Facebook user માટે 10 cool તહઝીબ:9-10

Tip No. 9

આ ટિપમાં તહઝીબ ઉપરાંતની નાની નાની ઘણી પ્રેક્ટિકલ વાતો છે:

૧. રોજના બે-ત્રણ સ્ટેટસ પૂરતાં છે. એથી વધારે સ્ટેટસ કોઈ જાણીતી બ્રાન્ડ કે છાપાં/મેગઝિનના પેજ પર મૂકાય, પ્રોફાઇલ પર નહીં. ઘણા FB ફ્રેન્ડ્સ રાત પડે એટલે જમી પરવારીને કાં તો શાયરીઓ કાં સુવાક્યો અથવા ફિલ્મી ગીતોના વીડિયો આડેધડ નાખ્યા કરે છે. એમને મઝા આવતી હશે પણ મિત્રોને ય પૂછી લેવું જોઈએ.

૨.કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખીએ તો કમ સે કમ એ આપણો ફોટો જોઈ શકે અને થોડી ઓળખાણ મેળવી શકે એવું સેટિંગ રાખીએ જેથી આપણો પ્રોફાઈલ ફેક નથીએવી ખબર પડે.

૩. ફેક પ્રોફાઈલ શોધવો અઘરો નથી. ફ્રેન્ડ્સ લિસ્ટ, ફોટો આલબમ, બાયો, કરિયર, શોખ વગેરે બહુ જ લલચાવનારું લાગે તો એ વ્યક્તિ ચોક્ક્સ ફેક છે. આવો પ્રોફાઈલ જોઈને કોઈ છોકરી સાથે ફ્લર્ટ કરવા જશો તો શક્ય છે કે એ તમારી પોતાની જ ગર્લ ફ્રેન્ડ કે ઘરવાળી નીકળે અને બીજે દિવસે તમે એને સી.સી.ડી.માં કે રસોડામાં મળો ત્યારે એ તમારું મર્ડર કરી નાખે એવું પણ બને.

૪.ફોટો કે નોટનું ટેગિંગ પાંચ-દસ અને એ પણ અંગત ઓળખાણ હોય એવા મિત્રોને જ થાય. ગામા આખાને ટેગ કરવાથી ડેસ્પો લાગીએ.

૫. ન્યુડ ફોટા કે વીડિયો (એક વખત માણી લીધા પછી) રિપોર્ટ કરવાની તમારી પવિત્ર ફરજ છે.

૬. તમારું ફ્રેન્ડ્સ લિસ્ટ માત્ર તમને જ દેખાય, તમારા સિવાય FBના તમારા એક પણ ફ્રેન્ડને ન દેખાય, એવું સેટિંગ તમારા જ લાભમાં છે.

૭. ટોપ ન્યુઝ કે રીસન્ટ પોસ્ટસની સ્ટ્રીમમાં તમને નહીં ગમતા કે ત્રાસ કરનારા કે કંટાળો આપનારાં સ્ટેટસનો મારો ચલાવ્યા કરતા FB મિત્રને અનફ્રેન્ડ કર્યા વગર કે એને બ્લોક કર્યા વગર  એની બધી જ પોસ્ટસ તમે એક  ક્લિકમાં કાયમ માટે હાઈડ કરી શકો છો. ફ્રેન્ડ તરીકેનો તમારો વ્યવહાર સચવાશે અને એમની આજ કી તાજા ખબરથી છુટકારો પણ મળી જશે.

૮. તમારા પ્રોફાઈલ પરનો બધો જ ડેટા ડાઊનલોડ કરી લેવાની સગવડ FB આપે છે. અકાઉન્ટ સેટિંગમાં જઇને તમારી બધી જ નોટ્સ, બધાં જ સ્ટેટસ (એમાંની તમામ ક્મેન્ટ્સ સહિત) તમારા ફોટા, ફ્રેન્ડસ લિસ્ટ- આ બધાનો બેક-અપ લઈ રાખવો સારો. ખાસ કરીને નરેશ કે. ડોડિયા જેવા મિત્રોએ, જેમણે ગુજરાતી સાહિત્ય પરિષદને શરમાવે એવું કામ એકલા હાથે કરીને પોતાના પ્રોફાઈલ દ્વારા લોકોમાં વહેંચ્યું છે એમણે, આવો બેક-અપ બને એટલો વહેલો લઈ લેવો.

૯.FBની કોઈપણ એપ્લિકેશનમાં જાઓ છો ત્યારે એ તમારો અને તમારા તમામ ફ્રેન્ડ્સનો ડેટા પડાવી લે છે. બને તો ફાલતુ એપ્લિકેશન્સથી દૂર રહેવું. ઉપરાંત એ લોકો તમારો ક્યો ડેટા મેળવી શકે અને કયો નહીં એવું સેટિંગ પણ કરી લેવું જેથી તમારા ફ્રેન્ડ દ્વારાઅજાણતાં પણ એ કોઈના હાથમાં ન જાય.

૧૦.સ્ટેટસ મૂકીને દર અડધો કલાકે ગણ્યા નહીં કરવાનું કે કેટલી લાઈક્સ આવી અને કોણે કોણે કમેન્ટ્સ મૂકી.એક મરાઠી કવિતામાં દરિયામાં સુસુ કર્યા પછી એની સપાટી ઊંચી આવી કે નહીં એવું જોનારાઓના આશાવાદ પર કટાક્ષ છે. બે અઠવાડિયાંથી હું પોતે દરિયાની સપાટી ચેક કર્યા કરું છું અને મારાં બધાં જ કામ રખડી ગયાં છે. સોરી, શિશિર રામાવત, આ વીકએન્ડ પછી દિવસમાં બે જ વાર FB પર જવાનું અને તે પણ પાંચ-પાંચ મિનિટ માટે જ. ઓકે, ૧૦-૧૦ મિનિટ માટે જ.

Tip No. 10

FB પર કોણે શું કરવું ને શું નહીં એની પંચાત કરતી ટિપ્સ આપીને લોકોને તહઝીબ શિખવાડવી નહીં. To give advice on FB is the ultimate rude behaviour and the height of bad manners!

4 comments for “Facebook user માટે 10 cool તહઝીબ:9-10

 1. July 16, 2011 at 12:35 PM

  Hi Saurabh…

  Sorry badha tane bhale Saurabhbhai kese pan hu to tane fakt Saurabh j kahish.

  I like your tip 9.5 and 10.

  Would suggest you to write something on teacher v/s writer…

  Bol taiyyar chhe?

  Also…. Can you please visit https://www.facebook.com/note.php?note_id=208393669206136 and then give you suggestions as a comment there.

  Mitesh

 2. yash thakkar
  July 16, 2011 at 1:10 PM

  એફ.બી પર કોણે શું કરવું અને શું ના કરવું એની પંચાત ના કરાય… !!! આ આપણી તેહઝીબ નથી.. !! 😛 😛

  fan fan fan..!!!

 3. Ronak Bhagdev
  July 16, 2011 at 4:06 PM

  સૌરભભાઈ, તમારો બ્લોગ વાંચીને બહુ ખુશી થઈ.

  તમારા બ્લોગ માટે એક સજેશન છે. બધી external links (ખાસ કરીને સાઈડબારની) બીજા પેજમાં ખુલે એવી સગવડ કરી આપો કે જેથી કરીને કોઈપણ વિઝિટર્સને તમારો બ્લોગ વાંચવામાં સરળતા રહે.

 4. SALIL DALAL (Toronto)
  July 17, 2011 at 9:06 AM

  Liked all the tips…. good research and great style of writing. Loved it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *