‘બસ, હવે આ છેલ્લો પેગ’ !

સો શબ્દોની વાર્તાને હજુ એક વાર આર્ચરે વાંચી. આ વખતે એમાં શબ્દો ઉમેરતા ગયા. પોતાની નવલકથામાં જે રીતે વિશેષણો અને વર્ણનો લખતા હોય એ રીતે આ નાનકડી વાર્તામાં એ બધું ઠાંસતાં ગયા, જાણે પોતે જ પોતાની મિમિક્રી કરતા હોય. આવું બોલી રહેલા જેફ્રી આર્ચરને સદેહે જોવા એ જીવનનો એક લહાવો હતો.

પહેલાં તો આર્ચરે કહ્યું કે અહીં હાજર રહેલાઓમાંથી જે લોકો બુક લખવા માગે છે એમણે આજે રાત્રે ઘરે જઈને ૧૦૦ શબ્દની મૌલિક વાર્તા લખવી જોઈએ જેમાં ઉપાડ (બીગિનિંગ) હોય,મિડલ  (મધ્ય)  હોય  અને એન્ડ (અંત) હોય. જો તમે સો શબ્દો લખવામાંઆળસ કરતા હશો તો આખી નવલકથા કેવી રીતે લખવાના?

કાર્યક્રમ પૂરો થયા પછી મેં મારા મિત્ર નવલકથાકાર શિશિર રામાવતને કહ્યું, ‘ચાલો, મારા ઘરે જઈને સેલિબ્રેટ કરીએ અને ૧૦૦ શબ્દની વાર્તા પણ લખીએ જેનું પહેલું વાક્ય હશે: ‘બસ, હવે આ છેલ્લો પેગ’ !

અમે બંને મારા ઘરે આવ્યા. આર્ચરને મળવાના આનંદમાં ઉજાણી પણ કરી. પણ પીધા પછી પેલી વાર્તા લખવાની વિસરાઈ ગઈ!બીજે દિવસે મેં વિચાર્યું કે મૌલિક વાર્તાને મારો ગોલી, આ જ વાર્તાને ટ્રાન્સલેટ કરી જોઈએ. એક, બે રોન્ગ સ્ટાર્ટ પછી ગાડી  પાટે ચડી અને બે જ મિનિટમાં વાર્તાનો અનુવાદ થઈ ગયો. પછી એને મઠાર્યો. ફાઈનલ સ્વરૂપ તમે આ બ્લૉગ પર વાંચી લીધું છે.

ઍનિ વે, મિમિક્રીવાળી વાત કરતાં પહેલાં આર્ચરે પૂછ્યું કે ૯૮ શબ્દ લખાયા પછી ક્યા બે શબ્દો ઉમેર્યા ત્યારે મેં જવાબ આપ્યો (he said) અને એ સાચો નીકળ્યો એટલે આપણે સાતમાં આસમાન પર. જેફ્રી આર્ચરે મારો ખભો દાબીને ‘યુ આર રાઈટ’ કહ્યું ત્યારે, ‘ઓમ શાન્તિ ઓમ’માં જુનિયર આર્ટિસ્ટ શાહરૂખ ફિલ્મમાં સુપરસ્ટાર દીપિકા એને અજાણતાં અડકી જાય છે અને શાહરૂખ એના દોસ્તાર શ્રેયસ તલપડેને કહે છે કે : ‘ઉસને મુઝે છુઆ!!!’, એ મોમેન્ટે મારી હાલત પણ કંઈક એવી જ હતી : જેફ્રીદાદાને મુઝે છૂઆ!

વેલ, આ ઈવેન્ટના ફોટા જેફ્રી આર્ચરે પોતાના બ્લોગ પર મૂક્યા છે : jeffreyarcher.co.uk એમાં મુંબઈયાત્રા વિશેની જે પોસ્ટ એ તેમાં એક લિન્ક છે : બુક ટૂર. આ પેજ પર એક ફોટો છે જેમાં તમને અમારાં દર્શન થશે. બુક ટૂરની લિન્ક ક્લિક કરશો તો જેફ્રી આર્ચરના પ્રકાશક PanMacmillanનું ફેસબુક પેજ ખુલશે. એમાં બૉમ્બે ટૂરની પોસ્ટ જોશો તો છ ફોટા દેખાશે જેમાનાં એક ફોટામાં કોણ છે? ઢેણટેણેણ… આપનો વિશ્વાસુ હાથમાં માઈક પકડીને આર્ચરદાદાને સવાલ કરી રહ્યો છે. ફોટો ગોતો, ન મળે તો આવતી કાલે આ જ જગ્યાએ આવજો. હું શૅર કરવાનો છું તમારી જોડે. અને સાથે પેલી મિમિક્રીવાળી વાત પણ.

11 comments for “‘બસ, હવે આ છેલ્લો પેગ’ !

 1. Dhiren Nalwala
  March 20, 2013 at 12:12 AM

  Great News Sir

 2. Dhiren Nalwala
  March 20, 2013 at 12:18 AM

  Nice Photo Sir. Ver Vaibhav Pachhi Tamari pan Ek novel Avvi Joiye.

 3. Nilesh Chheda
  March 20, 2013 at 3:17 AM

  ઢેણટેણેણ… jeffreyarcher.co.uk બ્લોગ પોસ્ટ મુંબઈયાત્રા બુક ટૂરની લિન્ક –> PanMacmillan નું ફેસબુક પેજ –> બૉમ્બે ટૂર –> ફોટો –> આપનો વિશ્વાસુ સૌરભ શાહ, હાથમાં માઈક પકડીને આર્ચરદાદાને સવાલ કરી રહ્યો છે !!

  http://m.ak.fbcdn.net/sphotos-h.ak/hphotos-ak-ash3/556702_489096027805321_1361371995_n.jpg ??

  Saurabh.Shah : Are you also posting on twitter ?

 4. hiten kotecha
  March 20, 2013 at 9:32 AM

  dearest friend saurabh shah

  can u tell us 10 best of jeffery archer in eyes of u

 5. Rajan Shah
  March 20, 2013 at 11:17 AM

  સૌરભભાઇ આજે ઘણા વખત પછી રીયલ સૌરભ શાહ વાંચ્યા. ૮૦ ના દસક ના તમારા લેખો ની યાદ આવી ગઈ.રીપોર્ટીંગ બદ્લ ખુબ ખુબ આભર અને શુભેછ્છાઓ.

 6. Alpa Ajmera
  March 22, 2013 at 1:02 AM

  Saurabhji, i am great fan of Sidney Sheldon.i also like to read John Grisham,Kan Follet, Dan Brown.just finish reading Ashwin Sanghi’s Krishna key.never got chance of reading Jaffrey Archer.(being student of vernacular medium i found his writing style was high during that time.) after reading your articles i just started reading Kane & Abel & almost finish 150 pages in 2 days. thank you very much for sharing such inspiring information with us.

  • Sanjay D Shah
   April 12, 2013 at 6:49 PM

   One should read, “Not a penny less, not a penny more” Then “Kane and Able” But don’t read it’s sequence in “Prodigal Daughter”. You will not enjoy it, as much as “Kane and Able”. If one wants to understand British Politics, then, there is no other book then,”First among equals”

 7. Prashant Goda
  March 23, 2013 at 5:31 PM

  આ આખું તો નહિ પણ 3-4 દિવસ Jeffrey Archerફાળવવામાં આવ્યા.

 8. વિરલ
  November 10, 2013 at 10:18 PM

  છેલ્લો પેગ ઘણો લાંબો ચાલ્યો! 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *