જેફ્રી આર્ચર: હું તમને છેતરી રહ્યો છું!

Blog Exclusive

સો શબ્દની  ટૂંકી વાર્તામાં he said શબ્દો છેલ્લી લાઈનમાં ઉમેરાયા છે એવું કહ્યા પછી જેફ્રી આર્ચરે જાણે પોતાનાં લખાણોની જ મિમિક્રી કરતા હોય એવી હળવાશથી એક વાત કહી.

પણ એ પહેલાં આખી વાર્તા સ્ક્રીન પર મૂકાઈ હોવા છતાં વાંચી અને વાંચતાં વાંચતાં પોતાની કમેન્ટ્‌સ ઉમેરીઃ ‘ધ કલેક્‌ટર રિલિટ હિસ સિગાર. આમાં કી-વર્ડ રિલિટ છે. 1874 કેપ ઑફ ગુડ હોપ શું છે એની કેટલાકને ખબર હશે, પણ બધાને નહીં. કોઈ ફરક પડતો નથી. આ લખીને હું તમને ટીઝ કરું છું, તમારું કુતુહલ વધારું છું… ડીલર કહે છે કે સો યૉર્સ ઈઝ નૉટ યુનિક ત્યારે હું તમારું ધ્યાન શીર્ષક તરફ દોરું છું. પછી તમને  કેપ ઑફ ગુડ હોપ જે કંઈ હોય તેની કિંમત ખબર પડે છે. દસ હજાર ફ્રૅન્ક્‌સ. તમને ખ્યાલ આવે છે કે આ ચીજ બહુ કિંમતી છે. કિંમત બોલાય છે ત્યારે વાચકને ખબર પડે છે કે વાર્તામાં એક ડીલર છે. બે પાત્રો થયાં હવે.  કલેક્‌ટર અને ડીલર. પણ એમનું પાત્રાલેખન કરવા માટે કે વર્ણન કરવા માટે હું એક પણ શબ્દ વાપરતો નથી. અહીં વાર્તાનો મધ્યભાગ આવી ગયો. પછી કલેક્‌ટર સિગારનો પફ લે છે એવી વાત મેં મૂકી કારણ કે મારે તમારું ધ્યાન બીજે દોરવું હતું. મારે તમને ‘મૂરખ’ બનાવવા હતા. કલેક્‌ટરની સિગાર બુઝઈ ગઈ છે… કલેક્‌ટરે માચીસ હાથમાં લીધી… હું તમને અહીં છેતરી રહ્યો છું! …માચીસ સળગાવી… ફરી છેતરી રહ્યો છું! …તમારું ધ્યાન હું બીજે દોરી રહ્યો છું. ઍન્ડ સેટ લાઈટ ટુ ધ સ્ટૅમ્પ વાક્યમાં મેં સ્ટૅમ્પ શબ્દ વાક્યમાં છેક છેલ્લે મૂક્યો છે. અહીં તમને ખબર પડે છે કે ૧૮૭૪ની કેપ ઑફ ગુડ હોપનો ત્રિકોણિયો ટુકડો એક રૅર પોસ્ટલ સ્ટૅમ્પ છે. અને છેલ્લે હું ફરી વાર્તાનું શીર્ષક લાવું છું- યુનિક. વાર્તાના છેલ્લા વાક્યમાં, છેલ્લા શબ્દ તરીકે!’

આટલું કહીને જેફ્રી આર્ચરે વાર્તા લખવાની કળા કેવી શીખવાડી દીધી તે જોયું, તમે!

ગુજરાતી અનુવાદમાં મૂળ વાર્તાની આમાંની ઘણી ખૂબીઓ નથી આવી શકી એ પણ તમે નોંધ્યું હશે.

વેલ, જેતીન અને તપનને મારા તરફથી સાહિત્ય તથા લેખન વિષયના નિબંધોનું મારું પુસ્તક ‘કંઈક ખૂટે છે’ ભેટ મળે છે. બેઉ બ્લૉગમિત્રોને મેં ઈ-મેઈલ તો મોકલ્યો જ છે, તમારું સરનામું  જલદી જલદી મોકલી આપશો.

પેલી પોતાની મિમિક્રીવાળી વાત રહી ગઈ. કાલે? ચાલશે, કાલે.

7 comments for “જેફ્રી આર્ચર: હું તમને છેતરી રહ્યો છું!

 1. Dhiren Nalwala
  March 19, 2013 at 12:31 AM

  Ekdam Fakkad. Moj padi gai

 2. Shishir Ramavat
  March 19, 2013 at 1:14 AM

  Hey, the way you have been quoting stuff…. did you record the entire session that evening? Took notes? Or it is available online already? Or is it plain memory?

 3. પરીક્ષિત ભટ્ટ
  March 19, 2013 at 10:13 AM

  પ્રિય સૌરભભાઈ;

  મઝા જ મઝા…આપણે તમારા લગ્ન+દાંપત્યજીવનની ૮ લેખમાળા વખતે મળેલા. એ પછી પણ તમને વાંચવાનું તો ચાલુ જ હતું;પણ છુટક છવાયું. જેફ્રી આર્ચરની આ લેખમાળા વખતે ફરી પાછા અહીં મળ્યા. હું સામાન્ય રીતે અંગ્રેજી સાહિત્ય/લેખકો વિશે બહુ જાણતો નથી(અંગ્રેજીમાં વાંચવાની મર્યાદા જ તો), અહીં તમે એક ઉત્તમ લેખકને સુંદર રીતે સમજાવ્યો,અને ઉપરાંત ઘણું બધુ નવુ આપ્યું. આભાર. ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો વાંચતો રહું છું. હવે આમની એકાદ શ્રેષ્ઠ નવલકથા/પુસ્તકને અનુવાદ દ્વારા આપો તો? સોનામાં સુગંધ…ફરી એકવાર-આભાર…

  • March 20, 2013 at 8:26 AM

   I have translated a major bestseller from English into Gujarati and due for release next month. No, it’s not Archer’s. Watch this blog for the announcement!

 4. Jyotindra
  March 19, 2013 at 11:29 AM

  સૌરભભાઈ, એક સૂચન : બને તો તમારું લખાણ નાના નાના પેરા પાડીને લખો તો વાંચવાની સુવિધા વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *