હમ જિસે ગુનગુના નહીં સકતે વક્તને ઐસા ગીત કયોં ગાયા

Ghazal Maestro Jagjit Singh in Mahfil-e-Ghazalફિલ્મોમાં ન જામ્યું એટલે જગજિત સિંહે નાના મોટા કાર્યક્રમોમાં ભજન, ગઝલ અને શાસ્ત્રીય સંગીત ગાઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. પેડર રોડના ઘરમાં અમારી સાથે વાતચીતનો દૌર લંબાવતા જગજિતજી કહે છે: ‘તે વખતે મારો ઉદ્દેશ માત્ર ગઝલ જ ગાવી છે એવો નહોતો. હું સારી કવિતા ગાવા માગતો હતો. ચાહે એ ગઝલ હો યા ગીત-નઝમ હો, એના શબ્દો કાબિલે દાદ હોવા જોઈએ. કારણ કે કાનને સાંભળવી ગમે એવી રચના માત્ર સૂરોથી નથી બનતી. એમાં શબ્દનું ઘણું મોટું પ્રદાન હોય છે. ગઝલમાં શબ્દપ્રધાન ગાયકી હોય છે. શાસ્ત્રીય સંગીતમાં શબ્દનું નહીં, ગળાની કસરતનું વધારે મહત્ત્વ હોય છે. ગઝલ ગાતી વખતે શબ્દને આગળ રાખીને તમારી પોતાની ગાયનપ્રતિભાને એના પર સવાર ન થવા દેવાની તકેદારી રાખવાની હોય. ગુલામ અલીની ગણના હું શ્રેષ્ઠ ગઝલગાયકોમાં કરું છું. પણ એમની સાથે તકલીફ એ થાય છે કે એમની ગાયકી શબ્દો પર હાવી થઈ જાય છે, શબ્દોની પરવા નથી એવું ક્યારેક તમને લાગે. શબ્દને પ્રાધાન્ય આપવા માટે સૌથી પહેલાં તો હું દરેક શબ્દને બરાબર સમજી લઉં છું. એનો અર્થ અને ગૂઢ અર્થ પણ વિચારી લઉં છું. ભાવોની અભિવ્યક્તિ અને એનો રજૂઆતની શૈલીમાં નવીનતા હોય એવી રચનાઓ પસંદ કરું. સાંભળનાર જેના વિશે વિચારી શકે એવી થૉટ પ્રોવોકિંગ ગઝલો, નઝમોની હું સતત શોધમાં રહું છું. નવા નવા કાવ્યસંગ્રહો વાંચું છું. અનેક કવિઓ-શાયરો પોતાની રચનાઓ સામેથી મને મોકલે છે, તેનો હું શાંતિથી અભ્યાસ કરી જઉં છું. પછી એને ક્યા રાગમાં સ્વરબદ્ધ કરવી છે તેનો નિર્ણય કરું, તાલ નક્કી કરું.’

 

જગજિત સિંહ કહે, ‘ગાતી વખતે ઉચ્ચારણ એકદમ શુદ્ધ જોઈએ. ઉર્દૂમાં જેને તલફ્ફુઝ કહે છે એનું મહત્ત્વ ગાતી વખતે ઘણું મોટું હોય છે. જેમ કે, તાલ્લુક શબ્દ હોય તો એના ‘તા’ અને ‘ક’નું ઉચ્ચારણ અમુક શાસ્ત્રીય ઢબે જ થવું જોઈએ. એટલે હું કમ્પોઝિશન એવું બનાવું કે આ શબ્દ ગાતી વખતે આસાની રહે. આમેય મારું સંગીત નિયોજન મોટેભાગે ઘણું સરળ હોય છે. એમાં વધારે તાનપલટા નથી હોતા. એવું કરવું હોય તો ક્લાસિકલનું ક્ષેત્ર છે જ.’

 

જગજિત સિંહના ‘ક’, ‘ખ’, ‘ગ’ અને ‘અ’ ઈત્યાદિ ઉચ્ચારોની ખૂબી એમના ચાહકોમાં માનીતી છે. કાળજીપૂર્વક દરેક શબ્દને એના અંદરના ભાવ વડે નવડાવતા હોય એવું તમને લાગે.

 આજ ફિર દિલને એક તમન્ના કી

આજ ફિર દિલ કો હમને સમઝાયા

તુમ ચલે જાઓગે તો સોચેંગે

 હમને કયા ખોયા, હમને કયા પાયા

હમ જિસે ગુનગુના નહીં સકતે

વક્તને ઐસા ગીત કયોં ગાયા

તુમ કો દેખા તો એ ખયાલ આયા

ઝિંદગી ધૂપ તુમ ઘના સાયા

 ધીમે ધીમે પરિચિત બનતા જતા અજાણ્યા સાથી સાથેની સફર આગળ વધે છે. ૧૯૮૨માં રિલીઝ થયેલી ‘સાથ સાથ’ ફિલ્મ માટે ૧૯૮૧ના અરસામાં આ ગઝલ જાવેદ અખ્તરે લખી ત્યારે ‘સિલસિલા’ હજુ રિલીઝ નહોતું થયું અને જાવેદસા’બ માત્ર સ્ક્રિપ્ટ રાઈટર તરીકે જાણીતા હતા. ‘સાગર’, ‘એકદોતીન’થી માંડીને ‘એક લડકી કો દેખા તો’ના મુકામ આવવાને ઘણી વાર હતી. જગજિત સિંહે પોતાના શાગીર્દ કુલદીપ સિંહના સંગીતમાં ગાયેલી આ યાદગાર ગઝલ ઉપરાંત ‘સાથ સાથ’ની તમામ રચનાઓ લોકજીભે ચડી. જગજિત સિંહ જે ન બની શક્યા અને પાછળથી જે બનવાની એમને જરૂર પણ ન રહી એવા પાર્શ્ર્વગાયક તરીકે પણ એ પ્રભાવશાળી રહ્યા. જાવેદ અખ્તરે ‘સાથ સાથ’ (દીપ્તિ નવલ, ફારુખ શેખ) માટે શું શું લખ્યું? પ્યાર મુઝ સે જો કિયા તુમને કયા પાઓગી, મેરે હાલાત કી આંધી મેં બિખર જાઓગી… યે તેરા ઘર યે મેરા ઘર, કિસી કો દેખના હો અગર, તો પહલે આ કે માંગ લે, મેરી નઝર તેરી નઝર… યૂં ઝિંદગી કી રાહ મેં મજબૂર હો ગયે, કિતને હુએ કરીબ કે હમ દૂર હો ગયે… યે બતા દે મુઝે ઝિંદગી પ્યાર કી રાહ કે હમસફર કિસ તરહ બન ગયે અજનબી… આ તમામ રચનાઓ ખૂબ લોકપ્રિય થઈ.

 

પાર્શ્ર્વગાયક તરીકે જગજિત એટલા જ સફળ થયા હોત જેટલા ગઝલગાયક તરીકે થયા…એનો પુરાવો ‘સાથ સાથ’ આલ્બમે આપ્યો. પાર્શ્ર્વગાયક તરીકે સ્ટુડિયોમાં ગાવામાં, કેસેટ-સીડીના પ્રાઈવેટ આલ્બમ માટે ગાવામાં તથા શ્રોતાઓ સામે બેઠા હોય ત્યારે કોન્સર્ટમાં ગાવામાં શો ભેદ હોય છે? અમે પૂછ્યું કે તરત જ જગજિત બોલ્યા, ‘ફિલ્મની ગાયકીમાં તમારે ફિલ્મના પડદા પરના કલાકારને, એના પાત્રાલેખનને ધ્યાનમાં રાખીને ગાવાનું હોય છે. ગીતની સિચ્યુએશનને મગજમાં રાખવી પડે છે. પ્રાઈવેટ આલ્બમો માટે જે ગઝલ-નઝમ પસંદ કરીએ તે રચનાના મૂડ પ્રમાણે ગાવાનું હોય છે. અને લાઈવ કોન્સર્ટમાં પોએટ્રીના મૂડ ઉપરાંત પબ્લિકના મૂડને પણ ધ્યાનમાં રાખવાનો હોય છે.’

 

પ્રાઈવેટ બેઠકમાં એક વખત જગજિત યજમાનો પર ગુસ્સે થઈ ગયા હતા. આ બાજુ ગાયક પોતાની વર્ષોની સાધના પછી મળેલી ગાયકીની કુશળતા દેખાડતો હોય અને બીજી બાજુ લોકો કોઈ ચાલુ ઓરકેસ્ટ્રા સાંભળતા હોય એમ ખાણી-પીણી અને ગપ્પાગોષ્ઠિમાં મશગૂલ હોય એવું વાતાવરણ જગજિતજી ચલાવી નથી લેતા. સાચી વાત? અમે એક સાંભળેલા કિસ્સાને એમની સમક્ષ બયાન કર્યો. ‘બિલકુલ સાચી વાત. એક વાર નહીં, ઘણી વાર આવું થતું હોય છે. કાં તો તમે પીઓ અને ખાઓ કાં તો શાંતિથી સાંભળો. સંગીત માટે, કળાકાર પ્રત્યે જરા રિસ્પેક્ટ તો હોવું જોઈએને. હવે તો જોકે, પ્રાઈવેટ બેઠકો ઓછી કરું છું, પણ જ્યારે કરું ત્યારે આયોજકને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે મારા ગાવાની જગ્યા અલગહશે, તમારી ખાવા-પીવાની જગ્યા અલગ હશે અને બને ત્યાં સુધી બેઉના ટાઈમિંગ પણ અલગ હશે.

network diwaliજગજિત સિંહ સાથેનો આ ઈન્ટરવ્યૂ ચાલતો રહેશે.૧૯૯૬માં ‘નેટવર્ક’ નામના તે વખતના સાપ્તાહિકના દિવાળી અંકમાં આ મુલાકાત પ્રગટ થઈ. વર્ષોથી હું શોધતો પણ ક્યાંય પત્તો નહોતો. જગજિત સિંહના અવસાન વખતે આ મુલાકાત ખૂબ યાદ આવી. મારી આ લાગણી પત્રકારમિત્ર તેજસ વૈદ્યને કહી. એક મહિના પહેલાં તેજસે એના સોમનાથના ઘરમાંથી જૂનું, જર્જરિત ‘નેટવર્ક’ શોધીને મારા હાથમાં મૂક્યું. આવી સુંદર અને અમૂલ્ય ભેટ બીજી કોઈ નથી મળી.

network diwali 001

5 comments for “હમ જિસે ગુનગુના નહીં સકતે વક્તને ઐસા ગીત કયોં ગાયા

 1. February 10, 2013 at 8:09 AM

  Saurabh Bhai,NAMASTE

  although .I have been living in America for a long time, I have remained your secret admirer all along.

  I had attended a small gathering in Mumbai back in 1993 or 1994 after reading your controversial article in Gujarati magazine re your contrarian and what we popularly call “politically Incorrect ” views on Indian Politics events at that time. then. Read more of your views in the Gujarati Magazine and. I was impressed .

  CLast year I met I met Shri Praful Kamdar through. mahendrabhai Meghani and he mentioned me about you.
  ext time I visit Mumbai , may be this year, I would love to meet you if possible.

  Oh ,I didn’t introduced my self. I am Arvind Bhatt. Stay in touch. I am a small businessman in Columbus , Ohio.

 2. પરીક્ષિત ભટ્ટ
  February 10, 2013 at 11:04 AM

  સૂર અને શબ્દો પણ.ના સથવારે આવી ભાવવહી સફર કરાવવા બદલ આભાર…દિલ સે…સૌરભભાઈ…આમ જ ‘ગમતાનો ગુલાલ’ કરતા રહો એવી શુભેચ્છા…

 3. DR RAJANIKANT V GAJJAR
  February 10, 2013 at 4:06 PM

  I also have same issue with me still saved,probably because there was an interview with swami sachchidanandji as well in one issue.
  i always thank you for giving me introduction of swami sachchidanandji in such an excellent way.
  wish you all, all the best
  dr gajjar bharuch

 4. DINESH PATEL
  February 11, 2013 at 10:42 PM

  excellent artical

 5. jitendra philip
  March 13, 2013 at 5:36 PM

  Dear sir
  tamara taja lekh vachava malya bahu varsh pachhi tarash chhipai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *