દિગંત ઓઝા : બિછડે સભી બારી બારી

Digant Oza: Picture by Sanjay Vaidya

ઇન્ડિબ્લોગર્સની મુંબઈ મીટ વિશેની પોસ્ટનો ભાગ બીજો લખતા પહેલા આ એક અરજન્ટ પોસ્ટ:

સુધીર માંકડના અવસાન સમયે ’સમકાલીન’માં લખેલા લેખમાં આ જ મથાળું મૂક્યું હતું. સુધીરભાઈનું એ ફેવરીટ ગીત હતું. દિગંતભાઈનું પણ હતું કે નહીં એનો ખ્યાલ નથી. આ બંને વિરલ સિનિયર પત્રકારોમાંથી સુધીરભાઈની હું વધારે નજીક હતો. કદાચ સુધીર માંકડનું કાર્યક્ષેત્ર મુંબઈ હતું એટલે. દિગંત ઓઝા મુંબઈને છોડી ગયા તે પછી મેં પત્રકારત્વમાં પગ મૂક્યો.

દિગંત ઓઝા સાથે મારે અનેક વિષયો પર પાયાના મતભેદો. નર્મદા, ૨૦૦૨ની દુર્ઘટના, બીજા અનેક. પણ એમણે હંમેશા મને પ્યાર આપ્યો છે અને મેં એમને આદર. નાસ્તિક હતા અને અંતિમ વિધિ પણ ધાર્મિક ક્રિયાકાંડ વગર થઈ. જીવ્યા પોતાની રીતે, પોતાની જીદ અને પોતાના આગ્રહો જાળવીને અને મૃત્યુ પછી પણ એમણે એ આગ્રહો જાળવ્યા. આવા કોઇપણ માણસને સલામ જ હોય અને દિવંગતને પ્રણામ પણ. BTW, ગુજરાતપ્રેમી આ પત્રકારે પોતાના અંગત વિચારો બાજુએ રાખીને ગુજરાતની યાત્રાભૂમિ વિશે પણ એક સરસ પુસ્તક લખ્યું છે. એક વખત અમે નાથદ્વારાની નાનકડી ગલીમાં અચાનક મળી ગયા હતા.

૨૦૦૪-૦૫ના અરસામાં ઈટીવી પર દીપક અંતાણીના દિગ્દર્શન હેઠળ ’સંવાદ’ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે ૨૭-૧૧-૨૦૦૪ના રોજ દિગંત ઓઝાનો ઈન્ટરવ્યૂ લીધો જે રેકોર્ડિંગના થોડાક સપ્તાહ બાદ પ્રસારિત થયો. આ મુલાકાતની ડીવીડી શોધવાની કલાકો સુધી મથાકૂટ કરી પણ નથી મળી. મળશે તો આ બ્લોગના મારા એક્સટેન્ડેડ ફેમિલીથી યાને કિ વિસ્તૃત કુટુંબ (કર્ટ્સી: સલીલ દલાલ) સાથે જરૂર શેર કરીશ. આ શોધવામાં મને આ જ ઈન્ટરવ્યુની ઓડિયો કેસેટ મળી છે જે હું મારા અંગત ઉપયોગ અને રેકોર્ડ માટે રેકોર્ડ કરતો. આ કેસેટની ઓડિયો ક્વોલિટી સ્વાભાવિક રીતે ઘણી પુઅર છે પણ એમાં દિવંગતનો અવાજ છે. બીજું, આ કાચી સામગ્રી હોવાથી એમાં બે સેગમેન્ટ વચ્ચેના બ્રેક વખતે પણ રેકોર્ડિંગ ચાલુ જ રહેતું. શૂટિંગની થોડી ઘણી ફીલ એમાંથી આવશે. વચ્ચે એકવાર મોબાઇલ સાયલન્ટ મોડ પર હોય તો પણ એના વાઇબ્રેશન ઓડિયોમાં પકડાઈ જાય છે, વિડિયોમાં આવું નથી બનતું. (તમે ક્યારેક સ્ટેજ પર માઈકમાં આવું સાંભળ્યું હશે). કુલ ૩૫ મિનિટ ૪૩ સેકન્ડની ફાઈલ છે. ધ્યાનથી સાંભળશો અથવા હેડ ફોન લગાવીને સાંભળશો તો ખરેખર મઝા આવશે. પોસ્ટના અંતે ઓડિયો પ્લેયર મૂકેલું છે તેમાં ‘પ્લે’ના બટન (▶) પર ક્લિક કરીને આખી મુલાકાતની ઓડિયો સાંભળી શકશો.

ઈન્ટરવ્યુની  ઓડિયો સ્ક્રેચમાં દિગંતભાઈનો અવાજ સાંભળીને એમને અંજલિ આપીએ. પત્રકાર ઉપરાંત એક જ ફિલ્મના પ્રોડ્યુસર તરીકેના એમના અનુભવો સાંભળવા જેવા છે. પ્રફુલ્લ દવે, ગૌરાંગ વ્યાસ અને રીટા ભાદુરીને એમણે બ્રેક આપ્યો હતો. કિશોરકુમારે ગુજરાતીમાં પહેલીવાર આ જ ફિલ્મમાટે ગાયું- ’લાખો ફુલાણી’. પાકિસ્તાનની સરહદ પર ચાલતી દાણચોરીનો દેશ આખાને ખળભળાવી નાખનારો અહેવાલ કેવી રીતે લખાયો તેનું બયાન છે.

તો સાંભળો અને સંભળાવો.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તાજા કલમ: કોઈ મિત્ર(મારા કે દિગંતભાઈના) ઓડિયોનું ટ્રાન્સ્ક્રિપ્શનઝડપથી કરીને મોકલી આપવાની તસદી લેશે તો હું એ અપલોડ કરીશ.

11 comments for “દિગંત ઓઝા : બિછડે સભી બારી બારી

 1. August 22, 2010 at 4:40 PM

  Downloading the file. Thanks.

  • August 24, 2010 at 6:55 PM

   ડાઉનલોડિંગની તસ્દી આપી. પણ હવે વિનયભાઈએ સરળ બનાવી દીધું છે. check it out.

 2. Jayant Pithadia
  August 24, 2010 at 4:28 PM

  “E tinpatiya o samje che su ena manma?’
  A Sudhirbhai ane…
  “Yes I crossed the border’
  Digantbhai…(still remember this headline of sunday observer)
  Aava dadu patrakaro ni sath kam kariyu aj khushmati che.
  Digantbhai to ahin story karva Kochi pan aavi gaya hata.
  Saurabhbhai thanks for your this blog.
  nahitar a samachar thi vanchit rahi jat.

 3. August 24, 2010 at 6:52 PM

  thanks, Jayantbhai. It was my previledge to interview him on “Samvad”

 4. અલકેશ પટેલ
  August 24, 2010 at 9:10 PM

  સૌરભભાઈ,
  તમે કહ્યું કે દિગંતભાઈએ મુંબઈ છોડ્યું ત્યારબાદ તમે પત્રકારત્વમાં આવ્યા, પણ અહીં અમદાવાદમાં મને અને મારા જેવા બીજા ઘણાને તેમની સાથે કામ કરવાનો અને તેમના પત્રકારત્વનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. તમારી વાત એકદમ સાચી છે કે તેઓ જીવ્યા તેમના આગ્રહો સાથે. વાસ્તવમાં તે “ભિન્નમત”ના માણસ હતા. તેમના વિશે ઘણું બધું લખી શકાય તેમ છે અને એ કામ તમારા જેવા કોઈ સિદ્ધ પત્રકાર-લેખક કરશે તો ઘણાને ઘણું જાણવા મળશે…

  • August 24, 2010 at 9:37 PM

   એમના તીવ્ર મતભેદો છતાં વર્તમાન ગુજરાત સરકારે કરેલાં પાણી માટેનાં સારાં કામ એમણએ હંમેશા વખાણ્યાં છે.

 5. August 25, 2010 at 9:55 AM

  Thanks to Saurabh Shah

  • August 25, 2010 at 2:13 PM

   Devavratbhai, I have fond the DVD of DIgantbhai’s ‘Samvad’ interview just an hour back. Will take some friends’ help to share it with all the fans of Digantbhai.

 6. September 4, 2010 at 3:10 PM

  wah sir wah

  me aakho program “samvad” ma joyo hato fari sabhari ne bahu maja aavi

  digant bhai ne aathi sari shradhdhanjali biji koy na hoy sake

  thx

 7. June 9, 2014 at 2:11 PM

  સૌરભભાઈ, આ ઓડિયો ની MP3 મળી શકે? જો હા તો ઈમેઈલ એડ્રેસ આપેલ છે કોમેન્ટ માં , આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *