મનની ગૂંચવણો કેવી રીતે ઉકેલવી

મનની ગૂંચવણો ઉકેલી શકાય ખરી?

પણ એ પહેલાં બીજો એક સવાલ: મનની ગૂંચવણો કોને કહીશું?

અને એ પહેલાં હજુ એક સવાલ: મન એટલે શું? સ્વભાવ એટલે શું? પર્સનાલિટી એટલે શું? આ બધામાં માબાપ કે વડીલો તરફથી જન્મ વખતે જિન્સરૂપી વારસામાં શું શું મળતું હોય છે? અને ઉછેર દરમિયાન એમાં અભાનપણે શું શું ઉમેરાતું હોય છે. ઉછેરનાં ફૉર્મેટિવ યર્સ દરમિયાન જ નહીં, આખી જિંદગી દરમિયાન અભાનપણે શું શું ઉમેરાતું હોય છે? આપણે જાતે સભાનપણે કે પ્રયત્નપૂર્વક એમાં શું શું ઉમેરતાં હોઈએ છીએ? આ બધા જ સવાલોના ઉત્તરનો જે સરવાળો મળે તેને મન કહી શકીએ.

આ મનમાં ગૂંચવણો ક્યારે સર્જાય? જ્યારે કશુંક અણધાર્યું બને ત્યારે? જ્યારે કેટલીક મહત્ત્વાકાંક્ષાઓ કે કેટલાંક સપનાંઓ સર્જાય ત્યારે? કે પછી એ સપનાંઓ સાકાર ન થાય ત્યારે? સંબંધો કે રોજગાર વ્યવસાયને કારણે જ નહીં માણસના જીવનના કોઈપણ પાસામાં કશુંક ખોરવાય કે ખોટકાય ત્યારે આવી ગૂંચવણો ઊભી થાય. કોઈના મૃત્યુ પછી પણ ઊભી થાય અને કોઈકની સાથે નથી રહેવું એટલેય ઊભી થાય અને કોઈકની સાથે રહેવા નથી મળતું એટલેય ઊભી થાય. આર્થિક આપત્તિઓને કારણે પણ મનની ગૂંચવણો સર્જાય અને સામાજિક બદનામીને લીધે પણ એ પેદા થાય.

આમ છતાં એવા અગણિત કિસ્સાઓ જોવા મળે જેની પાછળ ઉપર વર્ણવેલાં કે એની આસપાસનાં કોઈ કારણો ન હોય. દેખીતી રીતે અગમ્ય કારણોસર માણસ વિચિત્ર વર્તન કરતું થઈ જાય. એની બીહેવિયર પેટર્ન બદલાઈ જાય અને એ પણ ક્યારેક બદલાય, ક્યારેક નૉર્મલ રહે. ક્યારે બદલાશે તેની કોઈ નિશ્ર્ચિત ગણતરી ન હોય.

આવું થાય ત્યારે માણસ પાસે બેમાંથી એક જ માર્ગ ખૂલે. એક સાઈકીએટ્રિસ્ટને ક્ધસલ્ટ કરવાનો માર્ગ જે ધીરજપૂર્વક સાંભળીને તમને ટિકડીઓ આપીને તમારા મગજમાંના કેમિકલ્સમાં સર્જાયેલું ઈમ્બેલેન્સ સરખું કરી આપે. મુન્નાભાઈ જેને કેમિકલ લોચા કહેતા એવા લોચા પર ઈસ્ત્રી ફેરવી એને ફરી કાંજીકડક બનાવી દે.

બીજો માર્ગ તે સેલ્ફ હેલ્પનો માર્ગ, તમે પોતે જ ધર્મ, અધ્યાત્મ અને ફિલસૂફીનો સહારો લઈને પોતાની સારવાર કરો.

મેડિકલ સારવારમાં દવા ઉપર કાયમી ડિપેન્ડન્સી આવી જવાનું જોખમ છે તો વૈચારિક સમજ વધારીને મનની ગૂંચ ઉકેલવામાં બીજું જોખમ છે – પરિણામ કશું ન આવે છતાં તમે એવી ભ્રમણામાં રહો કે હવે મને સારું લાગે છે પણ અંદરથી તમારી ગૂંચો વધ્યા કરતી હોય. મેડિકલ સારવારનાં ધારાધોરણો અમુક વર્ષો દરમિયાન નવી નવી શોધખોળો થતાં સતત બદલાતાં રહે, ગઈ કાલે પ્રોઝેક જેવી જે દવા ઉપયોગી જણાતી તેના પર આજે હવે જોખમી પુરવાર થવાને લીધે પ્રતિબંધ આવી જાય. આ તરફ તમારી વૈચારિક સમજ વધારનારા લોકો દ્વારા તમારી જાણ બહાર પોતાના પૂર્વગ્રહો તમારા પર લાદવામાં આવતાં હોય, એમનાં સ્વાર્થો સિદ્ધ કરવા તેઓ તમારી પર્સનાલિટી સાથે ચેડાં કરતા હોય.

મનની ગૂંચવણો ઉકેલવાનાં બેઉ માર્ગો પ્રચલિત છે, બેઉના પોતપોતાના ફાયદા છે, બેઉમાં પોતપોતાનાં જોખમો છે.

માણસની શારીરિક બાબતો ખોરવાય ત્યારે જે કારણોસર એ ખોરવાઈ હોય તે જ માર્ગે એનો ઈલાજ કરવાનો હોય. માથું દુખવાનું, પેટ દુખવાનું કે બ્લડપ્રેશર વધવાનું કે શ્યુગર વધવાનું કે કોલેસ્ટરોલ વધવાનું કારણ કુદરતી હોય છે, નૈસર્ગિક હોય છે. તમારી પોતાની ટેવ-કુટેવનું એ પરિણામ હોય છે. એની સારવાર પણ કુદરતી ઉપાયોથી જ થવી જોઈએ. કૃત્રિમ ઉપાયો શરીરમાં ઝેર ઉમેરશે. હા, એક્સિડન્ટ થયો ને હાથ કપાઈ ગયો જેવાં શારીરિક ફેરફારો કુદરતસર્જિત નહીં, માનવસર્જિત હોય છે. એના માટે માનવસર્જિત એલોપથી ઉપચારો અનિવાર્ય, પણ એ સિવાયની શારીરિક ગરબડોમાં માનવસર્જિત ઉપચારો ઘાતક બને.

મનમાં ગૂંચવણો સર્જાતી હોય છે કુદરત દ્વારા. બ્રેઈનમાં રહેલા કેમિકલ્સનું જો સંતુલન ખોરવાય તો તેનું કારણ આપણી અંદર જ હોવાનું. કોઈ કૃત્રિમ રીતે તમારા મગજમાં સોયો નાખીને એનાં રસાયણોનું સંતુલન ખોરવી નાખતું નથી. શરીર પાસે પોતાના શારીરિક ઘા રૂઝવવાની કુદરતી શક્તિ હોય છે. લોહી આપોઆપ ગંઠાઈ જાય અને ચામડી પર પડેલા ચીરાઓ આપોઆપ વખત જતાં સંધાઈ જાય અને રુઝ આવી જાય એવું ભગવાને જ આપણને ગોઠવીને આપ્યું છે.

મન પર પડેલા ઘા, જેને કારણે આ બધી ગૂંચવણો સર્જાય છે તેને રૂઝવવાની કુદરતી શક્તિ પણ ભગવાને આપી જ છે. વખત જતાં આ બધી ગૂંચવણો એની મેળે ઉકલી જાય એવી મિકેનિઝમ ઉપરવાળાએ જન્મતાં પહેલાં જ તમારામાં ગોઠવી દીધી છે.

મનની નૉર્મલ ગૂંચવણો ઉકેલવા માટે સેલ્ફ હેલ્પવાળો કુદરતી માર્ગ શ્રેષ્ઠ છે. નેવું ટકા ગૂંચવણો એ માર્ગે ચાલતાં ચાલતાં ઉકલી જવાની.

જે ઘામાંથી લોહી વહેતું અટકતું જ નથી, હળદર દબાવ્યા પછી પણ એ ધોધમાર વહ્યા જ કરે છે, જે ઘા એટલો મોટો છે કે આપોઆપ સંધાઈ જવાની કોઈ શક્યતા નથી, ઊલટાનું એ વધારે વાર ખુલ્લો રહેશે તો વકરવાનો છે, એવા શારીરિક ઘાની સારવાર માટે માનવસર્જિત ઉપચારોની જરૂર પડવાની અને એવા દસ ટકા જેટલા માનસિક ઘા માટે મનોચિકિત્સકોને શરણે જવાના માર્ગે જવાની જરૂર પડવાની.

મને પૂછવામાં આવે કે મને જો જરૂર પડે તો હું કયો માર્ગ પસંદ કરું? સવાલ ઈન્ટરેસ્ટિંગ.

બેઉ માર્ગો પોતપોતાની રીતે સિદ્ધ થયેલા છે. બેમાંથી કોઈ માર્ગનો વિરોધ કર્યા વગર મારે ત્રીજો માર્ગ સૂચવવો છે. જેને મનની ગૂંચવણો આપણે માની લીધી છે તે ખરેખર ગૂંચવણો છે? કે પછી એ એક નૉર્મલ માનસિકતા છે, નૉર્મલ બીહેવિયર છે?

એક નાનકડો દાખલો લઈએ. ત્રણ વર્ષ પહેલાં સજાતીય સંબંધો બદલ ઈન્ડિયન પીનલ કોડ હેઠળ સજા કરવામાં આવતી. ત્રણ વર્ષ પહેલાંના એક દિવસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને હવે તો સજાતીય લગ્નોને પણ માન્યતા મળવા માંડી. આ ચુકાદો આવ્યાના આગલા દિવસ સુધી સજાતીય સંબંધો ધરાવતી તમારા કુટુંબની કોઈ વ્યક્તિને તમારે સાઈકીએટ્રિસ્ટ પાસે લઈ જવી પડતી, એની માનસિક સારવાર કરાવવા, એના મનની ગૂંચવણો ઉકેલવા. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એક જ ઝાટકે આ ગૂંચવણો શું દૂર થઈ ગઈ? ના, આ ગૂંચવણો હકીકતમાં ગૂંચવણ નથી અને નૉર્મલ બીહેવિયર છે એવું સ્વીકારાતું થઈ ગયું. તમને પોતાનો હોમોસેકસ્યુઅલ સંબંધો સામે અણગમો હોય ને તમે એવા સંબંધો ન બાંધો તો તમારી મરજી, પણ તમે તમારા એ વિચારો બીજા પર નથી લાદતા. સજાતીય સંબંધો તો માત્ર એક નાનકડું ઉદાહરણ છે. મનની ગૂંચવણો તો અનેક પ્રકારની હોવાની. સજાતીય સંબંધોવાળી માનસિકતા કે એવું વર્તન હવે માનસિક ગૂંચવણમાં નથી ગણાતાં એવું જ બીજી અનેક બાબતોમાં હોવાનું. આપણે જેને સાયકૉલોજિકલ પ્રોબ્લેમ્સ માનીને એના ઉકેલ માટે ફાંફા મારીએ છીએ તેમાંના કેટલાય હકીકતમાં પ્રોબ્લેમ્સ જ ન હોય એવું બની શકે? જે પરિસ્થિતિને સમસ્યા ગણવી જ ન જોઈએ એના ઉકેલો પાછળ દોડીને આપણે આપણો સમય, એનર્જી અને પૈસા વેડફતા હોઈએ એવું બની શકે. ધર્મપ્રચારકોની સંસ્થાઓમાં કે મનોચિકિત્સકોનાં દવાખાનામાં જવાને બદલે ઘરે બેસીને માત્ર એટલું જ વિચારીએ કે આપણને જે વાતો મનની ગૂંચવણ જેવી લાગે છે તે હકીકતમાં મનની નૉર્મલ પરિસ્થિતિ છે તો તમારી નવ્વાણું ટકા માનસિક બીમારીઓ ઘડીભરમાં છૂ થઈ જવાની. મનમાં ગૂંચવણો સર્જાઈ ગઈ છે એવું વિચારીને આપણે સીધાસાદા અને તદ્દન નૉર્મલ વિચાર પ્રવાહોને ખોરવી નાખતા હોઈએ છે. આંગળાની છાપની જેમ દરેકનું મન અલગ અલગ હોવાનું. મારું મન તમારા જેવું ન હોય ત્યારે તમે મને કહેતા હો છો કે મારા મનમાં ગૂંચવણો સર્જાઈ છે. તમારું મન મારા મન જેવું ન હોય ત્યારે હું પણ તમારા માટે એવું જ ધારવાનો. હકીકતમાં આ ‘ગૂંચવણો’ જ મને ને તમને આપણું પોતપોતાનું આગવું વ્યક્તિત્વ આપે છે. માટે એના માટે ગૌરવ લઈએ. એને દૂર કરવાની કોઈ જરૂર નથી. આવી રહેલ વર્ષને ચોક્કસ વધાવીએ શુભકામનાઓ વહેંચીને ખુશીઓ મનાવીએ પણ જૂના પિક્સ ડીલીટ કરી, છેક ભૂલી જઈ વીતેલા વર્ષને ન વધારે સતાવીએ.

– પ્રફુલ ચૉક્સી

એક મિનિટ!

આજકાલ પાંચ-સાત વર્ષનાં ટેણી-ટેણિયાઓ ગાય છે: ‘તુજ મેં રબ દિખતા હૈ, યારા, મૈં ક્યા કરું…’

એક આપડે હતા જે ‘ગોળ ગોળ ટામેટું, નદીએ ના’વા જાતું’તું, ઘી-ગોળ ખાતું’તું…’ ગાવામાંથી જ ઊંચા ના આયા.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 3 જાન્યુઆરી 2017)

2 comments for “મનની ગૂંચવણો કેવી રીતે ઉકેલવી

 1. Sharad Shah
  January 4, 2017 at 9:39 PM

  અહીં પ્રફુલભાઈને મન અંગેના જે સવાલો ઉદ્ભવ્યા છે તે અને તેવા બીજા અનેક સવાલો ઘણા બધાને ઉદ્ભવે છે અને તેના યોગ્ય ઉત્તરો કે સમાધાન મળતું નથી. દરેક જીવ કોઈને કોઈ મુંઝવણ અનુભવે છે અને આ મુંઝવણના કારણો શું છે તે સમજાતા નથી. અનેક બુધ્ધ પુરુષોએ અનેક રીતે શબ્દોના માધ્યમથી આપણી મુંઝવણો દુર કરવા પ્રયાસ કર્યા છે તેમ છત્તાં મુંઝવણો ત્યાંની ત્યાં છે. અને તેનુ કારણ છે આપણી બેહોશી કે અવિદ્યા.
  આપણે જીવન કેમ જીવાય તે જાણતા નથી, બસ જીવીએ છીએ જાણે એક ભાર વંઢોરતો મજુર હોય કે કોઈ બળદ હોય તેમ. અને પછી આ પીડાઓમાંથી મુક્ત થવા કોઈને કોઈ ઈન્ટોક્શીકેશનનો સહારો લઈએ. પછી તે દારુ હોય, ડ્રગ હોય કે પુસ્તકો કે ટેલિવિઝન કે ઈન્ટરનેટ કે અન્ય. કેમ કરીને આપણી જાતને ભુલવી તેના ઊપાયો કરીએ અને તેને મોજ-મજા કે આનંદ કહીએ.
  આપણી બેહોશી એટલી સઘન છે કે હું શરીર છું કે હું શરીરમાં છું તે પણ ભાગ્યેજ સમજાય છે. મોટાભાગના, મળેલ શરીરને જ હું સમજે. આઈનામાં મોં જુએ એટલે હું દેખાય, કોઈ નામ પોકારે એટલે હું નો અહેસાસ થાય, સરકારી ચોપડે આપણી આઈડેન્ટિટી હોય તેને હું સમજીએ. અને કોઈ કહે કે આ બેહોશીના લક્ષણો છે તો સામે પાછા જસ્ટીફાય કરીએ કે અરે! હું તો જાગું છું આંખો ખુલ્લી છે, જોઈ શકું છું આ પડદા, ખુરશીને સ્પર્શ કરી શકુ છું, ટિવીનો અવાજ સાંભળી શકુ છું. કોણે કીધું કે હું બેહોશ છું? બીજા બેહોશ હશે હું તો જાગૃત છું. આવી દલીલો કરીએ અને આપણને આપણી બેહોશી ક્યારેય દેખાય નહી. પણ હકિકત એવી છે કે આપણે બધા બેહોશીમાં જ જીવીએ છીએ. એકદમ મિકેનિકલી. રોબોટની જેમ. આપણાં રિમોટ કંટ્રોલ બીજાઓના હાથમાં છે અને આપણને ખબર નથી પડતી. કોઈ આપણું અપમાન કરે કે એકદમ ગુસ્સો આવી જાય. કોઈ સુંદર ગાડી કે લાડી જોઈએ કે લલચાઈ જવાય, કોઈ આપણી નીંદા-ટિકા કરે તો ખીજ ચઢી જાય. આપણી આ બેહોશીનો આપણને ભાગ્યે જ અનુભવ થાય છે. આ બેહોશીને કારણે આપણું મન આપણો માલિક બની બેઠું છે. મન એક નોકર તરીકે ઉત્તમ સેવાઓ આપે છે જ્યારે એક માલિક તરીકે અરાજકતા સર્જે છે અને આ અરાજકતાને કારણે મુંઝવણો છે.
  આ મન છે શું? તેના કાર્યો શું છે? તેના વિકારો શું છે? તેને કેમ કંટ્રોલમાં રખાય તેની આપણને ખબર નથી. થોડું સમજીએ.. આપણુ એક સ્થુળ શરીર છે અને આ સ્થુળ શરીરને કાર્ય કરવા પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આપેલ છે.જેને કરણ કહે. (જેના દ્વારા કાંઈ કરી શકાય તે કરણ) તેમજ આપણું સુક્ષ્મ શરીર છે અને આ સુક્ષ્મ શરીરના જે કરણો છે તે મન, બુધ્ધી, ચિત્ત અને અહંકાર છે.પશુ અને માનવીમાં જે ભેદ છે તે આ કરણોને કારણે છે. બુધ્ધી (ઈન્ટેલીજન્સ) પશુમાં અને માનવીમાં ઓછા વત્તા અંશે છે. ચિત્ત (એટેન્શન)પશુમાં સદા બહારની તરફ જ જાય, જ્યારે માનવી ધારે તો ચિત્તને અંદરની તરફ વાળી શકે છે. મન (માઈન્ડ) પશુમાં ન હોય, જ્યારે માનવીમાં હોય તેથી જ તે માનવ કહેવાય છે. અહંકાર (ઈગો) પશુમાં ન હોય જ્યારે માનવીમાં હોય.
  જેમને ભિતરનીયાત્રા કરવી છે તેમણે આ ચારે કરણો શું છે અને તેના કાર્ય શું છે, તેના વિકારો શું છે અને તેના સદઊપયોગ કે કરી શકાય તે જાણવુ જરુરી છે. અહીં મન વિષે સમજીએ બીજા કરણોને સ્પર્શતા નથી.
  આજની આધુનિકઆપણુ એક સ્થુળ શરીર છે અને આ સ્થુળ શરીરને કાર્ય કરવા પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આપેલ છે.જેને કરણ કહે. (જેના દ્વારા કાંઈ કરી શકાય તે કરણ) તેમજ આપણું સુક્ષ્મ શરીર છે અને આ સુક્ષ્મ શરીરના જે કરણો છે તે મન, બુધ્ધી, ચિત્ત અને અહંકાર છે.પશુ અને માનવીમાં જે ભેદ છે તે આ કરણોને કારણે છે. બુધ્ધી (ઈન્ટેલીજન્સ) પશુમાં અને માનવીમાં ઓછા વત્તા અંશે છે. ચિત્ત (એટેન્શન)પશુમાં સદા બહારની તરફ જ જાય, જ્યારે માનવી ધારે તો ચિત્તને અંદરની તરફ વાળી શકે છે. મન (માઈન્ડ) પશુમાં ન હોય, જ્યારે માનવીમાં હોય તેથી જ તે માનવ કહેવાય છે. અહંકાર (ઈગો) પશુમાં ન હોય જ્યારે માનવીમાં હોય.
  જેમને ભિતરનીયાત્રા કરવી છે તેમણે આ ચારે કરણો શું છે અને તેના કાર્ય શું છે, તેના વિકારો શું છે અને તેના સદઊપયોગ કે કરી શકાય તે જાણવુ જરુરી છે. અહીં મન વિષે સમજીએ બીજા કરણોને સ્પર્શતા નથી.
  આજની આધુનિક ભાષામાં મનને સોફ્ટવેર કહી શકાય. અને આ સોફ્ટવેર બને છે આપણે આપણી જ્ઞાનેદ્રિયો અને કર્મેન્દ્રીયોના ઉપયોગથી.આપણી યાત્રા આ જન્મની જ નથી. અનેક જન્મોથી યાત્રા ચાલે છે અને જન્મ દરમ્યાન આપણે આ સ્થુળદેહના કરણો દ્વારા કાંઈકને કાંઈક કરીએ છે. જેને શાસ્ત્રીય ભાષામાં કર્મ અને કર્મના પરિણામ કે નિયમો કહે. આપણા આવા કર્મો લઈને આપણે બીજો જન્મ લઈએ તેને શાસ્ત્રો સંસ્કાર કહે. આ સિવાય આ જન્મમાં જે કાંઈ ગ્રહણ કરીએ અને કરીએ તેમાંથી જન્મ થાય આપણા મનનો કે સોફ્ટવેરનો. જો દુર ઊપયોગ થયો હોય તો સોફ્ટવેર બધા ગોટાળા ઉભા કરે અને જો સદઊપયોગ કરતાં આવડ્યો હોય તો તેવું સોફ્ટવેર જીવનમાં ખુબ ઊપયોગી બને.
  બીજી રીતે કહીએ તો મન જો પીડા અને મુંઝવણો આપતું હોય તો સમજવું કે આપણે કચરો ભેગો કર્યો છે અને તેની દુર્ગંધથી ઊભી થતી પીડા ભોગવીએ છીએ.
  મનનુ કાર્ય છે વિચારવાનુ અને તે કેવળ માનવી જ કરી શકે છે. જાગ્રત અવસ્થામાં વિચાર અને નીંદ્રા અવસ્થામાં મન સ્વપ્ન નિર્માણ કરે છે. વિચાર એક ઉર્જા છે જે મનમાં પ્રવાહિત થાય છે. જો વાયરીંગ બરોબર હોય તો વિજળી લાભકારક બને. પણ જો વાયરીંગ આડેધડ કરેલ હોય તો સોટ સર્કીટ થાય અને જે કરણ આપણને સુખ આપી શકે તે જ કરણ દુખ અને પીડા આપે. તેવું જ મનનુ છે. વિચારની ઊર્જા કંટ્રોલમાં ન રહે તો સતત કંટ્રોલ બહાર આડા અવળા વિચારો કાં વાણી (ડાયલોગ) રુપે, મનમાં ને મનમાં બબડાટ (મોનોલોગ) રુપે કે સ્વપ્ન રુપે નોન સ્ટોપ ચાલ્યા જ કરે. અને જીવનની પ્રાણ ઉર્જા સૌથી વધારે તેમાં ખર્ચાઈ જાય અને જીવન દુખ મય અને નિરસ બની જાય. આ તેના પરિણામો છે. પરંતુ જો મનની ઊર્જા કાબુમાં રાખી શકાય તો ગજબનુ કામ કરે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.આપણા મનની હાલત કેવી છે તે દરેકે જોઈ લેવી.
  મનના વિકારો છે કલ્પના અને સ્મૃતિ. અથવા કહો કે ભુત અને ભવિષ્ય. મન ભુતકાળમાં અને ભિષ્યકાળની કલ્પનાઓમાં ખોવાયેલું રહે ત્યારે તે બે કાબુ ઊર્જા બની જાય છે અને પોતે માલિક બની બધી ગરબડો ઊભી કરે. વર્તમાનમાં મનની ઉર્જા સંયમમાં અને નિયંત્રણમાં રહે છે. આપણા દુખો, મુંઝવણો, પીડાઓનુ કારણ આ ભુત ભવિષ્યમાં ભટકતું મન છે. મનને સંયમમાં રાખવા વર્તમાન ક્ષણમાં જીવતા શિખવું પડે છે અને એકવાર એ આવડી જાય તો ભિતર રહેલ આત્મ તત્વનો અનુભવ થવાની શરુઆત થાય અને અંતરયાત્રા શરુ થાય જે ને શાસ્ત્રોની ભાષામાં ધર્મ કહે. હવે જીવન ઉર્જા ઉદ્વગામી બને અને ધીમે ધીમે અંધકારમાંથી પ્રકાશની દિશામાં આગળ વધાય.
  જેમ જેમ સ્વાધ્યાય થતો જાય તેમ આ વાત પકડમાં આવતી જશે. ધીરજથી અને શાંત ચિત્તે ભિતર જોતાં જવું આ તેનો ઊપાય છે.

 2. Sharad Shah
  January 4, 2017 at 9:46 PM

  Sorry for the mistake on above comment. Read here. If possible delete the above one.
  અહીં પ્રફુલભાઈને મન અંગેના જે સવાલો ઉદ્ભવ્યા છે તે અને તેવા બીજા અનેક સવાલો ઘણા બધાને ઉદ્ભવે છે અને તેના યોગ્ય ઉત્તરો કે સમાધાન મળતું નથી. દરેક જીવ કોઈને કોઈ મુંઝવણ અનુભવે છે અને આ મુંઝવણના કારણો શું છે તે સમજાતા નથી. અનેક બુધ્ધ પુરુષોએ અનેક રીતે શબ્દોના માધ્યમથી આપણી મુંઝવણો દુર કરવા પ્રયાસ કર્યા છે તેમ છત્તાં મુંઝવણો ત્યાંની ત્યાં છે. અને તેનુ કારણ છે આપણી બેહોશી કે અવિદ્યા.
  આપણે જીવન કેમ જીવાય તે જાણતા નથી, બસ જીવીએ છીએ જાણે એક ભાર વંઢોરતો મજુર હોય કે કોઈ બળદ હોય તેમ. અને પછી આ પીડાઓમાંથી મુક્ત થવા કોઈને કોઈ ઈન્ટોક્શીકેશનનો સહારો લઈએ. પછી તે દારુ હોય, ડ્રગ હોય કે પુસ્તકો કે ટેલિવિઝન કે ઈન્ટરનેટ કે અન્ય. કેમ કરીને આપણી જાતને ભુલવી તેના ઊપાયો કરીએ અને તેને મોજ-મજા કે આનંદ કહીએ.
  આપણી બેહોશી એટલી સઘન છે કે હું શરીર છું કે હું શરીરમાં છું તે પણ ભાગ્યેજ સમજાય છે. મોટાભાગના, મળેલ શરીરને જ હું સમજે. આઈનામાં મોં જુએ એટલે હું દેખાય, કોઈ નામ પોકારે એટલે હું નો અહેસાસ થાય, સરકારી ચોપડે આપણી આઈડેન્ટિટી હોય તેને હું સમજીએ. અને કોઈ કહે કે આ બેહોશીના લક્ષણો છે તો સામે પાછા જસ્ટીફાય કરીએ કે અરે! હું તો જાગું છું આંખો ખુલ્લી છે, જોઈ શકું છું આ પડદા, ખુરશીને સ્પર્શ કરી શકુ છું, ટિવીનો અવાજ સાંભળી શકુ છું. કોણે કીધું કે હું બેહોશ છું? બીજા બેહોશ હશે હું તો જાગૃત છું. આવી દલીલો કરીએ અને આપણને આપણી બેહોશી ક્યારેય દેખાય નહી. પણ હકિકત એવી છે કે આપણે બધા બેહોશીમાં જ જીવીએ છીએ. એકદમ મિકેનિકલી. રોબોટની જેમ. આપણાં રિમોટ કંટ્રોલ બીજાઓના હાથમાં છે અને આપણને ખબર નથી પડતી. કોઈ આપણું અપમાન કરે કે એકદમ ગુસ્સો આવી જાય. કોઈ સુંદર ગાડી કે લાડી જોઈએ કે લલચાઈ જવાય, કોઈ આપણી નીંદા-ટિકા કરે તો ખીજ ચઢી જાય. આપણી આ બેહોશીનો આપણને ભાગ્યે જ અનુભવ થાય છે. આ બેહોશીને કારણે આપણું મન આપણો માલિક બની બેઠું છે. મન એક નોકર તરીકે ઉત્તમ સેવાઓ આપે છે જ્યારે એક માલિક તરીકે અરાજકતા સર્જે છે અને આ અરાજકતાને કારણે મુંઝવણો છે.
  આ મન છે શું? તેના કાર્યો શું છે? તેના વિકારો શું છે? તેને કેમ કંટ્રોલમાં રખાય તેની આપણને ખબર નથી. થોડું સમજીએ.. આપણુ એક સ્થુળ શરીર છે અને આ સ્થુળ શરીરને કાર્ય કરવા પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો આપેલ છે.જેને કરણ કહે. (જેના દ્વારા કાંઈ કરી શકાય તે કરણ) તેમજ આપણું સુક્ષ્મ શરીર છે અને આ સુક્ષ્મ શરીરના જે કરણો છે તે મન, બુધ્ધી, ચિત્ત અને અહંકાર છે.પશુ અને માનવીમાં જે ભેદ છે તે આ કરણોને કારણે છે. બુધ્ધી (ઈન્ટેલીજન્સ) પશુમાં અને માનવીમાં ઓછા વત્તા અંશે છે. ચિત્ત (એટેન્શન)પશુમાં સદા બહારની તરફ જ જાય, જ્યારે માનવી ધારે તો ચિત્તને અંદરની તરફ વાળી શકે છે. મન (માઈન્ડ) પશુમાં ન હોય, જ્યારે માનવીમાં હોય તેથી જ તે માનવ કહેવાય છે. અહંકાર (ઈગો) પશુમાં ન હોય જ્યારે માનવીમાં હોય.
  જેમને ભિતરનીયાત્રા કરવી છે તેમણે આ ચારે કરણો શું છે અને તેના કાર્ય શું છે, તેના વિકારો શું છે અને તેના સદઊપયોગ કે કરી શકાય તે જાણવુ જરુરી છે. અહીં મન વિષે સમજીએ બીજા કરણોને સ્પર્શતા નથી.
  આજની આધુનિક ભાષામાં મનને સોફ્ટવેર કહી શકાય. અને આ સોફ્ટવેર બને છે આપણે આપણી જ્ઞાનેદ્રિયો અને કર્મેન્દ્રીયોના ઉપયોગથી.આપણી યાત્રા આ જન્મની જ નથી. અનેક જન્મોથી યાત્રા ચાલે છે અને જન્મ દરમ્યાન આપણે આ સ્થુળદેહના કરણો દ્વારા કાંઈકને કાંઈક કરીએ છે. જેને શાસ્ત્રીય ભાષામાં કર્મ અને કર્મના પરિણામ કે નિયમો કહે. આપણા આવા કર્મો લઈને આપણે બીજો જન્મ લઈએ તેને શાસ્ત્રો સંસ્કાર કહે. આ સિવાય આ જન્મમાં જે કાંઈ ગ્રહણ કરીએ અને કરીએ તેમાંથી જન્મ થાય આપણા મનનો કે સોફ્ટવેરનો. જો દુર ઊપયોગ થયો હોય તો સોફ્ટવેર બધા ગોટાળા ઉભા કરે અને જો સદઊપયોગ કરતાં આવડ્યો હોય તો તેવું સોફ્ટવેર જીવનમાં ખુબ ઊપયોગી બને.
  બીજી રીતે કહીએ તો મન જો પીડા અને મુંઝવણો આપતું હોય તો સમજવું કે આપણે કચરો ભેગો કર્યો છે અને તેની દુર્ગંધથી ઊભી થતી પીડા ભોગવીએ છીએ.
  મનનુ કાર્ય છે વિચારવાનુ અને તે કેવળ માનવી જ કરી શકે છે. જાગ્રત અવસ્થામાં વિચાર અને નીંદ્રા અવસ્થામાં મન સ્વપ્ન નિર્માણ કરે છે. વિચાર એક ઉર્જા છે જે મનમાં પ્રવાહિત થાય છે. જો વાયરીંગ બરોબર હોય તો વિજળી લાભકારક બને. પણ જો વાયરીંગ આડેધડ કરેલ હોય તો સોટ સર્કીટ થાય અને જે કરણ આપણને સુખ આપી શકે તે જ કરણ દુખ અને પીડા આપે. તેવું જ મનનુ છે. વિચારની ઊર્જા કંટ્રોલમાં ન રહે તો સતત કંટ્રોલ બહાર આડા અવળા વિચારો કાં વાણી (ડાયલોગ) રુપે, મનમાં ને મનમાં બબડાટ (મોનોલોગ) રુપે કે સ્વપ્ન રુપે નોન સ્ટોપ ચાલ્યા જ કરે. અને જીવનની પ્રાણ ઉર્જા સૌથી વધારે તેમાં ખર્ચાઈ જાય અને જીવન દુખ મય અને નિરસ બની જાય. આ તેના પરિણામો છે. પરંતુ જો મનની ઊર્જા કાબુમાં રાખી શકાય તો ગજબનુ કામ કરે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.આપણા મનની હાલત કેવી છે તે દરેકે જોઈ લેવી.
  મનના વિકારો છે કલ્પના અને સ્મૃતિ. અથવા કહો કે ભુત અને ભવિષ્ય. મન ભુતકાળમાં અને ભિષ્યકાળની કલ્પનાઓમાં ખોવાયેલું રહે ત્યારે તે બે કાબુ ઊર્જા બની જાય છે અને પોતે માલિક બની બધી ગરબડો ઊભી કરે. વર્તમાનમાં મનની ઉર્જા સંયમમાં અને નિયંત્રણમાં રહે છે. આપણા દુખો, મુંઝવણો, પીડાઓનુ કારણ આ ભુત ભવિષ્યમાં ભટકતું મન છે. મનને સંયમમાં રાખવા વર્તમાન ક્ષણમાં જીવતા શિખવું પડે છે અને એકવાર એ આવડી જાય તો ભિતર રહેલ આત્મ તત્વનો અનુભવ થવાની શરુઆત થાય અને અંતરયાત્રા શરુ થાય જે ને શાસ્ત્રોની ભાષામાં ધર્મ કહે. હવે જીવન ઉર્જા ઉદ્વગામી બને અને ધીમે ધીમે અંધકારમાંથી પ્રકાશની દિશામાં આગળ વધાય.
  જેમ જેમ સ્વાધ્યાય થતો જાય તેમ આ વાત પકડમાં આવતી જશે. ધીરજથી અને શાંત ચિત્તે ભિતર જોતાં જવું આ તેનો ઊપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *