Month: January 2017

હિંદી ફિલ્મોના એ વિલનો હીરોઈનો સાથે જે કરતા હતા એવું જ આ લોકો ગુજરાતી ભાષા સાથે કરે છે

દરેક ભાષાને એનું પોતાનું શીલ હોય છે, શિયળ હોય છે. ભાષાની આ પવિત્રતાને સમજ્યાકર્યા વિના દે ઠોકમઠોક લખ્યે જનારાઓ ભાષાનો શિયળભંગ કરે છે. એક જમાનામાં પ્રેમ ચોપરા અને શક્તિ કપૂર એમની ફિલ્મની હીરોઈનો સાથે રૂપેરી પરદા પર જે કૃત્ય કરતા…

વીતેલો પ્રજાસત્તાક દિવસ, હસમુખ ગાંધી અને જલ્લીકટ્ટુ

વીતી ગયેલી રજાના મૂડમાં ત્રણ નાના મુદ્દા, ખૂબ ટૂંકમાં. * * * ૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો. આઝાદી મળ્યા પછી આ દેશમાં સરમુખત્યારી આવી શકી હોત, લશ્કરશાહી આવી શકી હોત કે પછી સંપૂર્ણપણે સામ્યવાદી સરકાર પણ આવી…

ગાંધીજીનું સત્ય, ગાંધીજીના સત્યાગ્રહો અને એની ફળશ્રુતિ

સત્ય અને સત્યાગ્રહ વિશેના કેટલાક પ્રચલિત ખયાલો જે મનમાં જડબેસલાક ઘૂસી ગયા છે તેના વિશે જો ફેરવિચારણા કરવાની દાનત હોય એમણે જ આ લેખ વાંચવો. કહેવાય છે કે સત્ય નિરપેક્ષ હોય છે. થિયોરેટિકલી યસ, પણ પ્રેક્ટિકલી? બ્રિટિશ જે સત્ય જોઈ…

એક અનોખી મુલાકાત – પ્રતિલિપિ

સૌરભ શાહની એક અનોખી મુલાકાત, બેંગ્લોરસ્થિત પ્રતિલિપિ ડૉટ કૉમનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કર દ્વારા મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend

પર્સનલ લાઈફ સરખી કરવામાં પ્રોફેશનલ લાઈફ ખોરવાઈ ગઈ

‘સદ્ગતિ’ (૧૯૮૧)ના શૂટિંગ વખતે એક શૉટ સમજાવતાં સત્યજિત રાયે ઓમ પુરીને અંગ્રેજીમાં ઈન્સ્ટ્રક્શન આપતાં કહ્યું કે તારે બ્રાહ્મણના ઘરમાં જિન્જરલી પ્રવેશવાનું છે. તે વખતે ઓમને અંગ્રેજીના ફાંફા. સહેજ ખચકાટ પછી હિંમત એકઠી કરીને ઓમે પૂછયું, જિન્જરલી એટલે? સત્યજિત રાયે સ્મિત…

ઍક્ટર હવે સ્ટાર બને છે

૧૯૮૩માં ‘અર્ધસત્ય’ રિલીઝ થયા પછી ઓમ પુરીને નૅશનલ અવૉર્ડ તો મળ્યો જ, ઉપરાંત ઍક્ટર તરીકેનું સેલિબ્રિટી સ્ટેટસ પણ મળ્યું. કમર્શિયલ ફિલ્મો બનાવવાવાળા ઓમનો ભાવ પૂછવા લાગ્યા. નૅશનલ અવૉર્ડ તો ઓમને અગાઉ શ્યામ બેનેગલની ‘આરોહણ’ માટે પણ મળ્યો હતો, પરંતુ એ…

ત્રીસ હજારમાં જિંદગીની પહેલી ગાડી ડુક્કર ફિયાટ ખરીદી

‘આ માણસ ન તો હીરો જેવો દેખાય છે, ન વિલન જેવો લાગે છે, ન કૉમેડિયન જણાય છે. એ કઈ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કામ લાગવાનો છે?’ ઓમ પુરીએ પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ માટેના ઈન્ટરવ્યૂ વખતે બે નાટ્યખંડનું પઠન કરાવાયું હતું. એક…

ગુજરાતી લખાણોમાં અંગ્રેજી શબ્દો ચાલે? નો, નેવર

દુનિયાની દરેક ભાષા બીજી ભાષાઓને કારણે સમૃદ્ધ થતી હોય છે. ‘પરાઠા’ અને ‘ઘેરાવ’ સહિતના હજારો હિન્દી શબ્દોને અંગ્રેજીના આધારભૂત શબ્દકોશ ગણાતી ઑક્સફર્ડ ડિક્શનરીએ માન્યતા આપી છે. વર્ષો પહેલાં મહારાષ્ટ્રની ‘રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા’ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ખબર…

જેમને ઈંગ્લિશના ફાંફા હતા એમનું બ્રિટિશરોએ સન્માન કરવું પડ્યું

ગુજરાતી માધ્યમમાં ભણવાનો એક મોટો ગેરફાયદો એ થતો હોય છે કે તમારું અંગ્રેજી ફ્લ્યુઅન્ટ નથી હોતું. હું એકથી દસ ધોરણ ખારની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં ભણ્યો. પૂરેપૂરું ગુજરાતી મિડિયમ. ન્યુ એસ.એસ.સી.ના પહેલા બૅચમાં પાસ થઈને અગિયારનું કરવા ન્યુ ઈરામાં જ્યાં ઇંગ્લિશ…

મામાએ ઘરમાંથી કાઢી મૂક્યા તો ઍક્ટર બન્યા

મા તારાદેવી જતે દહાડે પાગલ થઈ ગઈ અને છેવટે મરી ગઈ. બાપ કરતાં બમણી ઉંમરની લાગતી. ધોળા વાળ અને દાંતનું ચોકઠું. ઓમ પુરીને યાદ છે કે કિશોરાવસ્થામાં અમૃતસરના એક પાગલખાનામાં એ પિતાની સાથે માને મળવા જતો. ત્યાં માને સારવાર માટે…