Month: January 2017

અંતે તો તમારે શબ્દની સાથે જ ઊઠવાબેસવાનું, જીવવામરવાનું છે

કવિ સુરેન ઠાકર ‘મેહુલ’એ ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરતાં એક સરસ અભિવ્યક્તિ આપી હતી કે મેઘાણી શબ્દની સંતાન જેટલી કાળજી લેતા. સંતાનને લાડ પણ લડાવવાનાં હોય અને કહ્યામાં ન રહે ત્યારે ધમકાવવાનાં પણ હોય. શબ્દો દરેક લેખક માટે પોતાનું ફરજંદ…

હમેં તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે

પેરિસની ઝાકઝમાળ જોયા પછી દુનિયાનું કોઈ પણ રંગીન શહેર ફિક્કું લાગે એમ ૧૯૭૫ના વર્ષમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જે ઝગમગાટ જોયા તે પછી આવનારું દરેક વર્ષ તમને મોળું લાગે. આર. ડી. બર્મનની બાબતમાં પણ આ વાત સાચી પુરવાર થઈ. ૧૯૭૬ કે…

વો ફિર નહીં આતે…

આર.ડી. બર્મન માટે ૧૯૭૩ની સૌથી મોટી ફિલ્મ પુરવાર થઈ ‘યાદોં કી બારાત’. નાસિર હુસૈને પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરેલી અને સલીમ-જાવેદે લખેલી આ ફિલ્મ વર્ષના છેવાડે રિલીઝ થઈ અને સુપરહિટ પુરવાર થઈ. ટાઈટલ સૉન્ગ તો યાદગાર હતું જ. એ ઉપરાંત ‘મેરી…

ગુમ હૈ કિસી કે પ્યાર મેં

તમારા નોસ્ટાલ્જિયા સાથે સજ્જડ રીતે સંકળાયેલું કોઈ આ દુનિયા છોડીને જતું રહે છે ત્યારે તમે પોતે પણ એટલા અંશે એની સાથે આ દુનિયામાંથી વિદાય લેતા હો છો. આર.ડી. બર્મન ૪થી જાન્યુઆરી, ૧૯૯૪ના દિવસે ગુજરી ગયા તેની સાથે આપણો એમની સાથે…

મેં અકેલા હું ધૂંધ મેં, પંચમ

આપણો પ્રોબ્લેમ એ છે કે માણસની જીવતે જીવ કદર કરતા નથી, એની ટેલન્ટને બિરદાવતા નથી, એને સાચવતા નથી. અને એ મરી જાય ત્યારે એ કેટલો મહાન હતો, મારે એની સાથે કેટલા ગાઢ સંબંધ હતા એવું કહીને એના નામે ચરી ખાઈએ…

મનની ગૂંચવણો કેવી રીતે ઉકેલવી

મનની ગૂંચવણો ઉકેલી શકાય ખરી? પણ એ પહેલાં બીજો એક સવાલ: મનની ગૂંચવણો કોને કહીશું? અને એ પહેલાં હજુ એક સવાલ: મન એટલે શું? સ્વભાવ એટલે શું? પર્સનાલિટી એટલે શું? આ બધામાં માબાપ કે વડીલો તરફથી જન્મ વખતે જિન્સરૂપી વારસામાં…

ઉકરડો જોઈને કચરો ફેંકવાનું મન થવાનું

તમારા હાથમાં વેફરનું ખાલી પડીકું હોય કે પીધા પછી ખાલી થઈ ગયેલું કોકા કોલાનું ટિન હોય ને રસ્તે જતાં ક્યાંય ડસ્ટબિન ન દેખાય તો જનરલી તમે શું કરો? નાનો કચરો હોય તો કદાચ તમારા ખિસ્સામાં મૂકી દો પણ ખિસ્સું ગંદું…

૨૦૧૭: થોડીક આશાઓ, થોડાંક સપનાંઓ

૨૦૧૬ની સાલને ધ્યાનમાં રાખીને આજથી શરૂ થતા ૨૦૧૭ના વર્ષ માટે તમે કઈ કઈ આશાઓ રાખી શકો? ક્યાં કયાં સપનાંઓ સેવી શકો? ૧. રાજકીય ક્ષેત્રે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે વધુ મજબૂત બનશે એવી આશા રાખી શકો. મમતાકૂમતા, રાહુલબાહુલ કે કેજરીબેજરીની…