Monthly Archives: August 2011

સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો?

August 11, 2011
સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો?

સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો અને એ વાતનેય બે દાયકા વીતી ગયા. રાઈટ? રૉન્ગ. ગયા મહિને જ મુંબઈમાં અમારા ઘરથી બે મિનિટના અંતરે એક સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ખુલી: ‘જસ્ટ બુક્‌સ’ નામની. ગઈ કાલે અંદર જઈને નિહાળી અને આજે એની સભ્ય ફી ભરી. જૂની, રદ્દી જેવી ચોપડીઓ. ધૂળ ખંખેરીને હાથમાં લેવાની. ક્યારેક છેલ્લાં…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૯

August 9, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૯

ત્રાજવાનો કાંટો બરાબર મધ્યમાં આવે અને બેઉ પલ્લાં સમતોલ રહે એવું દાંપત્યજીવન અશક્ય છે અને શક્ય હોય તો પણ અનિચ્છનીય છે કારણ કે સમતુલા રાખવાના પ્રયત્નોમાં વહેલીમોડી કૃત્રિમતા ભળી જતી હોય છે. લગ્નજીવનમાં સતત રોમાન્સ શોધતાં પતિપત્નીને ટૂંક સમયમાં જ ગૃહસ્થી શુષ્ક લાગવા માંડે છે અને લગ્ન પછીનું જીવન એમના…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૮

August 8, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૮

લગ્નેતર સંબંધો ન જન્મે અને એ માટેની પૂર્વશરતરૂપે સંબંધેતર લગ્નો ન સર્જાય તેવી પરિસ્થિતિ ક્યારે શક્ય બને? સંબંધેતર લગ્ન ન સર્જાય એની તકેદારી લેવા માટે સાત મુદ્દા છે. ચાહો તો એને સપ્તપદી કહી શકો, ચાહો તો એને કુન્દનિકાબહેન કાપડિઆને યાદ કરીને સાત પગલાં આકાશમાં કહી શકો. હકીકતમાં, આ સાત મુદ્દાઓ…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૭

August 7, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૭

૪. લગ્નમાં સલામતીનું વળગણ માણસને પરવશ બનાવી દે છે. એ સલામતી પૈસા સંબંધી હોય, શરીર સંબંધી હોય કે પછી લાગણી સંબંધી. સલામતીની ઇચ્છા ન રાખવી એટલે લાપરવાહી કે બેજવાબદારીથી વર્તન કરવું એવું નહીં. પાછલી ઉંમરે પૈસા નહીં હોય તો શું થશે એવા ભયને કારણે અસલામતી અનુભવનારાઓ પૈસા કમાવવા શું શું…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો: ૬

August 6, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો: ૬

૨. સંબંધેતરલગ્નના બીજા કારણના બે પેટાવિભાગ. એક તો, જેની સાથે પ્રેમ થયો એને પરણવું જ જોઈએ એવી માન્યતાઅને બે, રોમાન્સની-પ્રેમની પરાકાષ્ઠારૂપે લગ્ન જ હોઈ શકે એવી માન્યતા. આ બેઉ માન્યતા એકબીજા સાથે જોડાયેલી છે. લગ્નજીવન એટલે શું– એની અધકચરી સમજને કારણે આ બેઉ માન્યતાનો જન્મ થાય છે. ખરેખર તો બીજી…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૫

August 5, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૫

ફૅક્ટરીઓથી માંડીને હૉટેલ-રેસ્ટોરાં શરૂ કરવાનું લાયસન્સ લીધા પછી દર વર્ષે તમારા પ્રિમાઇસીસ પર ફૅક્ટરી ઇન્સ્પેક્ટરો ઇત્યાદિની અવરજવર શરૂ થઈ જાય છે. નિશ્ચિત ધોરણો મુજબનો તમારો કારભાર ચાલે છે કે નહીં તેની તપાસ થાય છે. ગુણવત્તાથી લઈને સલામતીનાં ધોરણો અમુક હદથી નીચે જતાં રહ્યાં હોય તો લાયસન્સ રિન્યુ નથી થતું. તમે ફરી…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૪

August 4, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૪

સંબંધેતર લગ્નોનાં કારણો તરફ જતાં પહેલાં એક ઝડપી નજર લગ્નેતર સંબંધોનાં કારણો તરફ નાખી લેવી જરૂરી છે. આ બેઉ પરિસ્થિતિઓને એકબીજા સાથે સીધો સંબંધ છે. લગ્નેતર સંબંધોનાં કારણો તપાસતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીં મુદ્દો લગ્નેતર સંબંધોનો ચર્ચાઈ રહ્યો છે, કોઈ ઉપરછલ્લા પરિચયનો નહીં. આત્મીયતા જેમાં ભળી…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૩

August 3, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૩

૧. પ્રથમ સ્તર તે માનસિક સ્તર. મનોમન એકબીજાની હાજરીની ઝંખના રહે કે એકબીજાની તસવીર આંખ સામે આવતી રહે  એ પછી આ સ્તર સર્જાય છે. રૂબરૂ મળ્યા વિના તમે જેની નિકટતાનો અહેસાસ કરી શકો એવી વ્યક્તિ સાથે માનસિક સ્તરે ખાસ્સા એવા કમ્ફર્ટેબલ છો એવું પુરવાર થઈ ગયું. સ્વભાવ, રસના વિષય કે…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૨

August 2, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૨

સંબંધોના પાંચ સ્તર (મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ) વિશે ચર્ચા કરતાં પહેલાં કેટલાંક અનુમાનોનો પૂર્વસ્વીકાર થઈ ગયો છે એવું માની લઈએ : •માણસની સૌથી મોટી જવાબદારી પોતાને ખુશ રાખવાની છે. પોતે ખુશ હશે તો પોતાની નિકટની, ઓછી નિકટની અને દૂરની– દરેક વ્યક્તિને ખુશ કરવાનો એ પ્રયાસ કરી શકશે અને એ…

Read more »

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૧

August 1, 2011
લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૧

સમાજ લગ્નેતર સંબંધો વિશે જેટલી ફિકર કરે છે એટલી ચિંતા એને સંબંધેતર લગ્નો વિશે નથી હોતી. એક્સ્ટ્રા મરાયટલ રિલેશન્સ અથવા તો લગ્નબાહ્ય સંબંધો વિશે ચિંતાપૂર્વક વાત કરતા લોકોને ક્યારેય એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ અથવા તો સંબંધબાહ્ય લગ્નો વિશે વિચારવાની જરૂર જણાતી નથી. લગ્નના બંધનની બહાર સર્જાતા સંબંધો વિશે જેમ ચર્ચા થતી…

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME