મારા બાથરૂમની દુર્ગંધ અને તમારો મઘમઘતો પૂજાખંડ

સાઉદી અરેબિયામાં મક્કા-મદીનાની હજ કરતાં ભીડમાં ચગદાઈને આયે દિન સેંકડો લોકો મરી જતા હોય છે. સાઉદી અરેબિયા છે. સૌથી પૈસાદાર ઈસ્લામિક ક્ધટ્રી. ધારે એવી સગવડો અને ધારે એવું ઈન્ફ્રાસ્ટ્રકચર આપી શકે છે. આપે જ છે. આમ છતાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ભીડમાં ચગદાઈને અલ્લાને પ્યારા થઈ ગયા છે. મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ રાખનારા આપણા સેક્યુલર તકવાદીઓ આવા પ્રસંગે અદબ-પલાંઠી-વાળીને મોં પર આંગળી મૂકીને ડાહ્યાડમરા થઈ જાય છે. પણ જેવો કોઈ બનાવ ભારતના હિંદુ તીર્થસ્થળ પર બન્યો જેમાં ડઝન – બે ડઝન કે પાંચ-પચાસ હિન્દુ શ્રદ્ધાળુઓ ભીડ – અવ્યવસ્થાને લીધે ચગદાઈ ગયા તો આ સેક્યુલર બાબા-બેબીઓ તરત ચશ્માં ચડાવીને ચિલ્લાચિલ્લી કરી મૂકશે કે બંધ કરો આવી અંધશ્રદ્ધાને ઉત્તેજન આપવાનું, બંધ કરો આ કુંભ મેળાના તમાશાઓ, બંધ કરો લાખો-કરોડો રૂપિયાના ખર્ચે થતા આ બધા ધાર્મિક ઉત્સવો.

ભઈલા, હજ બંધ કરવા વિશે એક શબ્દ તો ઉચ્ચારી જો, બકા. તારી જીભ કાપીને તારા હાથમાં આપી દેશે એ લોકો. હિંદુઓ માટે જ તને આવું બોલવાનું સૂઝે છે?

હિંદુ પ્રજા નાતજાતમાં માને છે, પેટા જ્ઞાતિઓની વાડાબંધીએ હિંદુ પ્રજાને કુંઠિત કરી નાખી છે એવું તું કહે છે ત્યારે શું હિંદુઓ માટે તને ચિંતા-ફિકર છે એટલે કહે છે? ના. તારે અમારું નીચાજોણું કરાવવું છે. અત્યારે પણ શિયા-સુન્નીઓ આપસમાં કતલ કરીને લડે છે, એકબીજાની મસ્જિદો પર બૉમ્બ ધડાકા કરે છે. પ્રોટેસ્ટન્ટો ક્યારેય કેથલિકોના ચર્ચમાં પગ નથી મૂકતા અને કેથોલિકો સેમ જિસસ ક્રાઈસ્ટની પૂજા કરતાં હોવા છતાં પ્રોટેસ્ટન્ટોના દેવળમાં પગ નથી મૂકતા, ખ્રિસ્તી પ્રજાનો ઈતિહાસ તો ઘણો લોહિયાળ છે. મુસલમાન પ્રજાનો તો છે જ. અને તમે હિંદુઓ આપસમાં લડી મરે છે એની ફિકર કરો છો?

ઝૂંપડપટ્ટી મારે ત્યાંય છે ને તમારે ત્યાંય છે. મારે ત્યાં ધારાવી છે તો એ લોકોને ત્યાં ન્યૂ યોર્કમાં બ્રોન્ક્સ છે, હર્લેમ છે. ગુંડાઓ અહીં પણ છે ને અંડર વર્લ્ડ ત્યાં પણ છે. વેશ્યાઓ અહીં પણ છે ને ત્યાં પણ છે. ભિખારીઓ અહીં પણ છે ને ત્યાં પણ છે. બદમાશો, લુચ્ચાઓ, ગામના ઉતાર જેવા લોકો, ભ્રષ્ટાચારીઓ અને બળાત્કારીઓ અહીં પણ છે ને ત્યાં પણ છે. ત્યાં ઊલટાના વધારે છે. અમેરિકાનો ક્રાઈમ રેટ ભારત કરતાં ઊંચો છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમને ગન તો શું ચાકુ દેખાડીને લૂંટવાના બનાવો વર્ષે કેટલા વાંચવા મળ્યા? ભાગ્યે જ. ન્યૂ યોર્કની સબ-વેમાં ટ્રાવેલ કરતી વખતે તમારે ગજવામાં કમસે કમ થોડા ડૉલર રાખવાના જ એવી સલાહ આપવામાં આવતી હોય છે. કોઈ કાળિયો તમને ગન બતાવે તો પાકીટ કાઢીને આપી દેવાનું. પ્રતિકાર નહીં કરવાનો. બહાદુર શહીદ બનવાને બદલે કાયર શહેરી બનીને જીવવાનું એવી પ્રેક્ટિકલ સલાહ આપવામાં આવે છે.

મારા ઘરના બાથરૂમની ગટરની ઢાંકણી ખોલીને સૂંઘશો તો દુર્ગંધ જ આવવાની છે. અને તમારા પૂજાઘરમાં કપૂર-અગરબત્તી – ઘીના દીવાની સુગંધ જ આવવાની છે. તમે હંમેશાં મારા ઘરના બાથરૂમની મોરીને જ પ્રોજેકટ કરો છો અને તમારા ઘરના પૂજાખંડને જ પ્રોજેકટ કરતા આવ્યા છો એનો આ ગુસ્સો છે. તમારી આ ઍટિટ્યુડ પર થૂંકવાનું મન થાય છે. મારો પૂજાખંડ તો હું બતાવીશ જ, તમારા બાથરૂમની ગટરમાંથી કેવી કેવી દુર્ગંધ આવે છે એની પણ લોકોને જાણ કરીશ.

ગ્રોઈંગ ઈન્ડિયા ડૉટ ઓઆરજી તરફથી મળેલી કેટલીક માહિતી તમારી સાથે શેર કરવા માગું છું. ભારતનો ફટાકડા ઉદ્યોગ વર્ષે રૂ. ૨,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે. લગભગ ૩૦ કરોડ મિલિયન ડૉલર્સ. વર્ષે હં. આની સામે ભારતનું રોજનું (ડેઈલી, વાર્ષિક નહીં) ફયુઅલ બિલ કેટલું છે ૫૦ કરોડ મિલિયન ડૉલર્સ! પ્રદૂષણ કોણ વધારે કરે છે? તમે જ ગણતરી લગાવો. કાર્બન ડેન્સિટી અને પૉલ્યુશનના બીજા સોર્સને ગણતરીમાં લઈએ તો ફટાકડાથી થનારા પ્રદૂષણનો ફાળો એક ટકાના ત્રીજા ભાગ જેટલોય નથી થતો. પોઈન્ટ તેંત્રીસ ટકા કરતાંય ઓછો. કાર્બન ફૂટપ્રિન્ટની ગણતરી કરીએ તો એક આઈફોન-સિક્સ લગભગ ૭ કિલો, ઘેટું પ્રત્યેક કિલોએ ૪૦ કિલો, બીફનું ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ૩૫ કિલો (પ્રત્યેક કિલોએ) અને ખેતી સામે રૂ. ૪,૦૦૦ કરોડના દિવાળીના ફટાકડા (પ્રતિ કિલો) માત્ર ૫ થી ૮ કિલોની કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે. વજનની ગણતરી કરીએ તો એકલા પેટ્રોલથી જ ફટાકડા કરતાં દસ ગણું પ્રદૂષણ ફેલાય છે, રોજે રોજ. વાર્ષિક ગણતરી કરીએ તો તો અનેકગણી થાય. ફટાકડા નહીં ફોડવાથી પ્રદૂષણ ઓછું થઈ જવાનું નથી એ આ આખી વાતનો મૂળ મુદ્દો છે, સમજ્યા કંઈ? પ્રદૂષણની ચિંતા હોય તો એસી અને ફ્રિજ વાપરવાનું તથા કાર વાપરવાનું આજથી જ બંધ કરી દો અને તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરવાનું બંધ કરી દો, નૉનવેજ ખાવાનું બંધ કરી દો.

પેલા લોકો લાઉડસ્પીકર પર મોટા અવાજે બાંગ પોકારીને નોઈઝ પૉલ્યુશન ફેલાવે એટલે શું આપણે પણ ફટાકડા ફોડીને અવાજનું પ્રદૂષણ કરવાનું એવી દલીલો હજુ પણ ચડ્ડીમાં મૂતરી પડતા બાળકો કરતા હોય છે. આપણે ફટાકડા સેલિબ્રેશન માટે ફોડતા હોઈએ છીએ, જેમ ઢોલનગારાં વગાડતા હોઈએ છીએ એમ. કોઈએ આમ કર્યું એટલે આપણે પણ તેમ કરવું જોઈએ એવી ભાવના જો આપણી સંસ્કૃતિમાં હોત ને તો ઈસ્લામના ઉદય અને પ્રસાર પછી આપણે પણ ઘેટાં, બકરાં, ગાય-વાછરડાં ખાતા થઈ ગયા હોત. આપણે કોઈની દેખાદેખી નથી કરતા. આવી સરખામણી વિકૃત માનસમાંથી નીપજતા વિકૃત મંથનના તારણરૂપે પ્રગટ થતી વિકૃત દલીલો સમાન છે.

ભગવાન રામના જમાનામાં ફટાકડા ફૂટતા હતા? નહોતા ફૂટતા. શોધ જ નહોતી થઈ. તો પછી આ તમારી પરંપરા કેવી રીતે થઈ ગઈ? જુઓ ભાઈ, એમ તો જાહેર ગણેશોત્સવ યોજવાની પરંપરા પણ નવી જ છે. લોકમાન્ય ટિળકે સામૂહિક ગણેશોત્સવની પ્રથા દાખલ કરી. હિન્દુઓને પરંપરાનું ગ્યાન આપવાને બદલે મુસ્લિમોને જઈને કહો ને કે માઈક પર બાંગ પોકારવાની પરંપરા કેટલી જૂની છે? અરબસ્તાનના રણમાં ૧૪ સદી પહેલાં માઈક-લાઉડસ્પીકર હતાં? તો પછી એ પરંપરા ક્યાંથી થઈ ગણાય?

સવાલ એ છે કે સેક્યુલર દોઢડાહ્યાઓને પોતાની શાણપટ્ટી દેખાડવા હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા જ હાથમાં આવે છે. ઈકો ફ્રેન્ડલી દિવાળી, ઈકો ફ્રેન્ડલી હોળી ને ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનો પ્રચાર કરનારાઓ ક્યારેય ઈકો ફ્રેન્ડલી બકરી ઈદ મનાવવાનો મુસ્લિમોમાં જઈને પ્રચાર કરવાની હિંમત તો કરી જુએ. બકરીને પછી પહેલાં આવા પ્રચારકોને જ કાપી નાખશે. હવે પછીની ઈદ માટીની બકરી કાપીને કે બકરી આકારની કેક કાપીને ઉજવજો એવો પ્રચાર કોઈ મીડિયા હાઉસ કરવા માંડશે તો એની ઑફિસ ૨૪ કલાકમાં તહસનહસ કરી નાખવામાં આવશે એની સૌ કોઈને ખબર છે.

આ દિવાળીએ વળી પાછા ચીનના ખભા પર મૂકીને બંદૂક ફોડવામાં આવી. ચીની માલનો બહિષ્કાર કરો. ચીની દીવાઓનો બહિષ્કાર કરો. આવું કહેનારા ગાંડિયાઓને જઈને કહો કે પહેલાં તમારો ફોન, તમારાં કમ્પ્યુટર તમારાં ટીવી, તમારાં સ્પીકર્સ, તમારાં કપડાં, શૂઝ, ઓજારો, મશીનો વગેરે ચેક કરો ને ચીની બનાવટનાં હોય તો તેની હોળી કરો. દીવાબત્તીની પાછળ શું કામ પડ્યા છો. અને ચીની માલની સામે કશું પણ ઈફેક્ટિવલી કરવું હશે તો તે સરકારના લેવલ પર થશે – એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી દ્વારા અને એવી જ બીજી પૉલિસીઝ દ્વારા. હા, માટીનાં કોડિયાં ગમતાં હોય તો જરૂર ખરીદવાનાં અને કાગળનાં હાથ બનાવટનાં કંદીલ ગમતાં હોય તો તે પણ ખરીદવાનાં પણ એમાં શેઠિયા બનીને એવું નહીં વિચારવાનું કે માટીના દીવડા બનાવનારાઓને કે કંદીલ બનાવનારાઓને બિચારાઓને રોજીરોટી મળે છે એટલે તમે આ બધા પાછળ ખર્ચો કરો છો. ફાઈવ સ્ટારમાં ભોજન લેવા તમે શું એટલા માટે જાઓ છો કે ત્યાં કામ કરનારા બિચારા વેઈટર, રસોઈયાઓને રોજીરોટી મળે? બ્લેક લેબલ અને શિવાઝ રીગલ તમે એટલા માટે પીઓ છો કે એના ઉત્પાદકો બિચારાને બે પૈસા મળે? તમે તમારી મોજ માટે પીઓ છો, ખાઓ છો. માટીના દીવડા, કાગળનાં કંદીલ તમે તમારી મોજ માટે ખરીદો છો.

અને હવે તો પ્રદૂષણવાદીઓ પાછા નવું લઈને આવ્યા છે. અવાજ અને હવા ઉપરાંત પ્રકાશ પણ પ્રદૂષણ કરે છે! આખી રાત ચાલુ રહેતાં બલ્બનાં તોરણો – કંદીલોને કારણે આકાશમાં પ્રકાશ છવાયેલો રહે છે અને વાતાવરણમાં અંધારું નથી થતું એટલે પંખીડાંઓની ઊંઘ બરાબર થતી નથી! અરે, તમારી ભલી થાય. હજુ કેટકેટલા ઉટપટાંગ આર્ગ્યુમેન્ટ્સ લઈ લઈને આવ્યા કરશો તમે! હવે તો ગુસ્સો નથી આવતો, હસવું આવે છે તમારી હરકતો પર.

આજનો વિચાર

લોકો ને અવાજ વિનાની દિવાળી જોઈતી હતી એટલે અર્ણબ ગોસ્વામીએ રાજીનામું આપ્યું.

– વૉટ્સએપ પર ફરતું.

એક મિનિટ!

આજે લાભ પાંચમ થઈ. છેલ્લા અઠવાડિયા – દસ દિવસમાં શુભેચ્છાના બારસો મેસેજ આવ્યા. એટલી સારી સારી શુભેચ્છાઓ આવી છે કે વાંચીને આમ એકે એક રુંવાડું ઊભું થઈ જાય. જો આમાંથી જ એક માણસમાં પણ મિત્રતા હશેને તો બોસ, આવતા વર્ષે મૂકેશભાઈ અને નીતાભાભીની બાજુનો બંગલો લઈને તમને બધાયને વાસ્તુમાં જમણવાર માટે બોલાવવા છે!

– વૉટ્સએપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : શનિવાર, 5 નવેમ્બર 2016)

2 comments for “મારા બાથરૂમની દુર્ગંધ અને તમારો મઘમઘતો પૂજાખંડ

  1. મનસુખલાલ ગાંધી,
    November 8, 2016 at 9:35 AM

    સુંદર લેખ…

  2. November 8, 2016 at 7:54 PM

    Nice Articles by Shri Saurabh bhai Shah.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *