Facebook user માટે 10 cool તહઝીબ:૧

Tip No. 1

FB is for social networking, it’s  social media and not  personal media.

So ‘મને બગાસું આવે છે’ કે ‘Oh, I’m so bored’ જેવાં સ્ટેટસ are out! તમારો ક્લાસ દેખાડવા, ‘આજે મેં મારા હનુના બોસ સાથે ફાઈવસ્ટારમાં લંચ લીધું અને જિજ્જુ સાથે ડિનર…’ કે પછી ’આવતી કાલથી પ્રવાસ શરૂ: બે દિવસ બર્લિન, ત્રણ દિવસ ટોરન્ટો, ચાર દિવસ ચાઇના અને પાંચ દિવસ પેરિસ…’, આવા સ્ટેટસ ન ચાલે.

ક્લાસ એની પાસે છે જેણે એ દેખાડવો નથી પડતો! Can you ever imagine Shahrukh khan’s status mentioning which phone/car/watch he bought? (Unless of course, he is being paid for that!) Really classy peopleનું status હશે, ‘આજે હું મારા વતનના ગામે ગયો હતો જ્યાં મારે હજુય ઇન્ડિયન સ્ટાઇલમાં જવું પડે છે…’ અથવા ’અત્યારે હું ફલાણા ચાર રસ્તા પાસે ઊભાં-ઊભાં પાણીપુરી/ચોળાફળી/ભૂંગળી-બટાટા ખાઉં છું…’ That’s cool, man!

બીજું, સોશ્યલ મીડિયામાં wall પર પર્સનલ મેસેજ/ફોન નંબરની આપ-લે કરવાની ન હોય.So, Karan Shah, હવે સૌરભમામાનું કોઈ સ્ટેટસ તને ગમે તો ’Great, Mama!’ એવું લખવાને બદલે માત્ર ‘Great!’ એટલું જ લખવાનું ( અને હા, ઘરે તારી મમ્મીને મારો આટલો મેસેજ પહોંચાડી દેજે કે આ વખતે રક્ષાબંધન પર જમવામાં પૂરણપોળીને બદલે તાજ કે ઓબેરોયમાં જઈએ).

Tip no. 2  કાલે!

14 comments for “Facebook user માટે 10 cool તહઝીબ:૧

 1. July 10, 2011 at 1:02 PM

  બ્લૉગ વિશ્વમાં પુનઃ સ્વાગત છે.

  મજાનો વિષય લીધો છે.

 2. July 10, 2011 at 3:22 PM

  મામા વાળી વાત ગમી ગઈ…
  અમુક લોકોને મામા જ નહિ કાકા પણ બનાવવાની ટેવ હોય છે…

  • July 10, 2011 at 3:31 PM

   બે-ત્રણ દિવસમાં તમારો વારો પણ આવે છે, આ ટિપ્સમાં!

  • July 12, 2011 at 5:46 PM

   આમાં તો એવું છે કે: ખુદ કાકો છતાં અન્યને કાકો કહે .. એ બહાને જુવાન હોવાનો એમનો [ખોટો] ફાકો રહે.
   સૌરભવાણી અમલમાં મૂકવા જેવી છે.

 3. RAJESH BHATT
  July 10, 2011 at 4:20 PM

  “નેકી કર ઓર દરિયા મેં ડાલ” ની જેમ “કુછ ભી કર ઓર ફેસબુક પર ડાલ” આજ ઇન થિંગ છે!!!

 4. July 10, 2011 at 7:26 PM

  ફેસબુકને પ્રતાપે પહેલી વખત ઈન્ટરનેટ પર અધધધ કહેવાય એટલા બધા મિત્રોને – સગાવહાલાને મળ્યો, ફેસબુકમાં ખાતું હોવું એ જ એક ઓબ્સેશન છે, પછી એ ભલેને મહીનાઓ સુધી ખાલી પડી રહેતું હોય… લોકો દ્વારા જે આડેધડ સ્ટેટસ મૂકાઈ રહ્યા છે એ જોતા આપની આ પહેલ ઉપયોગી થશે એ ચોક્કસ.

  • July 10, 2011 at 10:30 PM

   મારી પણ આ જ ફીલિંગ છે, જિગ્નેશ. વધારે નથી કહેતો કારણકે ૧૦ ટિપ્સ દરમ્યાન એક યા બીજી રીતે એ વ્યક્ત થાય છે!

  • July 17, 2011 at 12:11 PM

   Jignesh, FB જેવી જ ટિપ Google+ માટે પણ ભવિષ્યમાં લખવી પડશે! જોકે હું હવે થાક્યો, એ કામ તમારા જેવા મિત્રોનું.

 5. ketan mistry
  July 11, 2011 at 5:12 PM

  કા? જલસા?
  ટીપ્સ બાબત લખવાનું કે, એક મિત્રે વાત કરેલી: એક ફ્રેન્ડના પિતાનું અવસાન થયું ને એ વિષે લખ્યું તો કમેન્ટમાં આવ્યું કે ૮ પીપલ લાઈક ધીસ, બોલો !!!!

 6. Hemang Parekh
  July 11, 2011 at 5:32 PM

  Saurabhbhai

  Have blog par regularly lekho lakhjo

  Hemang

 7. bhavesh jani
  July 13, 2011 at 12:15 AM

  Very good!!

 8. Chandresh
  July 15, 2011 at 4:24 PM

  hi Saurabh Bhai ghana vakhat pachi blog par malya tame biliv nahi karo pan least week ma 1 var to aa site par najar nakhto j rahu kai navu aavyu? e check karva mate. Evo tamari kalam no bandhani chhu. aaje bahar gam thi aavyao tyare to jekpot lagi gayo. thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *