અશ્વિની ભટ્ટ: માસ્ટર સ્ટોરીટેલર

અમદાવાદ છોડ્યાના એક દિવસ પહેલાં મારા પ્રકાશકે યોજેલી ફેરવેલમાં નવભારત સાહિત્ય મંદિરના જયેશ શાહ સાથે અશ્વિની ભટ્ટ

૧૯૭૮-૭૯ની વાત. પરિચય ટ્રસ્ટના પુસ્તકસમીક્ષાના માસિક ‘ગ્રંથ’માં એક જવાબદારી પ્રકાશકને ત્યાંથી આવતાં નવાં પુસ્તકોને રજિસ્ટરમાંનોંધવાની. એક દિવસ ચાર પુસ્તકો આવ્યાં. ચારેયનાં નામ એકદમ એક્‌ઝોટિક: ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’ અને ‘આશકા માંડલ’. લેખકનું નામ સાવ અજાણ્યું. અશ્વિની ભટ્ટ. પાનાં ફેરવતાં ખબર પડી કે આ તો ગુજરાતના ખૂબ પોપ્યુલર રાઈટર છે. પ્રસ્તાવનામાં શેખાદમ આબુવાલા અને વિનોદ ભટ્ટે એમના વિશે ગજબની મોહક વાતો લખી હતી. ચારેય નવલકથાઓ રિવ્યુ માટે રવાના થાય એ પહેલાં વાંચી નાખવા માટે તંત્રી યશવંત દોશીની પરવાનગી માગી. યશવંત ભાઈએ એ પુસ્તકોનાં રિવ્યુનું કામ મને જ સોંપી દીધું. જલસા પડી ગયા.

કટ ટુ ૧૯૮૧. નવું સાપ્તાહિક ‘નિખાલસ શરૂ થતું હતું. સંપાદકની જવાબદારી હતી. અમદાવાદ જઈને અશ્વિની ભટ્ટ પાસે ધારાવાહિક નવલકથાની માગણી કરી. પ્લોટ નક્કી થયો. પુરસ્કાર પણ. પરંતુ મૅગેઝીનનો પ્રથમ અંક પ્રગટ થાય તેનાં થોડાંક અઠવાડિયાં પહેલાં સ્કૂટર અકસ્માતમાં અશ્વિનીભાઈના જમણા હાથે ફ્રેક્ચર થયું. ‘નિખાલસ’માં સૌ પ્રથમ નવલકથા અશ્વિની ભટ્ટની હોય એવા મનસૂબા પર પાણી ફરી વળ્યું પણ એમની સાથે વયમાં એક આખી પેઢીનું અંતર હોવા છતાં દોસ્ત તરીકેનો નાતો કાયમનો બંધાઈ ગયો.

અશ્વિની ભટ્ટની ‘ઓથાર’ જેણે નથી વાંચી એણે ગુજરાતી નવલકથાસાહિત્યમાં કશું જ નથી વાંચ્યું. ‘લોકપ્રિયતા’નું લેબલ લગાવીને આ નવલકથાને કેટલાક સાહિત્યકારો તદ્‌ન નીચલા ખાનામાં મૂકી દે છે જે એવું કરનારનું જ નીચું સ્ટાન્ડર્ડ દેખાડે છે. જોકે, રઘુવીર ચૌધરીએ અશ્વિની ભટ્ટ (તેમ જ હરકિસન મહેતા)ની નવલકથાઓની વિગતવાર સાહિત્યિક સમીક્ષા કરી છે.

ગુજરાતીનાં ૧૦૦ વાંચવા જેવાં પુસ્તકોમાં ‘ઓથાર’નું સ્થાન નિર્વિવાદ છે. સ્વામી આનંદની જેમ અશ્વિની ભટ્ટ પણ આખેઆખા વાંચવા જેવા લેખક છે. રિસર્ચ, પ્લોટની પેંતરાબાજી, વર્ણનશૈલી અને પાત્રાલેખન- આ ચારેય પાસાંઓની બાબતમાં અશ્વિનીભાઈ માસ્ટર સ્ટોરીટેલર છે.

અશ્વિનીભાઈની નવલકથા વિશે મારે અહીં લાંબું વિવેચન કરવાની જરૂર નથી, ‘ઓથાર’ વાંચશો એટલે ખબર પડી જશે કે શા માટે તેઓ નવલકથા જગતમાં એક જીવતા-જાગતા ચમત્કાર છે.

8 comments for “અશ્વિની ભટ્ટ: માસ્ટર સ્ટોરીટેલર

 1. Parth Joshi
  July 30, 2011 at 8:32 PM

  Very nice sir, Ashwin bhatt is an excellent Story teller indeed .
  Thanks for writing about him .

 2. Chirag Thakkar
  July 31, 2011 at 1:11 AM

  સૌરભભાઈ,
  મારા ગમતાં પુસ્તકોની યાદીમાં સૌ પ્રથમ નામ ‘ઓથાર’નું આવે છે. ઓછામાં ઓછી ૨૫ વાર વાંચી છે અને જેમ આપણા પ્રિય સ્નેહીજનને વારંવાર મળવાનું મન થાય તેમ ‘ઓથાર’ને વારંવાર વાંચવાનું મન થયે રાખે છે.

 3. bharat patel
  July 31, 2011 at 1:31 PM

  expacting more @ ahwini bhatt. If u can add your interview with ashwinibhatt on SANWAD programme in this article , than it would be fantastic saurabhbhai.

 4. bharat patel
  July 31, 2011 at 4:11 PM

  je koi gujarati yuvae( male or female) ashwini bhatt ni ekpan novel vanchi na hoy a loko a potani jatne gujarati yuva kahevadavavano hak nathi. kamse kam maru avu manvu chhe.

 5. Mitesh Pathak
  August 1, 2011 at 7:56 PM

  શ્રી ભટ્ટ સાહેબની શૈલી – એક સ્વાસે કે એક જ બેઠ્કે પુરુ કરવા આપ ‘મજ્બુર’ થાવ તેવી જક્ડી રાખે તે શૈલી, અદભુત કહી શકાય તેવુ હોમ વર્ક, અને કલ્પનાના સાગરમા ક્યાય ઉડે સુધી લઇ જાય. સાચા અર્થમા હુ ગુજરાતી નવલ કથા રસ સાથે માણતો થયો. જ્યારે સન્દેશ મા સાપ્તહીક રીતે નવલ્કથા આવતી ત્યારે હુ વલસાડ રહેતો અને સન્દેશ બપોરે ૧ પછી આવતુ. તો સ્કુલેથી આવીને બૂટ કઢ્યા વગર વાચી, પેજ કાપી ને ફાઇલ કરવાનુ. ત્યાર બાદ મારા પપ્પા એક સેટ લઇ આવેલા તો એ પણ એક જ બેઠકે પુરુ કરેલ.

  સૌરભ ભાઇ, ખુબ અભિન્દન્.

 6. Hemang G Parekh
  August 2, 2011 at 11:03 AM

  આ નવલકથા બેસ્ટ છે એ વિષે કોઈ સવાલ જ નથી.

  સેજલસિંહ,બાલીરામજી,મોમ , ગ્રેઈસ, સેના, ખેરાસિંહ કેટકેટલા પત્રો જાણે જીવંત થઇ ઉઠે છે.

  સૌરભભાઈ, આ નવલકથાને અહી મુકવા બદલ આભાર

  હેમાંગ પારેખ

 7. Tushar
  May 27, 2012 at 9:38 PM

  Angar is Marvelous Novel

 8. December 24, 2012 at 12:01 AM

  મેં અશ્વિનીને બિલકુલ વાચ્યા નથી, હવે લાગે છે કે મારે પુસ્તકાલયમાં દોડીને ઓથાર લઇ આવવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *