Facebook user માટે 10 cool તહઝીબ:7-8

Tip No. 7

છોકરીઓને મળતી likes કે commentsની ઈર્ષ્યા નહીં કરવાની, યાર. પ્રોફાઇલમાં છોકરીનું નામ જ કાફી છે. અને એમાંય જો ફોટામાં રૂપાળી દેખાતી હોય તો પછી પૂછવું જ શું? મારી ‘childhood friend’ Mona Kanakia એ હમણાં આટલું જ સ્ટેટસ મૂક્યું, ‘orange juice… yucks.’ અને can you believe, લોકોએ  likes અને  comments કરવા માટે લાઈન લગાવવી પડી. No Mona, I’m not jealous of you! (How can I be? મારા તો ફોટા પણ તારા જેટલા સારા નથી આવતા!)

Tip No. 8

ક્યારેય ગુજરાતીમાં unnecessary English શબ્દો ઘૂસાડીને માતૃભાષા પર અત્યાચાર નહીં કરવાનો. અંગ્રેજી શબ્દોની સૂંઠના ગાંગડે હસમુખ ગાંધી ન થઈ જવાય. આવી khichdi લેંગ્વેજ is absolutely no no. Uparant ekad nana vakya purtu theek chhe pan zazu lakhavaanu hoy tyaare Gujaratine aa rite Roman lipli ma lakhavani nahi, tras thay vachanarne.

Tip No. 9: કાલે

5 comments for “Facebook user માટે 10 cool તહઝીબ:7-8

  1. July 15, 2011 at 7:43 PM

    ટીપ-૮ 100% સહમત …
    ટીપ-૭ ત્યારે સાલું લાગી તો આવે જ ને ?

  2. July 15, 2011 at 8:04 PM

    ટીપ-૭ ની આપની વાત યોગ્ય છે પણ વધારે અધીરભાઇની વાત સાથે સહમત 🙂
    ટીપ-૮ ની વાત સાથે સંપુર્ણ સહમત. હું મારા મિત્રોને સમજાવીને થાકયો પણ તેઓને કેમેય સમજાતુ નથી કે એક ભાષામાં બીજી ભાષાનો ઉપયોગ ભાષાકીય ભેળસેળ જ કહેવાય. તેનાથી બંન્ને ભાષાના માન ઘવાય. અન્ય વાત- જયાં ગુજરાતીમાં સંવાદ ચાલતો હોય ત્યાં લોકો કેમ અંગ્રેજીને ઘુસાડવાનો પ્રયત્ન કરતાં હોય છે તે પણ સમજાતુ નથી…

  3. July 16, 2011 at 8:41 AM

    ગુજરાતીમાં અંગ્રેજી લખવાનો કે બોલવાનો અભરખો કદાચ એવા લોકોને આવતો હશે જેમનું અંગ્રેજી સાવ નમાલું હશે. (છતાં કદાચ તેઓ પોતાને અંગ્રેજીના વીદ્વાન પણ સમજતા હોય.) અધુરો ઘડો છલકાય ઘણો. બાકી ખરેખર તો તમે જે ભાષા વાપરતા હો તેના જ શબ્દોનો ઉપયોગ યોગ્ય ગણાય.

  4. Mona Kanakia
    July 27, 2011 at 12:08 PM

    hellooo saurabh, i hv just read your tips in which u hv mentioned my name…hehehehe..majja aavi gayi! n ya thx for remembering me!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *