આ ફોટામાં કેટલા સાહિત્યકારો છે

આ ફોટામાંના કેટલા સાહિત્યકારોને તમે ઓળખી શકો છો? નામ ગણાવી શકો? બેઠેલી ૩ હરોળ છે અને ઊભેલી એક. પિન્પોઇન્ટ કરીને નામ જણાવો તો વધારે મઝા આવે!

આ ફોટા પર આંક લખ્યા છે તે જોવા હોય તો આ લિન્ક ખોલો. કેન્યા ફોટો

અને આ ફોટાને એના અસલ સ્વરૂપમાં, ફુલ સાઈઝમાં જોવા માટે આ લિન્ક ખોલો.

 

 

3 comments for “આ ફોટામાં કેટલા સાહિત્યકારો છે

 1. દિલીપ ન મેહતા
  July 23, 2011 at 7:22 PM

  લોકો કહે છે બને ત્યાં સુધી લેખકોને મળવાનું ટાળવું , ઓળખવાની વાત તો બહુ દૂર રહી!

 2. Binit Modi (Ahmedabad)
  July 23, 2011 at 8:11 PM

  (પ્રથમ હરોળમાં બેઠેલા – ડાબેથી) હરિકૃષ્ણ પાઠક, સુમન શાહ, વસુબહેન, રાજેન્દ્ર શાહ, મોરારિદાસ હરીયાણી, ભોળાભાઈ પટેલ, રજનીકુમાર પંડ્યા અને ભગવતીકુમાર શર્મા,
  (બીજી હરોળમાં બેઠેલા – ડાબેથી) પ્રથમ વ્યક્તિ (મારા માટે અજાણ્યા છે), તરુલતા દવે (રજનીકુમાર પંડ્યાના પત્ની), નયના જાની (રાજેન્દ્ર શુક્લના પત્ની), બળવંત જાની, યજ્ઞેશ દવે, (મારા માટે અજાણી વ્યક્તિ), જલન માતરી,
  (ત્રીજી હરોળમાં બેઠેલા – ડાબેથી) ચંદ્રકાંત શેઠ, નગીનદાસ સંઘવી, નરોત્તમ પલાણ, હર્ષદ ત્રિવેદી, માધવ રામાનુજ, રસીલાબહેન (રમેશ પારેખના પત્ની), તેમના પછીના બંને બહેનો મારા માટે અજાણ્યા,
  (ચોથી હરોળમાં ઊભા રહેલા – ડાબેથી) શોભિત દેસાઈ, બીજી વ્યક્તિ મારા માટે અજાણી, કૃષ્ણ દવે, મારા માટે અજાણી વ્યક્તિ, સૌરભ શાહ, રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, હરિશ્ચંદ્ર જોશી, નીતિન વડગામા, રમેશ પારેખ, દલપત પઢિયાર, અનિલ ખંભાયતા, હર્ષદેવ માધવ, રાજેન્દ્ર શુક્લ, તેમના પછીના બંને બહેનોના નામ મારી જાણમાં નથી.

  નોંધ: નૈવાશા (કેન્યા)માં યોજાયેલી રામકથા સંદર્ભે ‘આરપાર’ સાપ્તાહિકના ઓક્ટોબર – 2004ના અંક્માં કવર સ્ટોરી કરી હતી. તે સમયે આ ફોટો રજનીકુમાર પંડ્યાના સહયોગથી છાપવા માટે મળ્યો હતો અને પ્રગટ પણ કર્યો. જે નામો મારા માટે હાલ પૂરતા અજાણ્યા છે તે શક્ય છે રજનીકુમાર પંડ્યા અથવા કોઠારી લેખક ભાઈઓ (બીરેન અને ઉર્વીશ)ની મદદથી લખી શકું. આભાર.

  બિનીત મોદી (અમદાવાદ)
  E-mail: binitmodi@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *