મેં અકેલા હું ધૂંધ મેં, પંચમ

આપણો પ્રોબ્લેમ એ છે કે માણસની જીવતે જીવ કદર કરતા નથી, એની ટેલન્ટને બિરદાવતા નથી, એને સાચવતા નથી. અને એ મરી જાય ત્યારે એ કેટલો મહાન હતો, મારે એની સાથે કેટલા ગાઢ સંબંધ હતા એવું કહીને એના નામે ચરી ખાઈએ છીએ.

આયુષ્યભર જેનું સર્જન તમને ગમતું રહ્યું હોય તે સર્જનને સાચવવાની, એનું ડૉક્યુમેન્ટેશન કરવાની, એના સર્જન વિશેની ઝીણામાં ઝીણી વિગતોને લખીને કે ઑડિયો/વીડિયો સ્વરૂપે રેકૉર્ડ કરીને સાચવી લેવાની જવાબદારી તમારી છે. તમારી એટલે? એ સર્જકના ચાહકોની.

રાહુલ દેવ બર્મનનો અવાજ ૪ જાન્યુઆરી ૧૯૯૪ના મળસ્કે સદાને માટે આથમી ગયો. આર. ડી. બર્મન જે ધૂન બનાવતા તેમાં ડમી શબ્દો ભરીને ગુલઝારને આપતા. ક્યારેક ગુલઝારે લખેલા શબ્દો પરથી ધૂન બનાવતા. આ બંને પ્રકારના કામમાં આર. ડી.એ પોતાના અવાજમાં ગીતકારને કે ગાયકને કે સાજિંદાઓને મદદરૂપ થવા માટે જે કંઈ ગાયું તે અઢળક કૅસેટ્સમાં રેકૉર્ડ તો થયું પણ એમાંનું બહુ સચવાયું નહીં. જે કંઈ સચવાયું તેને ગુલઝારે ૧૯૯૪માં જ એક ડબલ આલબમમાં આપણા સૌની સમક્ષ રજૂ કર્યું. અત્યારે એ ડબલ આલબમ ‘ગુલઝાર રિમેમ્બર્સ પંચમ’ના નામે તમને બજારમાં મળી જશે. ગુલઝારે લખેલાં અને પંચમે સ્વરબદ્ધ કરેલાં ગીતોમાંનાં ૨૨ ચુનંદા ગીતોમાં વચ્ચે વચ્ચે ક્યાંક ગુલઝારની કમેન્ટ્રી છે, ક્યાંક આર. ડી.નો અવાજ છે. અહીં કૌંસમાં જ્યાં જરૂર હશે ત્યાં હું ડબકું મૂકીશ. બાકી આર. ડી. છે, ગુલઝાર છે અને તમે છો:

(‘ઈજાઝત’ (૧૯૮૬)ના ‘કતરા કતરા’ ગીતના શબ્દો હજુ લખાયા નથી પણ ધૂનમાં ડમી શબ્દો મૂકીને આર. ડી. ગાઈ રહ્યા છે. સાઝમાં અત્યારે ગિટાર અને વ્હીસલ પ્રોમિનન્ટલી સંભળાય છે.)

ગુલઝાર: યાદ હૈ, બારિશોં કે દિન થે વો, પંચમ? ઔર પહાડો કે નીચે વાદી મેં ધૂંધ સે ઝાંક્કર નિકલતી હુઈ રેલ કી પટરિયાં ગુઝરતી થી. ધૂંધ મેં ઐસે લગ રહે થે હમ જૈસે દો પૌધ પાસ બેઠે હો. હમ બહોત દેર પટરિયોં પર બૈઠે હુએ ઉસ મુસાફિર કા ઝિક્ર કરતે રહે જિસ કો આના થા પિછલી શબ લેકિન ઉસ કી આમદ કા વક્ત ટલતા રહા. હમ બહોત દેર પટરિયોં પર બૈઠે હુએ ટ્રેન કા ઈન્તઝાર કરતે રહે. ટ્રેન આઈ ન ઉસ કા વક્ત હુઆ, ઔર તુમ યૂં હી દો કદમ ચલકર ધૂંધ પર પાંવ રખ કે ગુમ હો ગયે. મૈં અકેલા હૂં ધૂંધ મેં, પંચમ.

(‘કતરા કતરા’ની ધૂન હજુ પણ પંચમના અવાજમાં ચાલી રહી છે જે ફેડ આઉટ થતાંની સાથે જ ફેડ ઈન થાય છે એ ગીત.)

કતરા કતરા મિલતી હૈ
કતરા કતરા જિને દો
ઝિંદગી હૈ, બહને દો
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

કલ ભી તો કુછ ઐસા હી હુઆ થા
નીંદ મેં થી, તુમને જબ છુઆ થા
ગિરતે ગિરતે બાંહોં મેં બચી મૈં
સપને પે પાંવ પડ ગયા થા…
સપનોં મેં બહને દો,
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

તુમને તો આકાશ બિછાયા
મેરે નંગે પૈરોં મેં ઝમીં હૈ
પાકે ભી તુમ્હારી આરઝુ હો
શાયદ ઐસે ઝિંદગી હસીન હૈ
આરઝુ મેં બહને દો
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

હસકે હસકે કોહરે કે ધુંએ મેં
શાયદ આસમાન તક આ ગઈ હૂં
તેરી દો નિગાહેં કે સહારે
દેખો તો કહાં તક આ ગઈ હૂં
કોહરે મેં બહને દો…
પ્યાસી હૂં મૈં, પ્યાસી રહને દો…

ગુલઝાર: વો પ્યાસ નહીં થી જબ તુમ મ્યુઝિક ઉંડેલ રહે થે ઝિંદગી મેં, ઔર હમ સબ ઑક (ખોબો) બઢાકર માંગ રહે થે તુમ સે. પ્યાસ અબ લગી હૈ જબ કતરા કતરા તુમ્હારી આવાઝ કા જમા કર રહા હૂં. ક્યા તુમ્હેં પતા થા પંચમ, કિ તુમ ચુપ હો જાઓગે ઔર મેં તુમ્હારી આવાઝ ઢુંઢતા ફિરુંગા?

(ફિલ્મ: ‘દૂસરી સીતા’ ૧૯૭૪)

દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે
અપની સલિબે (ક્રોસ) આપ હી ઉઠાયે…

જબ કોઈ ડૂબા રાતોં કા તારા
કોઈ સવેરા વાપસ ના આયા
વાપસ જો આયે વિરાન સાયે
દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે…

જિના તો કોઈ મુશ્કિલ નહીં થા
મગર ડૂબને કો સાહિલ નહીં થા
સાહિલ સે કોઈ અબ તો બુલાએ
દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે…

સાંસોં કી ડોરી ટૂટે ના ટૂટે
ઝરા ઝિંદગી સે દામન તો છૂટે
કોઈ ઝિંદગી કે હાથ ના આયે
દિન જા રહે હૈં કિ રાતોં કે સાયે…

(પંચમના અવાજમાં: ફર્સ્ટક્લાસ હૈ… ખાલી હાથ શામ આયી હૈ… ખાલી હાથ જાયેગી… ફેડ આઉટ અને ફેડ ઈન ‘ઈજાઝત’નું એ ગીત…)

ખાલી હાથ શામ આયી હૈ
ખાલી હાથ જાયેગી
આજ ભી ન આયા કોઈ
ખાલી લૌટ જાયેગી
આજ ભી ન આયે આંસૂં
આજ ભી ન ભીગે નૈના
આજ ભી યે કોરી રૈના
કોરી લૌટ જાયેગી
ખાલી હાથ શામ આયી હૈ…

રાત કી સ્યાહી, કોઈ આયે તો મિટાએ ના?
આજ ના મિટાએ તો એ
કલ ભી લૌટ આયેગી
ખાલી હાથ શામ આયી હૈ…

(પંચમ: યે ગુલઝાર કા કેસેટ હૈ, ઈસ કો માર્ક કરો…)

ગુલઝાર: યે સિર્ફ મેરા નહીં અબ હમ સબ કા હૈ…

(ફિલ્મ: ‘સિતારા’, ૧૯૮૦)

યે સાયે હૈં, યે દુનિયા હૈ પરછાઈયોં કી
ભરી ભીડ મેં ખાલી તન્હાઈયોં કી
યહાં કોઈ સાહિલ સહારા નહીં હૈ
કહીં ડૂબને કો કિનારા નહીં હૈ
યહાં સારી રૌનક હૈ રુસવાઈયોં કી

કઇં ચાંદ ઉઠકર જલાયે-બુઝાયે
બહોત હમને ચાહા ઝરા નીંદ આયે
યહાં રાત હોતી હૈ બેઝારિયોં કી
યે સાયે હૈં…

યહાં સારે ચહેરે હૈ માંગે હુએ સે
નિગાહોં મેં આંસૂં ભી ટાંગે હુએસે
બડી નીચી રાહેં હૈં ઉંચાઈયોંકી
એ સાયે હૈં…

(પંચમના અવાજમાં: રોઝ રોઝ આંખોં તલેનું મુખડું)

(ફિલ્મ: ‘જીવા, ૧૯૮૬)

રોઝ રોઝ આંખોં તલે
એક હી સપના ચલે
રાતભર કાજલ જલે
આંખોં મેં જિસ તરહ
ખ્વાબ કા દિયા જલે

જબ સે તુમ્હારે
નામ કી મિસરી હોંઠ લગાયી હૈ
મીઠા સા ગમ હૈ
ઔર મીઠી સી તનહાઈ હૈ

છોટી સી દિલ કી ઉલઝન હૈ
યે સુલઝા દો તુમ
જિના તો સીખા હૈ મર કે
મરના સીખા દો તુમ

(કિશોરકુમારના અવાજમાં ‘પરિચય’ (૧૯૭૨)ના બેમશહૂર (ગીતનું મુખડું)

ગુલઝાર: યાદ હૈ મેરા પહેલા ગાના થા, તુમ્હારે સાથ. રાત કો એક બજે આ કે જગાયા થા તુમને… ઔર કહા થા, નીચે ચલો ગાડી મેં, તુમ્હેં ગાના સુનાતા હૂં. ઔર ફિરસુબહ તક તુમ સડકોં પર ગાડી ચલાતે રહે ઔર કૅસેટ પે યે ગાના સુનાતે રહે યે ગાના:

મુસાફિર હૂં યારોં
ન ઘર હૈ ન ઠિકાના
મુઝ ચલતે જાના હૈ
બસ, ચલતે જાના…

એક રાહ રુક ગઈ
તો ઔર જુડ ગઈ
મૈં મૂડા તો સાથ સાથ
રાહ મૂડ ગઈ
હવા કે પરોં પર
તેરા આશિયાના

દિનને હાથ થામ કર
ઈધર બીઠા લિયા
રાતને ઈશારે સે
ઉધર બુલા લિયા
સુબહ સે, શામ સે
તેરા દોસ્તાના

(પંચમના અવાજમાં ‘ઘર’ (૧૯૭૭)નું એ ફેમસ ગીત સંભળાઈ રહ્યું છે…

એ ફેડ આઉટ થાય છે ને આશાજીના અવાજમાં)

આજકાલ પાંવ ઝમીં પર નહીં પડતે તેરે
બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ

જબ બી થામા હૈ તેરા હાથ તો દેખા હૈ
લોગ કહતે હૈં કિ બસ હાથ કી રેખા હૈ
હમને દેખા હૈ દો તકદીરોં કો જુડતે હુએ

નીંદ સી રહતી હૈ, હલકા સા નશા રહતા હૈ
રાતદિન આંખો મેં એક ચહેરા બસા રહતા હૈ
પર લગી આંખોં કો દેખા હૈ કભી ઉડતે હુએ

જાને ક્યા હોતા હૈ, હર બાત પે કુછ હોતા હૈ
દિન મેં કુછ હોતા હૈ ઔર રાત મેં કુછ હોતા હૈ
થામ લેના જો કભી દેખો હમે ઉડતે હુએ

આ લેખ લખાઈ રહ્યો છે ત્રીજી જાન્યુઆરીની સાંજે. ૧૯૯૪ના વર્ષની ત્રીજી જાન્યુઆરીની સાંજ પંચમના જીવનની આખરી સાંજ હતી. એમને કે કોઈને અંદાજ નહોતો કે આ છેલ્લી સાંજ છે. ભગવાનને હશે. ઈશ્ર્વરની કૃપાની ખૂબ વાતો કરીએ છીએ આપણે. પણ ક્યારેક એ ક્રૂર, જાલિમ અને વૉટનોટ હોય છે, જે આ માણસને માત્ર ૫૪ વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી ઉપાડી લે છે. ઉપરવાળાના આ ગુનાનો ક્યારેક બદલો લેવાનો છું, પણ એ પહેલાં આજે અને કાલે પણ આર. ડી. બર્મનને ઉજવવાનો છું.

આજનો વિચાર

ઉત્તરાયણ નિમિત્તે ચેતવણી: અંગૂઠો સાચવજો. પતંગ બે દિવસ છે. સ્માર્ટ ફોન બારેમાસ છે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

અમેરિકા: અમારે ત્યાં તો બાળક અઢાર વર્ષનું થાય ને કમાતું થઈ જાય.

ભારતીય: અમારે ત્યાં તો જન્મે ત્યારે છ હજાર લઈને જ જન્મે છે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 4 જાન્યુઆરી 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *