Facebook user માટે 10 cool તહઝીબ:૧ થી ૧૦

Tip No. 1:

FB is for social networking, it’s  social media and not  personal media.

So ‘મને બગાસું આવે છે’ કે ‘Oh, I’m so bored’ જેવાં સ્ટેટસ are out! તમારો ક્લાસ દેખાડવા, ‘આજે મેં મારા હનુના બોસ સાથે ફાઈવસ્ટારમાં લંચ લીધું અને જિજ્જુ સાથે ડિનર…’ કે પછી ’આવતી કાલથી પ્રવાસ શરૂ: બે દિવસ બર્લિન, ત્રણ દિવસ ટોરન્ટો, ચાર દિવસ ચાઇના અને પાંચ દિવસ પેરિસ…’, આવા સ્ટેટસ ન ચાલે.

ક્લાસ એની પાસે છે જેણે એ દેખાડવો નથી પડતો! Can you ever imagine Shahrukh khan’s status mentioning which phone/car/watch he bought? (Unless of course, he is being paid for that!) Really classy peopleનું status હશે, ‘આજે હું મારા વતનના ગામે ગયો હતો જ્યાં મારે હજુય ઇન્ડિયન સ્ટાઇલમાં જવું પડે છે…’ અથવા ’અત્યારે હું ફલાણા ચાર રસ્તા પાસે ઊભાં-ઊભાં પાણીપુરી/ચોળાફળી/ભૂંગળી-બટાટા ખાઉં છું…’ That’s cool, man!

બીજું, સોશ્યલ મીડિયામાં wall પર પર્સનલ મેસેજ/ફોન નંબરની આપ-લે કરવાની ન હોય.So, Karan Shah, હવે સૌરભમામાનું કોઈ સ્ટેટસ તને ગમે તો ’Great, Mama!’ એવું લખવાને બદલે માત્ર ‘Great!’ એટલું જ લખવાનું ( અને હા, ઘરે તારી મમ્મીને મારો આટલો મેસેજ પહોંચાડી દેજે કે આ વખતે રક્ષાબંધન પર જમવામાં પૂરણપોળીને બદલે તાજ કે ઓબેરોયમાં જઈએ).

Tip No. 2:

Always, always, always mention the source of a quote or a couplet you are using as your status, unless ofcourse it’s your own creation. This is most sacred if you are a writer/poet and your FB friends are admiring you when your writings  appear  in  news papers, magazines, books or on FB, blogs etc. One can’t fool FB friends by not mentioning the source, thereby creating an illusion that these words are your own thoughts.

પણ source ખબર ન હોય તો?

તો simple ઉપાય છે, યાર.  જે વાક્ય કે પંક્તિનો source ખબર ન હોય તેને માઉસથી સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો, બીજા નંબરનો option દેખાશે:search google… એના પર લેફ્ટ ક્લિક કરશો એટલે બે જ સેકન્ડમાં ખબર પડી જશે કે કોણે આ વાક્ય મૂળ લખ્યું છે (અને કોણે તફડંચી કરી છે!). So simple, ને!

આમ છતાં ક્યારેક source  ન મળે તો ‘ અજ્ઞાત’ or ‘anonymous’ લખવું જેથી ખબર પડે લોકોને કે આ ઉમદા વિચાર કોઈકનો ઉછીનો લીધેલો છે. ( આ simple trickનો ઉપયોગ હવે FB friends, credit વગરનાં સુવાક્યો કે ચબરાકિયાંવાળાં સ્ટેટસ મૂળ કોણે લખ્યાં છે તે  check કરવા માટે  કરશે એની મને ખબર છે). મારા જેવા ભલા આદમીના ભેજામાં આવી ખુફિયાબંધીનો idea વિનય ખત્રીએ નાખ્યો હતો ( વિનયભાઈ ટૂંક સમયમાં જ CID serialમાં શિવાજી સાટમને replace કરવાના છે એવી અભી અભી ખબર આઇવી હૈ).

Sourceને credit આપવાની બાબતમાં નરેશ કે ડોડિયા અને જય વસાવડા બહુ જ પર્ટિક્યુલર છે. They are setting good standards which should be followed by everybody on FB. આ બે અને એમના જેવા બીજા મુઠ્ઠીભર Facebookersની પ્રામાણિકતાને કારણે આ દેશનું ભવિષ્ય ઉજળું છે!

Tip No. 3:

Not changing your profile picture frequently is cool. વાર-તહેવારે તમારી નવીનવી તસવીરો દેખાડવાનો શોખ હોય તો photosમાં albums નો option છે જ. આ બાબતમાં અધીર અમદાવાદી આદર્શ છે. એમનું જનાવર એક જ વખત બદલાયું છે ( આને કારણે તમારી બ્રાન્ડ પણ બને છે!). વારંવાર તસવીર બદલવાની બાબતમાં હું મારા FB મિત્રોમાંથી માત્ર Naresh K Dodia ને અપવાદ રાખું. એમના પોતાના ફોટા really dandy હોય છે એટલે જોવાની મજા આવે છે (એમની શાયરીઓ સાથે આવતી ચુસ્ત ભરાવદાર સ્ત્રીઓની તસવીરો જોવાની જેટલી મઝા આવે છે એટલી જ).

Tip No. 4:

સ્ટેટસમાં હિંદી ફિલ્મ ગીતોની વીડિયો ક્લિપ share કરનારાઓએ સમજવું જોઈએ કે thanks, તમને આ ગીત ખૂબ ગમે છે તે જાણ્યું, વિવિધભારતીમાં ઝૂમરીતલૈયાના સેંકડો નાગરિકો આ ગીતની ફરમાઈશ કરી ચૂક્યા છે. FB પર તમે અમને એ કહો કે આ ગીત તમને શું કામ યાદ આવ્યું, થોડોક semi-personal touch તો આપો આ ગીત સાથેના તમારા senti-associationનો. (સાવ personal નહીં હં… નહીં તો  ‘વો ભૂલી દાસ્તાઁ’ વિશેનો તમારો  FB પરનો રસાસ્વાદ ઘરે વાંચશે તો ભાભી રાત્રે તમારા માટે ખાસ દાળઢોકળી બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ કરીને સવારનો ભાત વઘારીને ખવડાવી દેશે).

Tip No. 5:

If you don’t agree with somebody’s FB status, be silent. Unless you are a very personal friend of that FB friend, don’t take up a fight or be argumentative on his comments’ box. If you still have tremendous urge to say something opposite to what you have read in that status, create your own status and let your FB friends know about your own ideas on that particular subject, but never ever use somebody else’s comments box or wall for that. એ દિવસો હવે દૂર નથી જ્યારે કોઈ તમને કહી દે કે ભાઈ, અમારી wall પર ગલૂડિયાંઓએ સુસુ કરવું નહીં.

મારા વરસો જૂના સ્નેહી સલિલ દલાલે હમણાં મણિ કૌલને ભવ્ય અંજલિ આપતું સ્ટેટસ મૂક્યું ત્યારે મને સખત ચળ ઉપડી હતી અને હું almost પગ ઊંચો કરીને કમેન્ટ લખી નાખવાનો હતો: ‘ ઉસ કી રોટી જેવી pseudo artistic અને બોરિંગ ફિલ્મો બનાવનારા મણિ કૌલને આજકાલ અંગ્રેજી છાપાઓમાં અંજલિ આપનારાઓ  he explored the aesthetics of boredom(!) કહીને પોતાની રોટી શેકી રહ્યા છે’. But I resisted myself. આવી કમેન્ટ સલિલભાઈના સ્ટેટસની કમેન્ટ તરીકે મૂકી હોત તો જાણેઅજાણે હું એમના આ વિશેના વિચારોને ઉતારી પાડતો હોઉં એવું લાગત. હકીકત એ છે કે ત્રણ દાયકાઓથી હું એમનો ચાહક છું અને  એમની લેખનનિષ્ઠા માટે મને ખૂબ આદર છે. કોઈની સાથે politely અસહમત થવામાં અને કોઈને ઉતારી પાડીને પોતાની સુપીરિયોરિટી દેખાડવાના ભદ્દા તથા બાલિશપ્રયાસો વચ્ચે ધાગાભરનો ફરક છે. બસ, મેં કમેન્ટ કરવાનું માંડી વાળ્યું.

Tip No. 6:

કોઇના સ્ટેટસ પર અણગમતી કમેન્ટ ન કરવાની તહઝીબ જોઈ પણ કોઈ તમારા સ્ટેટસ પર અણગમતી કમેન્ટ કરે ત્યારે?

પોતાના સ્ટેટસ સાથે અસહમત થનારી કમેન્ટ કરનારને અપમાનિત કરવાની અને ક્યારેક સખત રીતે ધોઈ નાખવાની ઘણાને ટેવ હોય છે. That’s bad FB manners. Never use FB to start a fight- ideological or even simple cat fight. If you don’t agree with somebody’s comment on your status just ignore it. જાહેરમાં કોઇ FB મિત્રને ઉતારી પાડીને એમનું અપમાન શું કામ કરવું?

વરસેક અગાઉ મારા એક સ્ટેટસ  પર ઢગલાબંધ પોઝિટિવ કમેન્ટ આવી અને એક કમેન્ટ મારા સ્ટેટસની ટીકા કરતી આવી જે સંજય છેલની હતી. મારા ઘણા FB મિત્રોએ મને સામે જડબાતોડ જવાબ આપવા ઉશ્કેર્યો ત્યારે મેં લખ્યું કે સંજય છેલ એક ખૂબ જ ક્રિયેટિવ વ્યક્તિ છે અને એમની સર્જનાત્મકતા માટે મને આદર છે. હું એમના વિરુદ્ધ કશું પણ અહીં કહું તેમાં કોઇનીય શોભા નથી…આના જવાબમાં સંજય છેલે મારી આ વાતને બમણા આદરથી વધાવી લીધી અને તણખામાંથી આગ લાગતાં રહી ગઈ. તો યાદ રાખજો રણમલ સિંધવ અને ઉર્વીશ કોઠારી- તમે બંને સર્જક છો, આદરણીય છો. તમારી વચ્ચે થયેલી કમેન્ટબાજીથી લોકોને મફતમાં તમાશો જોવા મળે અને ખરાબ તમારા બેઉનું દેખાય. આવી ચડસાચડસીથી માર્ક ઝકરબર્ગ સિવાય કોઇને ફાયદો ન થાય!

Tip No. 7:

છોકરીઓને મળતી likes કે commentsની ઈર્ષ્યા નહીં કરવાની, યાર. પ્રોફાઇલમાં છોકરીનું નામ જ કાફી છે. અને એમાંય જો ફોટામાં રૂપાળી દેખાતી હોય તો પછી પૂછવું જ શું? મારી ‘childhood friend’ Mona Kanakia એ હમણાં આટલું જ સ્ટેટસ મૂક્યું, ‘orange juice… yucks.’ અને can you believe, લોકોએ  likes અને  comments કરવા માટે લાઈન લગાવવી પડી. No Mona, I’m not jealous of you! (How can I be? મારા તો ફોટા પણ તારા જેટલા સારા નથી આવતા!)

Tip No. 8:

ક્યારેય ગુજરાતીમાં unnecessary English શબ્દો ઘૂસાડીને માતૃભાષા પર અત્યાચાર નહીં કરવાનો. અંગ્રેજી શબ્દોની સૂંઠના ગાંગડે હસમુખ ગાંધી ન થઈ જવાય. આવી khichdi લેંગ્વેજ is absolutely no no. Uparant ekad nana vakya purtu theek chhe pan zazu lakhavaanu hoy tyaare Gujaratine aa rite Roman lipli ma lakhavani nahi, tras thay vachanarne.

Tip No. 9:

આ ટિપમાં તહઝીબ ઉપરાંતની નાની નાની ઘણી પ્રેક્ટિકલ વાતો છે:

૧. રોજના બે-ત્રણ સ્ટેટસ પૂરતાં છે. એથી વધારે સ્ટેટસ કોઈ જાણીતી બ્રાન્ડ કે છાપાં/મેગઝિનના પેજ પર મૂકાય, પ્રોફાઇલ પર નહીં. ઘણા FB ફ્રેન્ડ્સ રાત પડે એટલે જમી પરવારીને કાં તો શાયરીઓ કાં સુવાક્યો અથવા ફિલ્મી ગીતોના વીડિયો આડેધડ નાખ્યા કરે છે. એમને મઝા આવતી હશે પણ મિત્રોને ય પૂછી લેવું જોઈએ.

૨.કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખીએ તો કમ સે કમ એ આપણો ફોટો જોઈ શકે અને થોડી ઓળખાણ મેળવી શકે એવું સેટિંગ રાખીએ જેથી આપણો પ્રોફાઈલ ફેક નથીએવી ખબર પડે.

૩. ફેક પ્રોફાઈલ શોધવો અઘરો નથી. ફ્રેન્ડ્સ લિસ્ટ, ફોટો આલબમ, બાયો, કરિયર, શોખ વગેરે બહુ જ લલચાવનારું લાગે તો એ વ્યક્તિ ચોક્ક્સ ફેક છે. આવો પ્રોફાઈલ જોઈને કોઈ છોકરી સાથે ફ્લર્ટ કરવા જશો તો શક્ય છે કે એ તમારી પોતાની જ ગર્લ ફ્રેન્ડ કે ઘરવાળી નીકળે અને બીજે દિવસે તમે એને સી.સી.ડી.માં કે રસોડામાં મળો ત્યારે એ તમારું મર્ડર કરી નાખે એવું પણ બને.

૪.ફોટો કે નોટનું ટેગિંગ પાંચ-દસ અને એ પણ અંગત ઓળખાણ હોય એવા મિત્રોને જ થાય. ગામા આખાને ટેગ કરવાથી ડેસ્પો લાગીએ.

૫. ન્યુડ ફોટા કે વીડિયો (એક વખત માણી લીધા પછી) રિપોર્ટ કરવાની તમારી પવિત્ર ફરજ છે.

૬. તમારું ફ્રેન્ડ્સ લિસ્ટ માત્ર તમને જ દેખાય, તમારા સિવાય FBના તમારા એક પણ ફ્રેન્ડને ન દેખાય, એવું સેટિંગ તમારા જ લાભમાં છે.

૭. ટોપ ન્યુઝ કે રીસન્ટ પોસ્ટસની સ્ટ્રીમમાં તમને નહીં ગમતા કે ત્રાસ કરનારા કે કંટાળો આપનારાં સ્ટેટસનો મારો ચલાવ્યા કરતા FB મિત્રને અનફ્રેન્ડ કર્યા વગર કે એને બ્લોક કર્યા વગર  એની બધી જ પોસ્ટસ તમે એક  ક્લિકમાં કાયમ માટે હાઈડ કરી શકો છો. ફ્રેન્ડ તરીકેનો તમારો વ્યવહાર સચવાશે અને એમની આજ કી તાજા ખબરથી છુટકારો પણ મળી જશે.

૮. તમારા પ્રોફાઈલ પરનો બધો જ ડેટા ડાઊનલોડ કરી લેવાની સગવડ FB આપે છે. અકાઉન્ટ સેટિંગમાં જઇને તમારી બધી જ નોટ્સ, બધાં જ સ્ટેટસ (એમાંની તમામ ક્મેન્ટ્સ સહિત) તમારા ફોટા, ફ્રેન્ડસ લિસ્ટ- આ બધાનો બેક-અપ લઈ રાખવો સારો. ખાસ કરીને નરેશ કે. ડોડિયા જેવા મિત્રોએ, જેમણે ગુજરાતી સાહિત્ય પરિષદને શરમાવે એવું કામ એકલા હાથે કરીને પોતાના પ્રોફાઈલ દ્વારા લોકોમાં વહેંચ્યું છે એમણે, આવો બેક-અપ બને એટલો વહેલો લઈ લેવો.

૯.FBની કોઈપણ એપ્લિકેશનમાં જાઓ છો ત્યારે એ તમારો અને તમારા તમામ ફ્રેન્ડ્સનો ડેટા પડાવી લે છે. બને તો ફાલતુ એપ્લિકેશન્સથી દૂર રહેવું. ઉપરાંત એ લોકો તમારો ક્યો ડેટા મેળવી શકે અને કયો નહીં એવું સેટિંગ પણ કરી લેવું જેથી તમારા ફ્રેન્ડ દ્વારાઅજાણતાં પણ એ કોઈના હાથમાં ન જાય.

૧૦.સ્ટેટસ મૂકીને દર અડધો કલાકે ગણ્યા નહીં કરવાનું કે કેટલી લાઈક્સ આવી અને કોણે કોણે કમેન્ટ્સ મૂકી.એક મરાઠી કવિતામાં દરિયામાં સુસુ કર્યા પછી એની સપાટી ઊંચી આવી કે નહીં એવું જોનારાઓના આશાવાદ પર કટાક્ષ છે. બે અઠવાડિયાંથી હું પોતે દરિયાની સપાટી ચેક કર્યા કરું છું અને મારાં બધાં જ કામ રખડી ગયાં છે. સોરી, શિશિર રામાવત, આ વીકએન્ડ પછી દિવસમાં બે જ વાર FB પર જવાનું અને તે પણ પાંચ-પાંચ મિનિટ માટે જ. ઓકે, ૧૦-૧૦ મિનિટ માટે જ.

Tip No. 10:

FB પર કોણે શું કરવું ને શું નહીં એની પંચાત કરતી ટિપ્સ આપીને લોકોને તહઝીબ શિખવાડવી નહીં. To give advice on FB is the ultimate rude behaviour and the height of bad manners!

32 comments for “Facebook user માટે 10 cool તહઝીબ:૧ થી ૧૦

 1. July 17, 2011 at 3:08 PM

  ખુબ જ સુંદર અને ઉપયોગી… દરેકે ફેસબુકની વધુ મઝા માણવા અઠવાડિયે એક વખત પોતાન પ્રોફાઈલ પર શેર કરવા જેવી લીંક… અને એ-મેઈલમાં ફોરવર્ડ પણ કરાય… અલબત્ત… સૌરભભાઈના નામ સાથે !

 2. jay vasavada
  July 18, 2011 at 5:34 AM

  મજા પડી સૌરભભાઈ..તમારી ‘બિટ્વીન ધ લાઈન્સ’ રમૂજવૃત્તિ ઘણા સમયે માણવા મળી…ને ચબરાક નિરીક્ષણશક્તિ પણ 🙂 આ ‘સૌરભ’ ચિરકાલીન છે !

 3. jay vasavada
  July 18, 2011 at 5:45 AM

  અમાની બે-ત્રણ બાબતોને બાદ કરતા બધી બાબતો અજાણતા પણ આચરણમાં મુકું છું. પણ પૂરી નમ્રતાથી મારું અંગત મંતવ્ય એવું કે સાયબરસ્પેસ બહુ બધા નિયમો ને ચુસ્તપણે અનુસરવા માટે નથી. કોલેજના ક્લાસરૂમ અને કેન્ટીન જેટલો તફાવત અહીં રહેતો હોય છે. નિયમો તો કેન્ટીનમાં ય હોય..પણ પાયાની બાબતો પૂરતા. નહિ તો એ ય ક્લાસ બની જાય તો પછી ઓલરેડી ક્લાસ બંક કરી આવેલા કેમ્પસની જ બહાર જતા રહે ! ઝુકરબર્ગ આ વાત સુપેરે જાણે છે 😉 પણ આપણે ત્યાં બેઝીક સેલ્ફ દીસીપ્લીનનો જ દુકાળ છે , એટલે એની તાલીમરૂપે આ નિયમાવલી હસમુખ ગાંધીની ભાષામાં થનગનભૂષણો માટે તો ખાસ્સી ઉપયોગી છે..:D

  • July 19, 2011 at 11:51 AM

   @ Saurabh Sir!! your article is worth to read but as Jay sir said too much rules will fustrate Gen Y which is already fustrated!! 🙂

 4. Shishir Ramavat
  July 18, 2011 at 9:29 AM

  Enjoyed Tahzeeb Tips as expected. Especially style and expression, more than the content. I came across Tip 9 just now – the su-su “observation” – and it not only irritated me, it actually offended me. What kind of rubbish is that?

 5. madhuri
  July 18, 2011 at 6:00 PM

  hummmmmm realy lovely and real

 6. pagaan desai
  July 20, 2011 at 6:50 PM

  TEN COMMANDMENTS OF FB 🙂

  Wht a manual of IFs & Buts ..and still to the Point …but being To the point u already blew few whistles ( infact u fired few personalities at point blank range ) …

  But i wish the SPIRIT of the content is all “positivity” and hope everyone imbibes this in there veins ..so tht next time whn they comment or post something ..they recollect ur TEN COMMANDMENTS of FB

  Wish the flames of ur “Ten-commandments” Enlightens the masses ..and may this flame keep u also ever inspiring 🙂

  • HARNESH SOLANKI
   July 20, 2011 at 7:30 PM

   Saurabhbhai very useful tips.. Thanks

 7. Parth Joshi
  July 21, 2011 at 7:11 AM

  well explained jaybhai , by the way ek navo shabd sikhava malyo thangan bhushano .

 8. HEMANT
  July 21, 2011 at 10:58 AM

  ખરેખર બહુ જ સાચી ટીપ્સ . આભાર .

 9. July 21, 2011 at 3:50 PM

  Good tips for new fb user-
  Thanks

 10. jigna
  July 22, 2011 at 3:13 PM

  Sir,

  You said is perfectly right n worth..thanks..

 11. July 23, 2011 at 4:00 PM

  Like this!

 12. July 25, 2011 at 2:12 PM

  good job dear……

 13. July 29, 2011 at 11:48 AM

  ભાઇશ્રી સૌરભ શાહ
  તમારી પોસ્ટ ગમી અને માણી બસ આમ જ સૌરભ ફેલાવતા રહેશો આનંદ થશે બસ આમ જ મળતા રહેજો
  આભાર

 14. Jagrat k shah
  September 27, 2011 at 5:44 PM

  Khub saras. Waiting 4 part-2. 😛

 15. January 1, 2012 at 6:27 PM

  Dear Saurabh bhai Simply HAT’S OFF…and really I am and all such are in my mind too…As regards change of Profile photo..in the beginning I used to off course thru Inbox Msgs used to tell/say that particular person as u rightly mentioned ke aapna magaz ma Commputer rite ek Image bandhai gayi hoye che,,and te varevare change karya karvathi kani fer naa pade….Biju koi nu oochinu layi potane naame chadhavi…aaa tau ghana kare j chhe..Maulik bahu ochha…..Aap kharekhaar “SAURABH” j chho..GBU jay shree krishna..Sanatbhai (Dadu for FB ppl as they call me) I am PROUD of you…

 16. Jignesh Majithia
  January 1, 2012 at 6:58 PM

  મને તો ટિપ નં. ૧૦ ગમી….

 17. Bharat Trivedi
  January 1, 2012 at 7:04 PM

  tame gammat sathe ghanu jnan pirsyu 6. tamari pratyek vat sathe sammat 6.

 18. yusuf chuniya
  January 2, 2012 at 9:14 PM

  wonderful સૌરભભાઇ..
  આની તુ૯ના ના થઈ શકે..
  Thanks…

 19. Naresh K.Dodia
  April 22, 2012 at 10:44 AM

  thank you very very much…

 20. ila joshi
  April 22, 2012 at 11:06 AM

  fb users ne discipline shikhavaadi ne bo greatness ni bataavavi joie…
  people r smarter than u believe…
  ni pasand pade to hide k delete chhe te badhaa jaane j chhe…

 21. Jasmin
  August 25, 2012 at 2:34 PM

  its really superb notes. but i can’t copy that. coz u copyright that. but pls i want tip no. 7. how can i get it.?? pls rly.

 22. teju144
  February 3, 2013 at 8:21 PM

  i agree 100%…palgarism ni to ahi pan kai kami nathi..tafnchikar to aam jaane bethaa j hoy chhe taak ma… ne paachha aadedhad jeehajuriyao pan kya ochha aandhdaaoni jem post bhale ne ketli y waasi naa thai gayi hoy pan waah waah karwanu chhode nahi.. ntaggersnu shu karvu…TIPS ARE excellent

 23. February 3, 2013 at 8:52 PM

  સાહેબ આપે તો જામો પાડી દીધો હો…
  દિલ ખુશ થઈ ગયુ.
  રમુજ સાથે મસ્ત માહીતી..
  જય શ્રી કૃષ્ણા..
  જય સ્વામિનારાયણ…

 24. February 3, 2013 at 10:08 PM

  A must read…well, to follow is certainly optional, but you will hesitate once in a while before doing the opposite of given advises and the purpose is served!

 25. February 4, 2013 at 5:50 PM

  ખૂબ જ સરસ માહિતીસભર લેખ..

 26. Chandrakant D.Trivedi
  February 4, 2013 at 9:21 PM

  Saurabhbhai…
  I liked your SOP(Standard Operating Procidure)for FB friends.It is just like Acharsanhita which teaches us behaviour Science on this worldwide platform.Every word is golden one.It is just SUPERB…

 27. February 5, 2013 at 1:09 AM

  nice thanks for such a important advice

 28. M.D.Gandhi, U.S.A.
  March 18, 2013 at 4:58 AM

  ટીપ નંબર ૮ માં લખો છોકે ગુજરાતી લખતી વખતે અંગ્રેજી શબ્દો નહીં
  ઘુસાડવાના, જ્યારે ઉપરની દરેક ટીપમાં અંગ્રેજી શબ્દોની ભરમાર છે….!!! તમારા દરેક લેખમાં પણ અંગ્રેજી શબ્દો ભરપુર હોય છે. હું એમ નથી કહેતો કે અંગ્રેજી શબ્દો બિલકુલ ન લખવા, પરંતુ બને ત્યાં સુધી ટાળવા. જોકે એવુંય ન બનવું જોઈએ કે સામાન્ય વયવહારમાં બોલાતા કે લખાતા અંગ્રેજી શબ્દની જગ્યાએ અજાણ્યો શબ્દ મુકીને ભદ્રંભદ્રીય ભાષા થઈ જાય……જોકે તમે જે પણ લખો છો તે એક સમૃધ્ધ વાંચનલાયકજ હોય છે, દિલને-મનને ગમે પણ છે અને વાંચ્યા પછી કાંઈક નવું જાણ્યાનો અહેસાસ પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *