Facebook user માટે 10 cool તહઝીબ:5

Tip No. 5:

If you don’t agree with somebody’s FB status, be silent. Unless you are a very personal friend of that FB friend, don’t take up a fight or be argumentative on his comments’ box. If you still have tremendous urge to say something opposite to what you have read in that status, create your own status and let your FB friends know about your own ideas on that particular subject, but never ever use somebody else’s comments box or wall for that. એ દિવસો હવે દૂર નથી જ્યારે કોઈ તમને કહી દે કે ભાઈ, અમારી wall પર ગલૂડિયાંઓએ સુસુ કરવું નહીં.

મારા વરસો જૂના સ્નેહી સલિલ દલાલે હમણાં મણિ કૌલને ભવ્ય અંજલિ આપતું સ્ટેટસ મૂક્યું ત્યારે મને સખત ચળ ઉપડી હતી અને હું almost પગ ઊંચો કરીને કમેન્ટ લખી નાખવાનો હતો: ‘ ઉસ કી રોટી જેવી pseudo artistic અને બોરિંગ ફિલ્મો બનાવનારા મણિ કૌલને આજકાલ અંગ્રેજી છાપાઓમાં અંજલિ આપનારાઓ  he explored the aesthetics of boredom(!) કહીને પોતાની રોટી શેકી રહ્યા છે’. But I resisted myself. આવી કમેન્ટ સલિલભાઈના સ્ટેટસની કમેન્ટ તરીકે મૂકી હોત તો જાણેઅજાણે હું એમના આ વિશેના વિચારોને ઉતારી પાડતો હોઉં એવું લાગત. હકીકત એ છે કે ત્રણ દાયકાઓથી હું એમનો ચાહક છું અને  એમની લેખનનિષ્ઠા માટે મને ખૂબ આદર છે. કોઈની સાથે politely અસહમત થવામાં અને કોઈને ઉતારી પાડીને પોતાની સુપીરિયોરિટી દેખાડવાના ભદ્દા તથા બાલિશપ્રયાસો વચ્ચે ધાગાભરનો ફરક છે. બસ, મેં કમેન્ટ કરવાનું માંડી વાળ્યું.

Tip No. 6:કાલે

1 comment for “Facebook user માટે 10 cool તહઝીબ:5

  1. SALIL DALAL (Toronto)
    July 15, 2011 at 12:50 AM

    પ્રિય સૌરભ, વાત સાચી છે. પેલું અંગ્રેજી વાક્ય હું કાયમ યાદ રાખું છું… “Win an argument and loose a friend!” તેથી શક્ય હોય ત્યાં સુધી હું દલીલબાજીમાં ઉતરવાને બદલે હકીકતો મારી રીતે મૂકીને બાકીનું સામી વ્યક્તિની સમજ શક્તિ ઉપર છોડી દેતો આવ્યો છું. મારી જે ૬ લીટીની ‘ભવ્ય’ શ્રધ્ધાંજલિ ઉપર તમે ફેસબુક ઉપર કોમેન્ટ નથી કરી , એ નીચે મુજબની હતી….

    “મણી કૌલ ના રહ્યા! ’૬૦ અને ’૭૦ના દાયકામાં ફિલ્મનું કમર્શીયલ સિવાયનું પણ એક અલગ વ્યાકરણ હોય એ સાબિત કરનારા સર્જક… તેમની કૃતિ ‘ઉસકી રોટી’ જોવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે એ ના્ની ઉંમરે એટલી સમજ પડી હતી કે સિનેમા કાયમ સહેલાઇથી સમજાય જ એ જરૂરી નથી. ૧૯૭૧ના બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં એ નિર્ણાયક તરીકે નિમંત્રિત થયા હતા. એવા મેધાવી સર્જક્ને શ્રધ્ધાંજલિ!”

    મને એમ લાગે છે કે એ સ્ટેટસ નીચે અન્ય મિત્રોની કમેન્ટ્સ સાથે મેં પણ કરેલી કમેન્ટ્સ વિગતવાર જોઇ હોત તો તે પૈકીની એકાદને તમે પણ ‘Like’ કરી દેત. જેમ કે આ….“એ ફિલ્મો અઘરી હતી અને તેથી ઘણી વાર અડધેથી ઉઠી જવાનું મન થતું. પણ મણી કૌલ કે સત્યજીત રે ના નામને લીધે અમે મિત્રો બેસી રહેતા.”

    શું લાગે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *