Month: January 2017

આવું બાળપણ ધરાવતો પંજાબી છોકરો અંગ્રેજી ફિલ્મોનો સ્ટાર ઍક્ટર બન્યો

અંબાલામાં જન્મ. તે વખતે પંજાબમાં હતું, હવે હરિયાણામાં. કઈ તારીખે અને ક્યા વર્ષે એની ચોક્કસ નોંધ નથી પણ મા કહેતી કે દશેરા પછી બે દિવસે ઓમનો જન્મ થયો. વરસ ૧૯૪૯નું હશે અથવા ૧૯૫૦નું. મામાજીએ સ્કૂલમાં ઍડમિશન વખતે ૯ માર્ચ, ૧૯૫૦ની…

નસિરુદ્દીન શાહને ઓમ પુરીની ઇર્ષ્યા થતી

ઓમ પ્રકાશ પુરીએ ફિલ્મોમાં પોતાનું ઓરિજિનલ નામ રાખવું કે પછી બદલી નાખવું એ વિશે અસમંજસ હતી. ઓમ શિવપુરી નામના અભિનેતા ઓલરેડી આ લાઇનમાં હતા. ઓમ પુરીએ પોતાનાં નામને બદલે કોઇ તખલ્લુસ વાપરવાનું પણ વિચાર્યું હતું અને નસિરુદ્દીન શાહે ‘વિનમ્ર કુમાર’…

ત્રાજવામાં એક તરફ નપુંસકતા, એક તરફ પૌરુષ અને વચ્ચે અર્ધસત્ય

જે ફિલ્મથી એમણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકયો તે વિજય તેન્ડુલકર લિખિત ‘ઘાસીરામ કોતવાલ’ જેના પરથી બની તે મૂળ મરાઠી નાટક જોઈ લીધું હતું પણ ૧૯૭૬માં રિલીઝ થયેલી એ મરાઠી ફિલ્મ કોણ જાણે કેમ પણ મિસ થઈ ગઈ અને ઓમ પુરીના અભિનયને…

ઓગણીસમી સદીના ગુજરાતીઓ

આપણે કેટલા ઊંચા છીએ તે જોવા માટે કોના ખભા પર બેઠા છીએ તે જોવું જોઈએ. ગુજરાતીઓ પોતાના ભૂતકાળ માટે બહુ સજાગ નથી. બહુ ઓછા ગુજરાતીઓને પોતાની ગઈ કાલ વિશે જાણ હશે અને એમાંના બહુ ઓછાને પોતાના ભૂતકાળ વિશે ગૌરવ હશે.…

અસ્તવ્યસ્ત જીવનને વ્યવસ્થિત કરવાની ચાવી જે. કૃષ્ણમૂર્તિ પાસે છે

મકર સંક્રાન્તના આ દિવસે શું લખું. ઉત્તરાયણ કરતો સૂર્ય પોતાની ગતિની દિશા બદલે છે, પણ નિયમિતતા નથી છોડતો એ વિશે ગયા વર્ષના આ દિવસે લખી ગયા. આજે એવું કંઈક ‘પ્રાસંગિક’ સૂઝતું નથી એટલે માત્ર થોડુંક વિચારવાનું ભાથું મળે એવું કંઈક…

ફ્રી, કોસ્ટલી, એક્સપેન્સિવ અને વેલ્યુ ફૉર મની

એક માણસ પોતાની મૃત પત્નીની ઑડિયન્સ સાથે ઓળખાણ કરાવે છે એટલી જ વન લાઈનર ફોન પર સાંભળીને સામે છેડેથી પૂછવામાં આવ્યું: ક્યારે મળીએ? મકરંદ દેશપાંડેના નવા નાટક ‘પત્ની’ની આ વન લાઈનર. અને નાટક પણ વન મૅન શો. એક પાત્રીય. આમ…

કાળાં નાણાંની માલિકી પરથી પડદો હટી ગયો

ડિમોનેટાઈઝેશન વિશે ભારતના વિચક્ષણ, પ્રામાણિક તથા કાર્યક્ષમ, (હા, આ ત્રણેત્રણ વિશેષણ એમને લાગુ પડે) નાણાં મંત્રી અરુણ જેટલીએ જે સાત મુદ્દાનો લેખ લખ્યો તેમાંના ત્રણ મુદ્દા ગઈ કાલે જોયા. બાકીના આજે. ૪. પ૦૦-૧,૦૦૦ની નોટોનું ડિમોનેટાઈઝેશન કરવાનો વડા પ્રધાનનો નિર્ણય હિંમત…

સાત પગલાં ભારતના ભવ્ય આર્થિક આકાશમાં

દેશના નાણામંત્રી અને એક અત્યંત વિચક્ષણ, પ્રામાણિક તથા કાર્યક્ષમ રાજકારણી એવા અરુણ જેટલીએ ‘ડિમોનેટાઈઝેશન: અ લુક બૅક ઍટ ધ લાસ્ટ ટુ મન્થસ’ નામના લેખના આરંભે લખ્યું છે કે દેશમાં ફરતા ચલણના ૮૬ ટકા જેટલી નોટો અને દેશની જીડીપીમાં ૧૨.૨ ટકા…

વિદેશીઓ શું કામ તમારાં વખાણ કરે?

સેક્યુલર હોવું એટલે નરેન્દ્ર મોદીના હરેક પગલાનો વિરોધ કરવો અને એટલે ડિમોનેટાઈઝેશન જેવા ભારતની પ્રજા માટે અત્યાર સુધી લેવામાં આવેલા કોઈ પણ સરકારી નિર્ણયો કરતાં વધુ ઉપયોગી એવા નિર્ણયોમાંના એકનો પણ વિરોધ કરવો એવું માનીને છેલ્લા બે મહિના કરતાં વધુ…

મુસ્કુરાને કે કર્ઝ ઉતારને હોંગે

આર. ડી. બર્મન પર સહેલાઈથી પીએચ.ડી.ની પાંચ-સાત થીસિસ લખી શકે એવા ભારતના હિંદી ફિલ્મ સંગીતના રિસર્ચર એવા ગુજરાતી અજય શેઠનું કહેવું છે કે પંચમ માટે ૧૯૭૫નું નહીં પણ ૧૯૮૧નું વર્ષ શ્રેષ્ઠ હતું. કવૉલિટી તેમ જ કવૉન્ટિટી બેઉ દૃષ્ટિએ. પંચોતેરમાં ૧૧…