દિગંત ઓઝાના ઇન્ટરવ્યુની વીડિયો

digant oza

મિત્રો,

ગુજરાતીના સિનિયર મોસ્ટ પત્રકારોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં મૂકાતું એવા લેખક-નવલકથાકાર-તંત્રી અને આલા દરજ્જાના જાંબાઝ રિપોર્ટર (યાદ છે પાકિસ્તાન સરહદપાર કરીને  આપેલો એક્સક્લુઝિવ રિપોર્ટ) દિગંત ઓઝાના આઘાતજનક અવસાનને ત્રણ અઠવાડિયાં થયાં. મેં ઈ ટીવી પર દિગંતભાઈની જે મુલાકાત લીધી તેની ઓડિયો ક્લિપ એ જ દિવસે તમારા સુધી પહોંચાડી શક્યો હતો ,પણ આ ઇન્ટર્વ્યુની ડીવીડી હાથ લાગતી નહોતી. પર્યુષણ દરમ્યાન આ બ્લોગ પર વ્યાખ્યાનમાળા શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે જૂની ઓડિયો  કેસેટ્સ શોધતાં લકીલી એ બોકસમાંથી આ અને બીજી પણ અગત્યની ડીવીડીઝ્નો ખજાનો હાથ લાગ્યો. આમાં ઇ ટીવીના ’સંવાદ’ ઉપરાંત મારા કેટલાક સ્ટેજ કાર્યક્રમોની સીડી/ડીવીડી પણ મળી આવી.

આજે દિગંતભાઇના ઇન્ટર્વ્યુની એક ક્લિપ (6મિનિટની) આપ સૌની સાથે શેર કરું છું. દિગંતભાઇ સાથેના ખડખડાટ હાસ્યને તમારી સાથે વહેંચવાનો સંતોષ થાય છે; બીજી બાજુ, આ હાસ્ય હવે ક્યારેય સાંભળવા નહીં મળે તે વિચારે મનમાં વિષાદ છવાઈ જાય છે. માણસનું જીવન એવું હોવું જોઈએ કે એના ગયા પછી એનું સ્મરણ તમને કશીક ખોટનો અહેસાસ આપે. દિગંતભાઈ એવું જીવન જીવ્યા કે મારા જેવા, એમના વૈચારિક વિરોધી મિત્રોને પણ એમના ભવ્ય વ્યકિતત્વની ખોટ સાલે છે. આવો, સાથે મળીને એમને યાદ કરીએ.

3 comments for “દિગંત ઓઝાના ઇન્ટરવ્યુની વીડિયો

 1. September 13, 2010 at 3:03 PM

  શ્રી સૌરભ શાહ,
  દિગંત ઓઝા ને મેં વર્ષો સુધી માણ્યાં છે.મોરારીબાપુ નાં ઈન્ટરવ્યું લેતા આપને મેં સાંભળ્યા છે.એ કળા માં આપ માહિર છો.ધન્યવાદ.

 2. September 13, 2010 at 3:44 PM

  દિગંતભાઈને વાંચવાનું તો થયું હતું. પણ સાંભળ્યા તમારા સંવાદ દ્વારા જ.

 3. September 23, 2010 at 4:44 PM

  Wow.. Saurabh bhai, i dont know Mr. Digant never read him.. but loved the way he talks.. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *