ઊભા થઈને માન આપવું ગુજરાતીઓના લોહીમાં નથી

ગુજરાતી ઑડિયન્સ નાટક પૂરું થયા પછી કર્ટન કૉલ વખતે ઊભું થતું નથી. નાટક પૂરું થયા પછી તેઓ બેઠાં બેઠાં, પગ હલાવતાં તળીઓ પાડે છે. અને તે પણ બધા નહીં, કેટલાક અમસ્તા જ બેસી રહે છે, કેટલાક ઑડિટોરિયમ છોડી જવા માટે ચાલવા માંડે છે. મંડળી મળવાથી થતા લાભ વર્ણવતાં નર્મદે કહ્યું હતું, ‘વિલાયતમાં આવા મળવાને ક્લબ કહે છે.’ દોઢસો વરસ પછી આજે ક્લબ શબ્દ ગુજરાતીઓ માટે નવો નથી. નર્મદશૈલીનું અનુકરણ કરીને તમે કહી શકો કે નાટકનાં અંતે રંગમંચ પરથી અપાતી કળાકારો તથા કસબીઓની ઓળખાણને કર્ટન કૉલ કહે છે અને તેઓને ઊભા થઈને તાળીઓ વડે વધાવી લેવાની ક્રિયાને સ્ટેન્ડિંગ ઓવેશન કહે છે. આવતાં દોઢસો વર્ષ પછી ગુજરાતી પ્રેક્ષકોને આ બે શબ્દો આવડી જશે.

ઊભા થઈને માન આપવું ગુજરાતીઓના લોહીમાં નથી. પાર્ટીમાં અડધોએક ડઝન લોકો ટેબલ ફરતે બેઠા હોય અને કોઈ સિનિયર મહેમાનનો પ્રવેશ થાય ત્યારે આપણા લોકો બેઠાં બેઠાં જ હાથ લંબાવીને ઓહો, કેમ છો, કેમ છો કરતા રહે છે. આપણા કરતાં મોટી હોય એવી વ્યક્તિને  ઊભા થઈને માન આપવાની પ્રથા હજુ આપણામાં શરૂ થઈ નથી. કોઈની ઑફિસમાં તમે જાઓ ત્યારે ટેબલ પાછળની ખુરશીમાં બેસીને કામ કરતી વ્યક્તિ તરત ઊભી થઈને તમારી સાથે હાથ મિલાવે તો સમજવું કે એ  બિનગુજરાતી હશે અને શક્યતા એવી છે કે એ બિનભારતીય હશે. આપણે લોકો સામેવાળાની સાથે જમણો હાથ મિલાવતી વખતે ડાબા હાથે પાટલૂનનાં ગજવામાં રહેલી ગાડીની ચાવી રમાડ્યા કરવામાં ઉસ્તાદ હોઈએ છીએ.

રીતભાત એટલે સામેવાળા પર સારી છાપ પાડવા માટે કરેલો દેખાવ નહીં. રીતભાત એટલે સામેની વ્યક્તિની હાજરીને અપાતો આદર. ટ્રેનમાં ગંદા બૂટ કે ગંદા પગ (એ બેઉ ચોખ્ખા હોય તોય કશો ફરક નથી પડતો) સામેની સીટ પર લંબાવીને અન્ય મુસાફરોની સમક્ષ બીભત્સ વર્તન કરતા પ્રવાસીને તમે જુઓ છો ત્યારે ચુપકીદીથી ચાલુ ગાડીએ એનો કૉલર પકડીને ટ્રેનની બહાર ધકેલી દેવાનું મન થતું હોય છે.

બાળક, સ્ત્રી કે વૃદ્ધ સાથે ટ્રાફિકવાળા રસ્તે પગપાળા જતા હો ત્યારે એમને મકાન કે દુકાનવાળી બાજુએ ચાલવા દઈ તમારે એમની જોડાજોડ ટ્રાફિકવાળી બાજુએ ચાલવું જોઈએ. ન કરે નારાયણ ને કંઈ બને તો એ તમારી સાથે બને, તમારી જોડે ચાલનાર બાળક, સ્ત્રી કે વૃદ્ધ સાથે નહીં. રસ્તે ચાલતી વખતે નિરીક્ષણ કરજો કે આવું કેટલા લોકો કરે છે.

સેલફોન દેખાડાની ચીજ નથી, ઉપયોગની ચીજ છે. દાંડિયારાસ કે બૉલડાન્સ  કરતાં કરતાં એક હાથ કાન પર મૂકીને ફોન પર વાત કરનારા ભૂંડા લાગે છે.સારી રેસ્ટોરાંમાં સેલફોન લઈ જવો જરૂરી હોય તો મૅનેજર કે સ્ટુઅર્ડને સોંપી દેવો.  તમારો ફોન આવશે તો એ તમને બોલાવશે. તમારે તમારા ટેબલ પર અન્ય મિત્રોની હાજરીમાં નહીં પણ રેસ્ટોરાંના રીસેપ્શન કાઉન્ટર પાસે જઈને ધીમા સાદે વાત કરી લેવાની. સિનેમાના થિયેટરમાં, નાટકના ઑડિટોરિયમમાં કે સંગીત-નૃત્ય વગેરેના કાર્યક્રમો કે સભાઓમાં સેલફોનની રીંગ ન સંભળાય એ માટે મ્યૂટનું બટન દાબી દેવું. પાર્ટી-રેસ્ટોરાં, પ્રોગ્રામ્સ વગેરેમાં સેલફોનનો દેખાડો કરનારાઓ મિડલક્લાસ માઈન્ડવાળા છે. મુકેશ કે અનિલ અંબાણીને તમે ક્યારેય ચાલુ નાટકે મોબાઇલ પર વાત કરતા જોયા છે? ના.  કારણ કે એમની પાસે એવા અનેક માણસો નોકરીમાં છે જેઓ શેઠને શાંતિથી નાટક જોવાની સુવિધા આપી શકે છે. તમારે ચાલુ નાટક-સિનેમાએ મોબાઇલ વાપરવો પડે એનો મતલબ એ કે તમારી પાસે એવા મણસો નથી કારણ કે તમને એટલો મોંઘો મૅનેજર પોસાઈ શકે તેમ નથી. નાટક-સિનેમા-સમારંભમાં મોબાઇલ વાપરનારાઓએ એટલું સમજવાનું કે આ મોબાઇલ તમારી શ્રીમંતાઈનો નહીં, તમારી ગરીબીનો દેખાડો છે.

બીજો એક શિષ્ટાચાર કેળવવાનો તે એ કે કોઈ તમને તમારા કામકાજ વિશે પૂછે ત્યારે ખોટી નમ્રતા દેખાડવાની જરૂર નથી. બસ, ભગવાનની કૃપાથી બે ટંકની દાલરોટી નીકળે છે એવું મહેરબાની કરીને નહીં કહેતા. પૂછનારને ખબર છે કે ગઈ કાલે જ તમે ફેમિલીને લઈને ચાઈના ગાર્ડનમાં પાંચ હજાર રૂપિયાની દાલરોટી  ખાઈ આવ્યા હતા. તમે તમારી પ્રશંસા ન કરો તે સારી વાત છે. આત્મપ્રશંસા જેવું હીણું અને અસંસ્કારી કૃત્ય બીજું એકેય નથી. પણ કમસે કમ તમે એટલું તો કહી જ શકો કે આ વર્ષ સારું છે પણ એમાં ભગવાનને વચ્ચે નહીં લાવવાના. તમે ક્યારેય એવું બોલ્યા છો કે સાલું, આ વર્ષે ભગવાનને કારણે માર્કેટ બહુ જ ખરાબ છે. ભગવાનને  એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. આપણા ધંધા-રોજગારની જવાબદારી એને શું કામ સોંપવાની ?

કોઈને બોલાવવા કમ્પાઉન્ડમાં ગાડી ઊભી રાખીને હૉર્ન મારવો, કોઈના ઘરે કે એમની ઑફિસે અગાઉથી જણાવ્યા વગર પહોંચી જવું, વાતવાતમાં પોતાનું સંતાન લીંબુચમચાની દોડમાં પહેલું આવ્યું એવા સમાચાર આપ્યા કરવા, ચાર જણની હાજરીમાં તમારી સાથે વાત કરતી સ્ત્રીના દેખાવના વારંવાર વખાણ કર્યાં કરવાં અને ગ્રે પાટલૂનની નીચે બ્રાઉન શૂઝ પહેરવાં- આ બધી જ શિષ્ટાચાર વિનાની વાતો છે, મૅનરલેસ બાબતો છે.

25 comments for “ઊભા થઈને માન આપવું ગુજરાતીઓના લોહીમાં નથી

 1. Labhshankar Bharad
  July 26, 2011 at 3:01 PM

  ખૂબ જ સરસ માહિતીસભર લેખ, તેમાં વર્ણવેલ દરેક બાબતનું અમલીકરણ જીવનમા ઉપયોગી નિવડે તેમ છે. સાભાર ધન્યવાદ, સૌરભભાઈ !

 2. Hemant Vaidya
  July 26, 2011 at 3:29 PM

  Good article …

 3. Jyotindra
  July 26, 2011 at 4:48 PM

  શિષ્ટાચાર અને સદાચાર ના પાઠો આપોઆપ શીખવાના હોય છે. ગુરુ, શિષ્યની પરંપરામાં શિષ્યે ગુરુને કેવું માન આપવું એ વિદ્યા સંસ્કારોમાં વણી લેવાતું હોય છે. આપણે બધાંએ જાગૃત બનવાની જરૂર છે. સમયસરનો લેખ.

 4. July 26, 2011 at 9:08 PM

  જેમ ગર્ભ શ્રીમંત શબ્દ છે એમ આપે કહી એ તમામ બાબતોને વિના આયાસે અમલમાં મુકનારને ,
  શિષ્ટાચાર શબ્દને જીવનમાં પચાવનારને આપણે ગર્ભસંસ્કારી કહીશુ?

 5. Mitesh Pathak
  July 26, 2011 at 10:17 PM

  Dear Saurabh bhai,

  Good article. I can recollect one such incident. At Rajkot, each Sunday @ racourse garden Police Band uses to perform. After each performance people never used to praise. Once my 3 year old daughter standing over there and clapped. The whole band gave her a standing thanks. People like to recognised. There is basic discpilne to praise. thanks

 6. NAYAN
  July 26, 2011 at 10:41 PM

  Good Article as always and to inform you that we in USA atleast where we are now, still do standing ovation when they have finished performing.

 7. Batuk Sata
  July 27, 2011 at 12:22 AM

  Good article.

 8. July 27, 2011 at 1:36 AM

  સૌરભભાઈ, સોંસરવી ઉતરે એવી વાત કહી દીધી છે..બોસ. આ સાથે ચાહના કપની મેન્ટાલીટી વિશે પણ ખાસ કહો તો ઘણું સારું છે. ચકલીની ચાંચ ડૂબે એવા પ્લાસ્ટિક કપમાંથી આપની કંજુસાઈ ક્યારે બહાર નીકળશે સાહેબ?

 9. July 27, 2011 at 1:43 AM

  માફ કરશો…ઉપર ‘આપની’ની જગ્યા એ ‘આપણી’ જ વાત કરી છે.

  અહીં કેરોમાં કોઈ મોટા કંપની ડાયરેક્ટરને મળવાનું થાય કે…સરકારી અધિકારી…ટેબલ તો ઠીક ઠેઠ દરવાજા પરથી લેવા આવવાનો રીવાજ છે. અને જો એમ ન થયું (ઘણાં જૂજ કેસમાં) તો સમજી લઈએ કે પાર્ટીનો ઓર્ડર ડૂબી ગયો…નાઈલમાં!

 10. dinesh patel
  July 27, 2011 at 7:20 AM

  simply excellent please give more tehzib to our people
  including me!
  thanks.
  drpatel

 11. July 27, 2011 at 8:11 AM

  ભગવાનને વચ્ચે નહિ લાવવા ના ! મિડલ ક્લાસ મેન્ટાલીટી … ખુબ જ ટુ ધ પોઈન્ટ સૌરભ ભાઈ… પણ એક સવાલ… નાટક ભંગાર નીકળે તો ? :પી

  • July 27, 2011 at 8:48 AM

   એવું નાટક જોવા ઉઘાડા પગે નહીં જવાનું!

   • July 27, 2011 at 9:02 AM

    અને કમેન્ટના Gravtarમાં તમારું સુંદર ચિત્ર કેમ નથી દેખાતું!

    • July 30, 2011 at 11:25 AM

     હા હા …ખબર નહિ ચિત્ર કેમ દેખાતું નથી…

     • July 30, 2011 at 11:38 AM

      કાં તો એ મારાથી શરમાય છે અથવા મારા પર ખફા છે!

 12. mehul jakharia
  July 27, 2011 at 8:19 AM

  gr8 sir gr8 good article sir

 13. dineshtilva
  July 27, 2011 at 1:22 PM

  સૌરભભાઈ, નમસ્કાર..
  આપનો આ લેખ મને અને બધાને ખુબ કામનો છે..
  આધુનિક મેનેજમેન્ટને પણ જાન્ખું પાડે તેવી આ કવિતા જ બસ છે:

  “તારા આંગણિયા પૂછી ને જો જે કોઈ આવે
  તેને આવકારો મીઠો આપજે
  તારે કાને રે સંકટ કોઈ સંભળાવે
  બને તો થોડું કાપજે
  માનવી ની પાસે કોઈ માનવી ના આવે
  તારા દિવસની પાસે દુઃખિયા આવે
  કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે
  એ એને ધીરે ધીરે તું બોલવા ને દેજે
  વાત એની સાંભળી ને, આડું નવ જોજે
  તેને હાથ થી હલાવી હોંકારો તું દેજે
  અન્ન અને પાણી પાજે, સાથે બેસી ખાજે
  એ એને ઝાંપા રે સુધી તું મેળવા ને જજે”
  –કવિ-કાગ

  વધુમાં, સૌરાષ્ટ્રના હાસ્ય અને સાથે ચોટદાર વાત કેનાર ધીરુભાઈ સરવૈયાને એકવાર તેના ગામ મળવા જવાનું થયું.. આવકાર તો મીઠો મલ્લ્યો જ સાથે તેના ડેલા સુધી જયારે વળાવવા આવ્યા ત્યારે ડેલે ઉભી વાત કરી તે પણ માણવા જેવી છે…”ડેલા કે જાપા સુધી વળાવવાની વાત એમ રેતી કે મે’માન આવ્યા હોઈ થોડા સહારાના લોભે પણ આવ્યા હોઈ, પણ મહેમાનગતિ એવી મળતી કે ઘરના દરેક સભ્ય હાજર હોય ત્યારે પૈસા કે આર્થિક મદદ માંગતા શરમ આવે એટલે મે’માનને જાપે કે ડેલે આવજો કરવા જાય ત્યારે લગભગ એકલા વળાવવા જાય.. ત્યારે એ વાત થય માટે આવકાર સાથે વળાવવાની વાત પણ એટલી જ સમજવા જેવી છે..(સાથે હસ્તા એમ પણ કીધું કે અત્યારે આવેલાને “ગાડી” પંચર કે પેટ્રોલ ખાલી પણ થય ગયું હોય, ડેલે જાવ તો ખબર પડેને?) dineshtilva@gmail.com

 14. shridevi shah
  July 27, 2011 at 2:15 PM

  saurabhbhai….adbhut…..magajne chakdole chadave ane hridayni aarpar nikli jay tevo lekh…..

 15. Vaibhav Kothari
  July 27, 2011 at 5:18 PM

  Nice post, Saurabhbhai. It seems that we have forgotten the art of chivalry.Did we know it in the first place? I commute daily and have found that people do not stand up and offer the seats to women and children who barely manage to stand in the bus.

 16. July 28, 2011 at 6:14 PM

  સૌરભભાઈ,
  ખૂબ જ સાચી વાતી જણાવી છે. ને રજૂઆત એકદમ સચોટ!

 17. Nirav Saraiya
  July 28, 2011 at 7:03 PM

  Dear Saurabh bhai,
  I liked your point about not brining God in everything — just to show false modesty.

  મુસલ્માન ભાઇઓ વાતે વાતે ઇન્શા અલ્લાહ કહે તો તે વિશે આપનો મત જનાવશો.

  • May 15, 2013 at 9:28 PM

   નીરવભાઈ, ‘ઇન્શાઅલ્લાહ’ એટલે..બધું જ ઈશ્વરને આધીન. કોઇપણ કામની શરૂઆત થાય, પ્લાન તૈયાર હોય, હામ-દામ બધું જ હોય છતાં તેના દરમિયાન જે કાંઈ પણ આવે (આડ) તેનો ખુશીખુશી સ્વીકાર કરી બોલવું કે…ઇન્શાઅલ્લાહ !

   “મેરા તો જો ભી કદમ હૈ, વોહ તેરી રાહમે હૈ!”

 18. Urms
  July 29, 2011 at 8:39 AM

  Except few passages others r useless. i am not agree with writer. The way is defined Gujarati..everyone’s behaviour is independant and there is nothig to relate with Gujarati or Marathi or anything…everyone’s behaviour is relate to their own experience and and own thinking.

 19. Ronak Bhagdev
  July 30, 2011 at 2:10 AM

  સૌરભભાઈ, તમે તો છોતરા કાઢી નાખ્યા. ઃ)

 20. Nishidh
  August 20, 2011 at 1:21 PM

  I still remember this is from Good Morning column. If it still holds good means after so many years (may be 15?) Our mannerism is not changed. But I am sure things have surly changed in Mumbai. You must have been to Prithvi to watch Guajarati Play.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *