કૈલાસ સત્યાર્થીથી દેશને ફાયદો ઓછો, નુકસાન વધારે છે

કૈલાસ સત્યાર્થીને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું તે પછી ભારતીય મીડિયામાં તમને એમની વાહ વાહ થતી જ દેખાઈ હશે. સાવ એવું નથી. ‘ફૉર્બ્સ’ નામના અંગ્રેજી મૅગેઝિન તથા ‘ચૌથી દુનિયા’ નામના હિંદી અખબારમાં સત્યાર્થીની પ્રવૃત્તિને નિષ્પક્ષપણે જોવાનો પ્રયાસ કર્યો છે એવું મને ફ્રીલાન્સ પત્રકાર જ્વલંત પંડયાના તેજસ્વી બ્લૉગ પરથી જાણવા મળ્યું. જ્વલંત પંડયાએ આ વિષયના પોતાના મૌલિક વિચારો પણ પ્રગટ

કર્યા છે.

સૌથી પહેલાં અમેરિકાના ‘ફૉર્બ્સ’ મૅગેઝિનની ભારતીય આવૃત્તિમાં મેધા બાહરી નામની પત્રકારે કૈલાસ સત્યાર્થીના દાવાઓનું સત્ય ચકાસ્યું છે. મેધા બાહરીએ કરેલા ફર્સ્ટ હૅન્ડ ઈન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે કૈલાસ સત્યાર્થીની સંસ્થા ‘બચપન બચાઓ આંદોલન’ (બી.બી.એ.) ભારતમાં બાળમજૂરોની સંખ્યા વિશે મોટા મોટા અને ખોટેખોટા દાવાઓ કરે છે જેથી વિદેશમાંથી એમને મોટી સંખ્યામાં ડૉલર્સ આવતા રહે.

‘ફૉર્બ્સ’ની પત્રકાર કહે છે કે છેક ૨૦૦૮ની સાલમાં એમણે ભારતમાં મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બાળમજૂરો વિશે રિપોર્ટિંગ કર્યું હતું. બાળમજૂરી માત્ર ભારતની જ નહીં, વિશ્ર્વ આખાની સમસ્યા છે એવું આ મહિલા પત્રકારે ‘ફૉર્બ્સ’માં લખ્યું છે. આ રિપોર્ટરે કૈલાસ સત્યાર્થીની સંસ્થાના પ્રતિનિધિ સાથે ફરી ફરીને જે કામ જોયું તેના પરથી એવું તારણ નીકળ્યું કે ‘બચપન બચાઓ આંદોલન’ જે મોટા મોટા દાવાઓ કરે છે તેમાં ભારોભાર

અતિશયોક્તિઓ છે.

‘ચૌથી દુનિયા’ નામના હિંદી અખબારમાં પત્રકાર એ.યુ. આસિફે લખેલા લેખમાં જણાવ્યું છે કે કૈલાસ સત્યાર્થીએ ભારતના શેતરંજી ઉદ્યોગની ઘોર ખોદી નાખી છે. કારપેટ ઉદ્યોગમાં હાથવણાટ (હૅન્ડલૂમ)નું મહત્ત્વ ઘણું મોટું છે. આ ઉપરાંત આંગળીઓ વડે વણાતી ભારતીય શેતરંજીની વિદેશમાં મોટી ડિમાન્ડ છે. જર્મની વગેરે દેશોમાં હન્ડ્રેડ પર્સેન્ટ મશીનથી કારપેટ બનાવતી તોતિંગ કંપનીઓ આ ભારતીય કારપેટ ઉદ્યોગ સાથેની સ્પર્ધામાં ટકી શકતી નહીં. એ મલ્ટિનેશનલ કંપનીઓએ વાયા વાયા કૈલાસ સત્યાર્થીની એન.જી.ઓ.ને આ ‘બાળમજૂરી’ સામે આંદોલન કરવા ઉશ્કેરી, પ્રેરણા આપી. સ્વામી અગ્નિવેશ નામનો એક નંબરનો દેખાડુ અને ન્યૂસન્સ મેકર પણ શરૂમાં સત્યાર્થીની સાથે હતો.

આ નોબેલ સિરીઝના આરંભના એક લેખમાં જોયું એમ ભારતનું દુનિયામાં નીચાજોણું થાય એ હેતુથી શાંતિનું આ નોબેલ પ્રાઈઝ સત્યાર્થીને અપાયું છે. આપણે કેટલા પછાત, ગંવાર છીએ એ દેખાડવાનો હેતુ છે. સાથોસાથ પોતાનું પછાતપણું ઢાંકવાનો પણ આશય હોવાનો. આ નોબેલ પ્રાઈઝ આપીને આપણને નિર્વસ્ત્ર કરીને દુનિયાના ચોકમાં ઊભા રાખવામાં આવ્યા છે અને આપણે બે હાથ વડે આપણી લાજ ઢાંકવાને બદલે એ બે હાથ વડે તાળીઓ પાડી રહ્યા છીએ. બાળમજૂરીની ‘સમસ્યા’ દુનિયામાં બધે છે. જેમ ગરીબીની સમસ્યા અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ છે. વત્તેઓછે અંશે દરેક દેશને એક યા બીજા ક્ષેત્રોમાં પોતપોતાની સમસ્યાઓ છે જ, પણ સ્વીડિશ નોબેલ પ્રાઈઝને આડકતરી રીતે ક્ધટ્રોલ કરતા અમેરિકાનો હેતુ એ હોય છે કે દુનિયા પોતાની પ્રગતિઓ જ માત્ર જુએ અને પોતાની બરોબરી કરી શકે એવા દેશોની માત્ર ખામીઓ જ જુએ.

બેઝિકલી, આપણે વિચારવાનું જ છોડી દીધું છે. વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા વેસ્ટર્ન મીડિયાથી અંજાઈને ‘ભોળા’ ભારતીય પત્રકારો આપણને કહે કે કૈલાસ સત્યાર્થીની વાહ વાહ કરો એટલે આપણે ક્યા બાત હૈ, કયા બાત હૈ શરૂ કરી દઈએ છીએ.

ન્યુસન્સ મેકર્સ કહેવા માંડે કે ફટાકડાથી અવાજ – ધુમાડાનું પ્રદૂષણ થાય છે, હોળી – ધુળેટીમાં લાકડું – પાણીનો વેડફાટ થાય છે ત્યારે આપણે વિચારતા નથી કે આ ન્યુસન્સ મેકર્સ શા માટે કોઈ બકરી ઈદ વખતે થતી હિંસાનો કે દિવસમાં પાંચ-પાંચ વખત પઢાતી આઝાન વખતે લાઉડસ્પીકરના ભયંકર દુરુપયોગનો વિરોધ કરતા નથી. તિલક હોળીની હિમાયત કરનારાઓએ હવે બકરી ઈદ વખતે ટપકું લોહીવાળી બકરી ઈદ મનાવવાની ઝુંબેશ શરૂ કરવી જોઈએ.

બ્લડ ટેસ્ટ માટે માણસની આંગળીમાંથી ટપકું લોહી સ્લાઈડ પર લઈ લે એમ બકરીમાંથી ટપકું લોહી લઈને ઈદ મનાવવાની. રંગોનો તહેવાર ધુળેટીની પથારી ફેરવવા માટે માત્ર તિલક કરીને ધુળેટી મનાવો એવી ઝુંબેશ કરનારાઓ અને આવા શાંતિના નોબેલ પ્રાઈઝ મળ્યાથી હરખાઈ જનારાઓ વચ્ચે કોઈ ફરક છે? મને તો નથી લાગતો.

આજનો વિચાર

ભાષામાં બહુ મોટી તાકાત છે. કડવું બોલનાર મધ નહીં વેચી શકે પણ મીઠું બોલનાર મરચાંય વેચી નાખશે.

-વૉટ્સઍપ પર ફરતું

એક મિનિટ!

ભિખારી: સાહેબ પાંચ રૂપિયા આપોને!

અમદાવાદી: અલ્યા, મારી પાસે ૧૦૦ રૂપિયાની નોટ છે, તારી પાસે ૯૫ રૂપિયા છુટ્ટા છે?

ભિખારી: (ખુશ થઈને) હા, છે ને…

અમદાવાદી: (શાંતિથી) તો પહેલાં એ વાપરને, બકા!

1 comment for “કૈલાસ સત્યાર્થીથી દેશને ફાયદો ઓછો, નુકસાન વધારે છે

  1. RAJANIKANT V GAJJAR
    October 24, 2014 at 11:24 AM

    basically ,the developed ones do not want us to develop.there should be new version of old quote now. EVERYTHING IS FAIR IN DEVELOPMENT.because sooner or later development is to trickle down to base.as SWAMI SACHCHIDANADJI has said, we need more at top of pyramid,not lot at base.we need reverse pyramid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *