Month: December 2016

આ દેશમાં હિંસાનો ડર દેખાડીને કામ થઈ શકે છે

હિંદુઓ દ્વારા મુસ્લિમો વિરુદ્ધ થતી છુટમુટ, અપવાદરૂપ હિંસક ઘટનાઓને સેક્યુલરો ‘હિંદુ આતંકવાદ’ તરીકે ઓળખે છે એવું કૉનરાડ એલ્સ્ટર એમના પુસ્તક ‘ઑન મોદી ટાઈમ…’માં કહે છે. લેખક કહે છે કે સેક્યુલરોના ફળદ્રુપ દિમાગની નીપજ જેવા આ બે શબ્દો એમના ‘હિન્દુફોબિયા’ (હિન્દુઓનો…

ઇસ્લામના ટેરરિઝમની સામે હિન્દુ આતંકવાદ?

કરન્ટ ટૉપિક વિશે લખવામાં ફાયદો છે અને ગેરફાયદો પણ. આજે લખાયેલો લેખ બે વરસ પછી વાંચવામાં આવે તો એ વાસી લાગે, અપ્રસ્તુત લાગે. ફાયદો એ કે જો એ લેખની નીચે તમે તારીખ લખીને તમારા પુસ્તકમાં પ્રગટ કરો તો એનું દસ્તાવેજી…

આજના હિન્દુત્વનાં પ્લસમાઈનસ

કોઈ તમને છંછેડે નહીં ત્યાં સુધી તમે ચૂપ બેસી રહેતા હો છો, તમારું કામ કર્યા કરતા હો છો. કોઈ તમને વારંવાર છંછેડે કે પછી એક જ વખત પણ એવી જબરજસ્ત રીતે છંછેડે ત્યારે તમારે રિટેલિયેટ કરવું જ પડે, સામો જવાબ…

તમને દૂધી ભાવે છે કે નથી ભાવતી?

એક જમાનામાં મારુતિ એઈટ હન્ડ્રેડ ઉર્ફે ફ્રન્ટી લક્ઝુરિયસ કાર ગણાતી. ફિયાટ – ઍમ્બેસેડર મારુતિના આવ્યા પછી ડાઉનમાર્કેટ થઈ ગઈ. ફ્રન્ટી પછી મારુતિએ ઝેન નામની હજુ વધુ વૈભવશાળી એવી કાર બજારમાં મૂકી. ઝેન સ્ટેટસ સિમ્બોલ ગણાતી તે વખતે! ઝેન એટલે શું?…

હૅટટ્રિક મુલાકાતો

એક જ અઠવાડિયાના ગાળામાં ત્રણ-ત્રણ મહાનુભાવોને મળવાનો યોગ ઊભો થાય એવું બહુ ન બને. જ્યોતિ પુનવાનીને હું ભલે મહાનુભાવની કૅટેગરીમાં ન મૂકું પણ શી ઈઝ ક્વાઈટ ફેમસ. ઍન્ડ વેલ રિસ્પેક્ટેડ. ખાસ કરીને સેક્યુલર પ્રજામાં. ૧૯૮૦ના ગાળામાં વિનોદ મહેતાનું ‘સન્ડે ઑબ્ઝર્વર’…

હરખચંદ વિરુદ્ધ ગંગાપ્રસાદ

બરાબર એક વર્ષ પહેલાં નાણામંત્રી અરુણ જેટલીએ દિલ્હીમાં વાનરવેડા કરવામાંથી ઊંચા ન આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એના બીજા જમુરાઓ પર રૂપિયા દસ કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટમાં દર્જ થયેલો આ સિવિલ કેસ રદ કરાવવા કેજરીવાલે ધમપછાડા…

ટકોરો કુંભારને મારવાનો હોય કે માટલાને?

તમારા કરતાં વધારે પૈસાદાર પાડોશી/સગાં/મિત્ર/ પરિચિતની અદેખાઈ સીધી રીતે વ્યક્ત ન થઈ શકે ત્યારે આપણે કેવી રીતે એમની ટીકા કરીએ? બધાને ખબર છે કે કેવી રીતે એણે આ પૈસા બનાવ્યા છે. તમારા કરતાં વધારે રૂપાળી પડોશણ/સગલી/સખી/ એકવેન્ટન્સ/ ક્લીગની અદેખાઈ સીધી…

સદ્ગુણોની શાલ ઓઢવા કરતાં દિગંબર રહેવું સારું

‘લેખક કે ઉપદેશક મોટો હોય કે નાનો હોય, જ્ઞાની અને પંડિત હોય કે મૂઢ અને અભણ હોય, અવતાર કોટિનો હોય કે પામર હોય, તેના વિચારો નિરક્ષીરવિવેકથી જ લેવાના હોય એમ કહેવાની જરૂર ન હોય. તેમાં કવિઓના વિચારો વિશે ખાસ કાળજી…

દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે

નીતિ એટલે શું? નિયમો એટલે શું? એ કોણે બનાવ્યાં? જેમણે બનાવ્યાં એમને એ અધિકાર કોણે આપ્યો? નીતિનિયમો ઘડનારાઓએ એ નિયમો પાળ્યા ખરા? સિદ્ધાંતોમાં માનતા અને ઉપદેશ આપતા મોટા મોટા ચિંતકો, બૌદ્ધિકો, વિચારકો અને લેખકોની સ્ટડી રૂમના એકાંતમાં લખવાની પેન અને…

હૃદયહીન આદર્શોના જુલમ જેવી સરમુખત્યારી બીજી એકેય નથી

એક આખી પેઢીના દિમાગમાં નવા આર્થિક-રાજકીય-સામાજિક વિચારોની ચિનગારી પેટાવનાર કાર્લ માર્ક્સ પોતાની થિયરી લોકોને ગળે ઉતારવા વૈચારિક છેતરપિંડી કરતા. આવી માહિતી પૉલ જ્હૉન્સને ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’માં આપી છે. આંકડાઓથી લોકો ઈમ્પ્રેસ થતા હોય છે. માર્ક્સ પોતાની થિયરીને અનુકૂળ આવે એવા જૂના આંકડાઓ…