પર્યુષણ વ્યાખ્યાનમાળા: પહેલો દિવસ

પ્રિય બ્લોગમિત્રો,

પવિત્ર પર્યુષણ પર્વના પ્રથમ દિવસે સૌને વંદન.

મારા મિત્ર વિનય ખત્રીના સૂચનથી આ બ્લોગ પર આઠ દિવસીય “પર્યુષણ વ્યાખ્યાનમાળા”નો શુભારંભ થઈ રહ્યો છે.

આ સાથે જ આ બ્લોગ મારા લેખનના બ્લોગ ઉપરાંત મારા ઓડિયો અને મારી વિડિયોનો બ્લોગ પણ બની રહ્યો છે. વ્યાખ્યાનમાળાની માત્ર ઓડિયો છે. એ પછી તમને મારી વિડિયો પણ નિયમિતરૂપે અપલોડ થયેલી જોવા મળશે.

આજનું પહેલું વ્યાખ્યાન ’ધર્મમય જીવન અને જીવનમય ધર્મ’ વિષય પર છે.આ પ્રવચન ’શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજીત પર્યુષણ વ્યાખ્યાનમાળા’ માં આપવામાં આવ્યું. તે વખતે રમણલાલ ચી. શાહ વિદ્યમાન હતા.આ પ્રવચન શરૂ થતાં પહેલાં અને પ્રવચન સમાપ્ત થયા પછી તમને રમણભાઈનો અવાજ સંભળાશે.

૧૯૯૮માં આ પ્રવચન પર્યુષણના બીજા દિવસે એટ્લે કે મહાવીર જન્મ વાચનના દિને થયું હતું, પણ આપણે બ્લોગજગતની આ સંભવતઃ પ્રથમ વ્યાખ્યાનમાળાનો આરંભ આ જ પ્રવચનથી કરીએ.સગવડતા ખાતર ૩૦-૩૦ મિનિટના બે ટુકડાની ઓડિયો ક્લિપ મૂકી છે.કુલ કલાકનો સત્સંગ છે!

આજની જેમ દરરોજ સવારે ૮ વાગ્યે વ્યાખ્યાન અપલોડ થશે. સમયસર આવી જશો તો આગળ બેસવાની સારી જ્ગ્યા મળી જશે!

ધર્મમય જીવન અને જીવનમય ધર્મ: ભાગ ૧ ( પૂર્વાર્ધ:  ૩૦ મિનિટ)
નીચે પ્લેના બટન પર ક્લિક કરો:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ધર્મમય જીવન અને જીવનમય ધર્મ: ભાગ ૨ ( ઉત્તરાર્ધ: ૩૦ મિનિટ)
નીચે પ્લેના બટન પર ક્લિક કરો:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

9 comments for “પર્યુષણ વ્યાખ્યાનમાળા: પહેલો દિવસ

 1. September 6, 2010 at 9:30 AM

  સૌરભ ભાઈ, ખૂબ જ સરસ પ્રયાસ. આ સાથે આ વર્ષ ના નવા પ્રવચનો રેકોર્ડ કરી ને upload કરશો તો ઘણી મજા આવશે.

  • September 6, 2010 at 11:09 AM

   થેન્ક્યુ, કૌશલ!
   સામાન્ય રીતે હું દર વર્ષે પર્યુષણમાં વ્યાખ્યાન આપવા માટેનાં ૧ કે વધુમાં વધુ બે જ આમંત્રણો સ્વીકારતો હતો.
   આ પહેલી વાર સળંગ આઠ દિવસ ‘બોલું’ છું! અલબત્ત, જુદા-જુદા વર્ષોનાં રેકોર્ડિંગ છે!
   કેટલાક મિત્રોએ ફોન કરીને અને મેલ મોકલીને આગ્રહ કર્યો છે કે આ આઠેય વ્યાખ્યાનોનું એક સ્વતંત્ર પુસ્તક કરવું. કરીશું.
   આ વર્ષે મેં એક પણ વ્યાખ્યાન નથી કર્યું, ઇન ફેક્ટ છેલ્લાં દસ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાન નથી કર્યાં.
   એટ્લે આ રેકોર્ડિંગ હવે રેર ગણાય છે!

 2. Chandresh
  September 6, 2010 at 12:41 PM

  hi saurabh bhai lamba samay pachi tamaro avaaj sambhalva malyo maja aavi gai, tamara vision no to pahele thi j fan chhu.

  • September 6, 2010 at 1:00 PM

   થેન્ક્સ, ચંદ્રેશ!
   અત્યારે કદાચ આ પ્રવચનો ડાઉનલોડ કરીને સંઘરી રાખવાનાં શક્ય નહીં હોય. પણ એવી કોઈક સુવિધા તરતમાં જ કરીશું.

   • chandresh
    September 7, 2010 at 11:11 AM

    that will b grate

 3. વિહંગ વ્યાસ
  September 6, 2010 at 5:20 PM

  ફરી બ્લોગ પર લખવા સક્રિય થયા તે ગમ્યું. શુભેચ્છાઓ.

 4. September 9, 2010 at 4:37 PM

  aa vyakhyanmala ma janeame saurabh shah ni same besine sabhalta hoy tevo anubhav thayo!!! daunlod karine kayam sabhalvana male to kevu saru?

  • September 9, 2010 at 5:06 PM

   વેરી સૂન, મનુભાઈ. ડાઉનલોડની વ્યવસ્થા આપવામાં આવશે.

 5. જયંત શાહ.
  December 8, 2010 at 7:45 AM

  સૌરભભાઈ,
  નમસ્તે,
  આપની પાસે સુરત જર્નાલિઝમમાં ભણ્યો છું. આપની રજૂઆત ખૂબ જ ગમે છે. વ્યક્તિત્વ વિકાસમાં ઉપયોગી બાબતો છે. હાલમાં બી.એડ્. કૉલેજમાં અધ્યાપક તરીકે અંકલેશ્વરમાં છું.
  આ વાતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાથી એમને પણ સાચું માર્ગદર્શન જીવન સંદર્ભે મળી શકે.
  સુંદર પ્રવચનોમાં જે સરળતા અને સહજતા છે જે હૃદયસ્પર્શી છે. આપના નવા પુસ્તકો ખરીદવા છે જે અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.
  આભાર સહ…
  જયંત શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *