Month: November 2014

સલીમ-જાવેદને સસ્તામાં પતાવવાનું કાકાને ભારે પડ્યું

૧૯૭૩નું વર્ષ ‘રાજારાની’થી શરૂ થયું. ‘રાજાજાની’ જુદી હતી, એ ધર્મેન્દ્ર-હેમા માલિનીની. ૧૯૭૨માં આવેલી. આ રાજેશ-શર્મિલાની જે સચિન ભૌમિકે લખી અને સચિન ભૌમિકના ડિરેક્શનની આ એક માત્ર ફિલ્મ જે સુપર ફલોપ હતી. રાજેશ ખન્નાની પડતીની શરૂઆત ૧૯૭૨ના અંતથી ઑલરેડી થઈ ચૂકેલી…