિસીને ભેજા હૈ, ન મૈં (ખુદ ચલ કે) યહાં આયા હૂં, મુઝે તો માં ગંગાને બુલાયા હૈ – નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ક્ષેત્ર પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યા બાદ આ મશહૂર થઈ ચૂકેલા શબ્દો ઉચ્ચાર્યા હતા. આપણું પણ…

બનારસમાં પાંચ દિવસ

આ સંકટ મોચન હનુમાનજીનું મંદિર છે. કેવળ બનારસમાં જ નહીં, ભારતભરમાં મશહૂર છે. અમિતાભ બચ્ચનનો ૧૯૯૭ની આસપાસના ગાળામાં ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયે એમના માટે આ મંદિરમાં મહાપૂજાનું આયોજન કર્યું હતું. એ પછી બચ્ચનજી પર તોળાતું…

સારા વિચારોનું શૉપિંગ

કેટલાકને શૉપિંગ કરવાનો શોખ હોય છે, ખરીદેલી વસ્તુઓને વાપરવાનો નહીં. મૂકી રાખે. નવી ને નવી મૂકી રાખે. બહુ બહુ તો બેચાર વાપરી હોય. પછી વર્ષો સુધી પડી રહે. વખત જતાં નકામી થઈ જાય એટલે નવી ખરીદેલી ચીજો માટે જગ્યા કરવા…

ચાર મુએ તો કિઆ હુઆ, જીવત કઈ હજાર

યોગાનુયોગ જુઓ કે જે કથા ઘરે આવેલા અમારા શીખ પાયલટમિત્ર પાસે સાંભળી તે જ થોડા દિવસ બાદ સ્વામી સચ્ચિદાનંદના ‘સિક્ખ (શીખ) ધર્મના પક્ષમાં’ પુસ્તકમાં વાંચી. ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોની આ કથા છે. દિવસ હતો ૨૭-૧૨-૧૭૦૪નો. ગુરુજીના રસોડામાં રસોઈયાની નોકરી…

લોહી-માંસ જોઈને અરેરાટી થાય એ પ્રજા ક્યાંથી બહાદુર બનવાની

કોઈપણ પરિવર્તનનો કોઈક ને કોઈક જગ્યાએ તો વિરોધ થવાનો જ. પરિવર્તન $. ભલા માટે હશે તો પણ અને પરિવર્તન સામેની વ્યક્તિના સારા માટે હશે તો પણ. એનું કારણ છે. માણસનો જીવ જૈસે થે વાદી છે. જે છે, જેમ છે, જ્યાં…

પંજ પ્યારા, ખાલસા અને તંબૂમાંથી વહેતી લોહીની ધારા

શીખનો સાચો ઉચ્ચાર સિક્ખ થાય પણ આપણે પ્રચલિત ઉચ્ચારથી જ ચલાવીશું. જોકે, પ્રચલિત ઉચ્ચારમાં એક ઈન્હેરન્ટ જોખમ રહેલું છે. પંજાબમાં જ્યારે આતંકવાદ ફૂલ્યોફાલ્યો હતો તે જમાનામાં અમે છાપાની લાઈનમાં નોકરીઓ કરતા હતા. ત્યારે એક ગુજરાતી મૉર્નિંગરમાં મથાળું વાંચ્યું હતું: પંજાબમાં…

‘શાંતિચાહકો સંઘર્ષ કરી શકતા નથી’

‘મારું જીવનકાર્ય હિન્દુપ્રજાને બળવાન બનાવવાનું છે, સ્વર્ગ કે મોક્ષ નથી. તેમ જ આ લોકમાં કોઈ મહંત-મંડલેશ્ર્વર કે બીજી કોઈ ઉચ્ચ જગ્યા ઉપર આસીન થવાનું નથી. નથી તો મારે કોઈ પંથ-પરિવાર-સંપ્રદાય પ્રવર્તક થવું. આમાંનું, થોડું ઘણું તો મારે માટે શક્ય છે.…

ભારતની સૌથી મોટી ત્રણ સમસ્યાઓ કઈ

વર્ણવ્યવસ્થા, અધ્યાત્મ અને અહિંસા – ભારતીય પ્રજાની આ ત્રણ સૌથી મોટી નબળાઈ છે એવું સ્વામી સચ્ચિદાનંદ કહે ત્યારે તમારે ધીરજપૂર્વક એમની આ વાત પાછળનાં કારણો સમજવાં પડે. ‘અધોગતિનું મૂળ: વર્ણવ્યવસ્થા’ આ શીર્ષક હેઠળ સ્વામી સચ્ચિદાનંદે છેક સિત્તેરના દાયકામાં એક દળદાર…

જલસો કરવો, મોક્ષ પામવો

રોજિંદું કાર્ય પડતું મૂકીને ધર્મધ્યાન કરવા ન જવાય. કેટલાક લોકો જીવનનો અર્થ શોધવા ગામ આખામાં ભટકતા થઈ જાય છે. તેઓ પલાયનવાદી છે. સંસારની જવાબદારીમાંથી છટકવા માટે બાબાગુરુઓના આશ્રમમાં જતા રહે છે. પછી ત્યાં જઈનેય બાગકામ, રસોઈકામ, સફાઈકામ, વહીવટી કામ વગેરે…

ઉત્સાહ, અરમાન, વિકલ્પો, પસંદગી

લાગ્યું તો તીર નહીં તો તુક્કો એવું વિચારીને જ્યારે કામ શરૂ કરવામાં આવે છે ત્યારે મનમાં ક્યાંક અનિશ્ર્ચિતતા હોય છે. આને કારણે જીવનમરણનો ખેલ હોય એવું સમજીને કામમાં જાતનું સર્વસ્વ રેડી દેવાની ભાવના નથી જાગતી. છેવટે એ કામ તુક્કાની જેમ…