વો ફિર નહીં આતે…

આર.ડી. બર્મન માટે ૧૯૭૩ની સૌથી મોટી ફિલ્મ પુરવાર થઈ ‘યાદોં કી બારાત’. નાસિર હુસૈને પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરેલી અને સલીમ-જાવેદે લખેલી આ ફિલ્મ વર્ષના છેવાડે રિલીઝ થઈ અને સુપરહિટ પુરવાર થઈ. ટાઈટલ સૉન્ગ તો યાદગાર હતું જ. એ ઉપરાંત ‘મેરી સોની મેરી તમન્ના’, ‘લેકર હમ દીવાના દિલ’ અને ‘આપ કે કમરે મેં કોઈ રહેતા હૈ’ વાળી મેડલી લોકોને હજુય યાદ છે અને સૌથી વધારે યાદ છે એ ક્રિસ્ટલ ગ્લાસ ટકરાવીને શરૂ થતું ગીત: ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો…’. એ જ વર્ષે ‘અનામિકા’ પણ રિલીઝ થયું જેના પ્રોડ્યુસર વન્સ અગેન, આમિર ખાનના પપ્પા-તાહિર હુસૈન હતા. સંજીવકુમાર, જયા ભાદુરી અને નાનકડા રોલમાં હેલન. ‘આજ કી રાત કોઈ આને કો હૈ…’, ‘બાહોં મેં ચલે આઓ અને હજુ પણ શબ્દશ: યાદ છે એવું:

મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગયે
જૈસે મેરે સપને બિખર કે
જલે મન તેરા ભી, કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે

તુઝે બિન જાને, બિન પહચાને
મૈંને હૃદય સે લગાયા
પર મેરે પ્યાર કે બદલે મેં તૂને
મુઝ કો યે દિન દિખલાયા
જૈસે બિરહા કી રુત મૈંને કાટી
તડપ કે આહેં ભર ભર કે
જલે મન તેરા ભી, કિસી કે મિલન કો
અનામિકા તૂ ભી તરસે

આગ સે નાતા, નારી સે રિશ્તા
કાહે મન સમઝ ન પાયા
મુઝે ક્યા હુઆ થા,
એક બેવફા પે હાય મુઝે ક્યોં પ્યાર આયા
તેરી બેવફાઈ પે હંસે જગ સારા
ગલી ગલી ગુઝરે જિધર સે…

આ ઉપરાંત એ જ વર્ષે મનમોહન દેસાઈની ‘આ ગલે લગ જા’ આવી (તેરા મુઝસે હૈ પહેલે કા નાતા કોઈ, વાદા કરો અને ના કોઈ દિલ મેં સમાયા…). રાજેશ ખન્ના અને બચ્ચનજીની ‘નમકહરામ’ પણ આ જ વર્ષે રિલીઝ થઈ (દિયે જલતે હૈં ફૂલ ખિલતે હૈં, મૈં શાયર બદનામ અને નદિયા સે દરિયા…) યશ ચોપડાના દિગ્દર્શનમાં દેવ આનંદ – હેમા માલિનીવાળી ‘જોશીલા’ પણ આવી (કિસકા રસ્તા દેખેં અને દિલ મેં જો બાતેં હૈં…’ દેવ આવંદની ‘હીરા પન્ના’ પણ આ જ વર્ષે આવી (પન્ના કી તમન્ના હૈ કિ હીરા મુઝે મિલ જાયે અને બહોત દૂર મુઝે ચલે જાના હૈ…’ ધર્મેન્દ્રની ‘ઝીલ કે ઉસ પાર’નાં ‘દો ઘૂંટ મુઝે ભી પીલા દે…’ ‘ક્યા નઝારે…’ અને ટાઈટલ સૉંગ હિટ હતાં. રાજેશ-શર્મિલાનું ‘રાજા-રાની’ (મૈં એક ચોર તુ મેરી રાની – અને જબ અંધેરા હોતા હૈ…) અને હેમાજી-દેવસા’બનું ‘શરીફ બદમાશ’ (નીંદ ચુરા કે) પણ આ જ સાલમાં રિલીઝ થયેલાં.

‘આપ કી કસમ’ ૧૯૭૪ના વર્ષની સૌથી મોટી ફિલ્મ આર.ડી. બર્મન માટે. ‘જય જય શિવ શંકર’થી લઈને ‘કરવટેં બદલતે રહેં’ અને ‘પાસ નહીં આના’થી લઈને ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ સુધીનાં બધાં જ ગીતો હિટ. ‘સુનો કહો, કહા સુના કુછ હુઆ ક્યા’ની પેરડી તો હજુ સુધી થાય છે. પણ બેસ્ટ ગીત આ:

ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકામ
વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

ફૂલ ખિલતે હૈં, લોગ મિલતે હૈં મગર
પતઝડ મેં જો ફૂલ મુરઝા જાતે હૈં
વો બહારોં કે આને સે ખિલતે નહીં
કુછ લોગ એક રોઝ જો બિછડ જાતે હૈં
વો હઝારોં કે આને સે મિલતે નહીં
ઉમ્રભર ચાહે કોઈ પુકારા કરે ઉનકા નામ
વો ફિર નહીં આતે…

આંખ ધોખા હૈ, ક્યા ભરોસા હૈ, સુનો
દોસ્તોં શક દોસ્તી કા દુશ્મન હૈ
અપને દિલ મેં ઈસે ઘર બનાને ના દો
કલ તડપના પડે યાદ મેં જિનકી
રોક લો, રૂઠકર ઉનકો જાને ના દો
બાદ મેં પ્યાર કે, ચાહે ભેજો હજારોં સલામ
વો ફિર નહીં આતે…

સુબહ આતી હૈ, રાત જાતી હૈ, યૂંહી
વક્ત ચલતા હી રહતા હૈ, રૂકતા નહીં
એક પલ મેં યે આગે નિકલ જાતા હૈ
આદમી ઠીક સે દેખ પાતા નહીં
ઔર પરદે પે મંઝર બદલ જાતા હૈ
એક બાર ચલે જાતે હૈં, જો દિનરાત સુબહશામ
વો ફિર નહીં આતે…

શમ્મી કપૂરે ડિરેક્ટ કરેલી ‘ઈર્મા લા ડ્યુસ’ના હિન્દી વર્ઝન સમી ‘મનોરંજન’માં ‘ગોયા કે ચુનાંચે’ સમજાયું – ન સમજાયું તોય ગાવાનું ગમતું અને ‘ચોરી ચોરી સોલહ સિંગાર’ સાંભળવાનું ગમતું. એવું જ ગીત મહેમૂદ – વિનોદ મહેરાની ફિલ્મ ‘દો ફૂલ’માં હતું. સમજ ના પડે તોય ગાવાની મઝા આવે: ‘મુત્તુકોડી કવ્વાડી હડા…’ રાજેશ-ઝીનતની શક્તિ સામંતાવાળી ગુલશન નંદાની નવલકથા પરથી બનેલી ‘અજનબી’નાં ગીતો કેવી રીતે ભુલાય: ‘ભીગી ભીગી રાતોં મેં…’, ‘એક અજનબી હસીના સે…’, ‘હમ દોનોં દો પ્રેમી દુનિયા છોડ ચલે…’

મુચ્છીવાળા ચૉકલેટી હીરો રિશી કપૂરની ‘ઝહરીલા ઈન્સાન’માં એક સરસ ગીત હતું. શું જબરજસ્ત ઉપાડ છે એ ગીતનો: ‘ઓ હંસિની…’ આવી જ એક ભુલાઈ ગયેલી ફિલ્મ ‘દૂસરી સીતા’નું યાદગાર ગીત: ‘દિન જા રહે હૈ કે રાતોં કે સાયે…’

‘બેશક મંદિર મસ્જિદ તોડો’ (‘બૉબી’)વાળા નરેન્દ્ર ચંચલે આ વર્ષે બચ્ચનજીની ‘બેનામ’માં આર.ડી. માટે ગાયું: ‘મૈં બેનામ હો ગયા…’

અને ૧૯૭૫.

આ વર્ષ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અને હિંદી ફિલ્મ મ્યુઝિક માટે છેલ્લાં પચાસ વર્ષનું સૌથી સફળ, સૌથી ધમધમતું અને પ્રેક્ષકો માટે સૌથી મઘમઘતું પુરવાર થયું. સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મો આ એક જ વર્ષમાં આવી અને ડઝનબંધ સુપરહિટ ગીતો આ એક જ વર્ષમાં સાંભળવા મળ્યાં. અનેક હીરો-હીરોઈનો, નિર્માતા – દિગ્દર્શકો, સંગીતકારો – ગીતકારોને નાઈન્ટી સેવન્ટી ફાઈવનું આ વર્ષ જબરદસ્ત ફળ્યું. એ વિશે ક્યારેક સેપરેટ લેખ. પણ અત્યારે ફોકસ આર.ડી. બર્મનના સંગીતમાં રિલીઝ થયેલી ૧૯૭૫ની ફિલ્મો પર: ‘ખેલ ખેલ મેં’, ‘દીવાર’, ‘વૉરન્ટ’, ‘આંધી’, ‘ખુશ્બૂ’, ‘ધરમકરમ’ અને ‘શોલે’. ઓહો, આમાંથી કઈ કઈ ફિલ્મનાં ક્યા ક્યા ગીતો યાદ કરીએ: એક મૈં ઔર એક તૂ અને ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં અને હમને તુમ કો દેખા અને સપના મેરા ટૂટ ગયા કે પછી તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ અને તેરે બિના ઝિંદગી સે શિકવા તો નહીં અને ઈસ મોડ સે જાતે હૈં કે પછી દો નૈનોં મેં આંસૂ ભરે હૈ અને ઓ માઝી રે અપના કિનારા કે પછી કહ દૂં તુમ્હેં યા ચૂપ રહૂં અને મૈંને તુઝે માંગા તુઝે પાયા હૈ અને આયમ ફૉલિંગ ઈન લવ વિથ ધ સ્ટ્રેન્જર કે પછી રુક જાના ઓજાના હમ સે દો બાતેં કર કે ચલી જાના કે પછી ‘શોલે’નાં બધાં જ ગીતો: યે દોસ્તી, હાં જબ તક હૈ જાન, કોઈ હસીના, હોલી કે દિન અને મહેબૂબા મહેબૂબા. અને ‘શોલે’નું ટાઈટલ મ્યુઝિક? એને કેવી રીતે લખવું અહીંયાં. સીટી વગાડીને ગાઉં છું, તમે પણ સીટીની સાથે ચપટી વગાડીને તાલ પુરાવો. ‘શોલે’નું તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બેમિસાલ.

૧૯૭૬થી ૧૯૯૩ સુધીની આર.ડી. બર્મનની કરિયર અને પર્સનલ લાઈફ ઘણી ઉબડખાબડ રહી. પણ આ ગાળામાંય એમણે અનેક કીમતી રત્નો આપ્યાં જેને આપણે ભૂલ્યા નથી. કાલે એ તમામ ગીતોને યાદ કર્યા પછી ગુલઝારે પંચમને આપેલી ટ્રિબ્યુટનો ઉત્તરાર્ધ જોડીને સિરીઝ પૂરી કરીએ.

આજનો વિચાર

હાથ જાણીતો ન હોવો જોઈએ
પીઠમાં ખંજર હશે તો ચાલશે

ધરતી કોરીકટ રહે તે કરતાં તો
છાપરે ગળતર હશે તો ચાલશે

હાથ લંબાવું ને તું હોય ત્યાં
એટલું અંતર હશે તો ચાલશે.

– હેમાંગ જોશી

એક મિનિટ!

ટીચર: બચ્ચોં કૌન સી કાસ્ટ (જાતિ) કે લોગ અચ્છે નાગરિક હોતે હૈં?

બિટ્ટુટુ: બનિયે…

ટીચર: વો કૈસે?

બિટ્ટુટુ: હર જગહ મોદીજી યહી કહતે હૈ. દેશ કે અચ્છે નાગરિક ‘બનિયે’! દેશભક્ત ‘બનિયે’! સમઝદાર ‘બનિયે’! ઈમાનદાર ‘બનિયે’! સચ્ચે ‘બનિયે’! પઢેલિખે ‘બનિયે’! સામાજિક ‘બનિયે’! વ્યવહારિક ‘બનિયે’! શાકાહારી ‘બનિયે’! સાત્ત્વિક ‘બનિયે’! ધાર્મિક ‘બનિયે’! ‘બનિયે’! ‘બનિયે’! ‘બનિયે’!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 6 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *