Month: October 2014

સ્વર્ગસ્થ ડૉ. મનુ કોઠારીને મળીને, વાંચીને, સાંભળીને તમારા મનમાંથી રોગનો ફફડાટ દૂર થઈ જતો

જેમને લીધે જિંદગી જીવવા જેવી લાગતી હોય એવા લોકો જતા રહે ત્યારે સાચું કહું, જીવન ઓછું જીવવા જેવું લાગે છે. તબીબી ક્ષેત્રનાં જેમનાં સંશોધનોને હવે પશ્ર્ચિમી મીડિયા પણ સ્વીકારી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. મનુ કોઠારીએ ત્રણ દિવસ પહેલાંના…

મૅક્સિમ ગૉર્કી, એચ. જી. વેલ્સ અને સમરસેટ મૉમ જેવા ‘મામૂલી’ સાહિત્યકારોને નોબેલ કેમ નહોતું મળ્યું

ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝ આલ્ફ્રેડ નોબેલના વિલમાં નહોતું લખ્યું પણ છેક ૧૯૬૯માં બૅન્ક ઑફ સ્વીડને નોબેલ પરિવારની સાથે રહીને શરૂ કર્યું. ઘણા લોચા છે એમાં. આ નવુંસવું નોબેલ ઈનામ અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષમાં નવ-નવ વખત યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસરોને ફાળે ગયું…

નોબેલ ઈનામમાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં

૧૯૩૭થી ૧૯૪૮ વચ્ચેના ગાળામાં કુલ પાંચ વખત ગાંધીજીનું નામ શાંતિ માટેના નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, પણ સૌને ખબર છે એમ ગાંધીજીને ક્યારેય નોબેલ ઈનામ મળ્યું નહોતું. ૨૦૦૬માં નોર્વેજિયન નોબેલ કમિટીના સેક્રેટરી ગેર લુંડસ્ટાડે જાહેરમાં ક્ધફેસ કર્યું હતું,…

ગલી કક્ષાનાં પારિતોષિકો અને નોબેલ પ્રાઈઝ વચ્ચે કોઈ ફરક છે?

નોબેલ ઈનામો ઉત્તરોત્તર વિવાદાસ્પદ બનતા જાય છે. શાંતિનું નોબેલ પ્રાઈઝ દર વખતે કકળાટ ઊભો કરે છે. હૅન્રી કિસિંજર, મધર ટેરેસા, યાસર અરાફત અને બરાક ઓબામા – આ ચારેયને વારાફરતી નોબેલ ઈનામો મળી ચૂક્યા છે. આ ચારેયને એક પંગતમાં મૂકવા એ…

નોબેલ ઈનામની આગળ પાછળ

‘અડધીપડધી સગલી’ ઉર્ફ ‘હાફ ગર્લફ્રેન્ડ’વાળા ચેતન ભગતના ભક્તોને ઈરવિંગ વૉલેસનું નામ પણ ખબર નહીં હોય. એક જમાનામાં આર્થર હેલી (‘ધ હૉટેલ’), હેરલ્ડ રૉબિન્સ (‘કારપેટ બેગર્સ’) અને ઈરવિંગ વૉલેસની ત્રિમૂર્તિ બેસ્ટ સેલિંગ નૉવેલ્સ લખતા. ઈરવિંગ વૉલેસે એ જમાનામાં, એટલે કે છેક…

ઉંમરના એવા વળાંક પર: પૂર્ણાહુતિ

લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે જે શારીરિક સંબંધ હોય તે સિવાયના તમામ સેક્સસંબંધો વિકૃત કહેવાય એવું આપણે માની લીધું છે. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે હકીકતમાં આવું નથી હોતું, પણ જાહેરમાં કે પછી બીજી વ્યક્તિ આગળ…

કશું જ બહુ વહેલું નથી કશું જ બહુ મોડું નથી

એ અંતિમો છે, કેટલાક વાચકો કહેતા હોય છે: તમારે તો બસ, રોજનો એક લેખ લખીને મોકલી દેવાનો એટલું જ ને! અને સામે બીજા કેટલાક પૂછતા હોય છે: રોજે રોજ નવા વિષયો પર વરસો સુધી સતત કેવી રીતે લખો છો? હમણાં…

બાળકો માટે ઈમોશનલ મૅનેજમેન્ટનો કોર્સ જરૂરી છે, પેરન્ટ્સ માટે પણ

ઈમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર પણ વિકસાવવું જોઈએ. સાયકોલૉજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે કે ફાંટા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વિદ્યાશાખારૂપે લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. એક વિષય…

ઊજવાયા વિનાના ઉત્સવ જેવી ઉદાસીઓ

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ ઉક્તિમાં મને અતિશયોક્તિ નહીં, અલ્પોક્તિ લાગે છે. રવિનું કિરણ તમારા તન માટે જેટલું અનિવાર્ય છે એના કરતાં કવિનો શબ્દ તમારા મન માટે અધિક જરૂરી છે. માણસના ભૌતિક સ્વાસ્થ્ય માટે રવિની આવશ્યકતા જેટલી…

ઉંમરના એવા વળાંક પર: ભાગ ત્રીજો

તમારું ટીન એજ સંતાન સિગારેટ પીએ છે એવી તમને ખબર પડે તો તમે એને શું કહેશો? ધમકાવશો? સમજાવશો? થપ્પડ મારશો? વહાલ કરશો? આધુનિક પેરન્ટ્સ સમજે છે કે ધમકાવવાનો કે થપ્પડ મારવાનો વિકલ્પ નકામો છે. એટલે માબાપ એને સમજાવશે. ખૂબ સમજાવશે.…