પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર

પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે સલામતી ?
કે ૫છી પ્રેમ એટલે સમાધાન ?
હૂંફની હાજરી એટલે પ્રેમ ? કે ભયનો અભાવ એટલે પ્રેમ ?
પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી ?

પ્રેમ એટલે શું ?
કશુંક મેળવી લેવું ? કે ૫છી કશુંક આપી દેવું ?
એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ?
કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ?
પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ? કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ?
પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જિવાય છે
તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય.
એ સિવાયની ક્ષણોમાં
પ્રેમ વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા
ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય.
આ બંનેમાં બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને
બદલાયેલી આસપાસની વ્યકિતઓ જેવું,
પ્રેમ સિવાયનું, બીજું ઘણું બધું ઉમેરાતું હોય.
પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો અણિશુદ્ધ કયારેય રહી શકતો નથી.
વર્તમાનમાં ન હોય એવો પ્રેમ અનેક અસરોથી ધેરાયેલો રહે છે.
પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ?
કે ૫છી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ?
સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ?
કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ?
પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ?
કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ?
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી
સાચવી લીધેલી જીવનની ક્ષણો,
પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની
બાકી રહી ગયેલી ઈંટો અને
પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.આ પુસ્તકનો રિવ્યુ વાંચો
સૌરભ શાહનાં પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાનની વિગતો

7 comments for “પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર

 1. July 21, 2011 at 9:20 PM

  પ્રેમ એટલે સંજીવની.

 2. July 22, 2011 at 8:26 AM

  જ્યાં બસ પ્રેમ અને પ્રેમ જ છે.. ત્યાં તો બસ કોણ નબળુ ને કોણ સબળુ…લેખા-જોખા જ નહીં, બસ તું અને તું જ … માત્ર તું અને તું જ…પછી તેમાં હું તો નાબુદ જ જઇ જાય…
  ‘હું’ ચાલ્યો જાય ત્યાર પછી જ સાચો પ્રેમ પ્રગટે છે. હું ચાલ્યો જાય અને બસ માત્ર ‘તું’ અને ‘તું’ જ રહે છે. ‘હું’ રહેતો નથી. અને જ્યારે હું ચાલ્યો જાય પછી તો તું નો પ્રશ્ન પણ નથી રહેતો. કારણ કે, જ્યારે હું જ ન હોય તો પછી તો તું પણ ના રહે. તું એ તો હું ની અપેક્ષામાં હોઇ શકે.. જ્યારે હું અને તું બંને ચા્લ્યા જાય પછી તો બસ બંને એક જ થઇ જાય છે. બસ એમ કરવા માટે જરૂરી છે માત્ર…સૌથી પહેલાં ‘હું’ ને દૂર કરવાનો… અને પછી તો તું પણ જતુ રહેશે…બસ પ્રેમ અને પ્રેમ જ…

 3. kalpana
  August 29, 2011 at 11:27 AM

  prem etle sabdoma na vandavi sakay eevo anubhav

  • Gautam Suthar
   December 13, 2012 at 9:32 AM

   I AM IMPRESH FOR YOUR WRITTEN “LOVE”IN ONLY ONE SENTENCE.

 4. raj
  July 22, 2012 at 7:15 PM

  love means sacrifice motivation

 5. July 28, 2012 at 8:09 PM

  prem etle pranvayu…

 6. November 8, 2012 at 5:16 PM

  prem eatle prem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *